• સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન-જાહેર સ્થળોએ કોરોના વેક્સિનેશનનું સર્ટિફિકેટ હશે તોજ એન્ટ્રી અપાશે
  • રસીકરણ અંગેનુ નવું જાહેરનામુ આવતા જ સુરતમાં 7 હજારથી વધુ લોકોએ તેમને પ્રથમ ડોઝ લીધો
  • મોલ્સ, મલ્ટિપ્લેક્સ અને જિમ્નેશિયમમાં સત્તાવાળાઓને રસીકરણ પ્રમાણપત્રો તપાસવા સૂચના આપવામાં આવી

WatchGujarat.  કોરોના વાઇરસનો પ્રકોપ સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી. તો બીજી તરફ રાજ્યના વિવિધ શહેરોમાં રસીકરણ પણ વધ્યું છે. ત્યારે કોરોના વેક્સિનેશન અંગે હવે સરકારે એક પછી એક કડક નિર્ણયો લઇ રહી છે. તેમજ રાજ્યના નાગરિકોને કોરોનાથી રક્ષણ કરવા માટે વેક્સીન એક કવચ તરીકેનું શસ્ત્ર પુરવાર થઇ રહ્યું છે. ત્યારે સુરત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર થયું છે કે, જાહેર સ્થળોએ કોરોના વેક્સિનેશનનું સર્ટિફિકેટ હશે તોજ એન્ટ્રી અપાશે.

સુરતના આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે, બુધવારથી મોલ્સ, મલ્ટિપ્લેક્સ અને જિમ્નેશિયમ જેવા સ્થળો પર કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટ ફરજિયાતપણે બતાવાનું રહેશે. જેમણે તાજેતરમાં પ્રથમ ડોઝ લીધો હોય અને બીજા ડોઝ માટેની તેમની સમય મર્યાદા હજુ પૂર્ણ થવાની બાકી હોય તેમને મંજૂરી આપવામાં આવશે પરંતુ જેમનો બીજો ડોઝ બાકી છે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે અને જો તેઓ સંતોષકારક જવાબો નહીં આપે તો તેમની એન્ટ્રીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ત્યારે આ બાબતને નાગરિકોએ ગંભીરતાથી લેતા શહેરના રસીકરણ કેન્દ્રો પર કતારો જોવા મળી હતી. આ સાથે 7,000થી વધુ લોકોએ તેમનો પ્રથમ ડોઝ લીધો. અને બીજો ડોઝ માટે આવતા નાગરિકોની સંખ્યામાં પણ વધારો થયો હતો. ત્યારે બીજી તરફ જે વ્યક્તિઓનું વેક્સિનેશ બાકી હતું તેમને એસએમસીએ તેમની કચેરીઓમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકી દેવાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આરોગ્ય વિભાગે જણાવ્યું કે, રસીના સર્ટિફિકેટ ચકાસણી કરવા માટે યોગ્ય તાલીમ આપવામાં આવી છે. જેમાં મોલ્સ, મલ્ટિપ્લેક્સ અને જિમ્નેશિયમમાં સત્તાવાળાઓને રસીકરણ પ્રમાણપત્રો તપાસવા સૂચના આપવામાં આવી છે. અને જેમણે  બન્ને ડોઝ લીધા છે અથવા તો પહેલો ડોઝ પણ લીધો તેમને જ જાહેર સ્થળો પર પ્રવેશની મંજૂરી અપાશે તેમ જણાવ્યું છે. આરોગ્ય વિભાગની ટીમો મોલ, મલ્ટિપ્લેક્સ અને જિમ્નેશિયમના સંચાલકો સાથે બેઠકો કરી રહી છે. અને રસીના પ્રમાણપત્રની તપાસ કેવી રીતે શરૂ કરવી તે સમજાવ્યું છે અને તાલીમ પણ આપી છે. આ સાથે એક મેનેજરે કહ્યું હતું કે, અમે અમારા સ્ટાફને તાલીમ આપવાનું શરૂ કર્યું છે. જેમાં એપ પર QR કોડ સ્કેન કરીશું ત્યારબાદ જ વ્યક્તિને પ્રવેશની મંજૂરી આપીશું. આ સાથે  વાણિજ્યિક સંસ્થાઓએ પણ એન્ટ્રી પોઈન્ટ પર નિયમોની જાણકારી આપતા પોસ્ટર લગાવવાનું શરૂ કરી દીધું છે અને નાગરિકોને રસીનું સર્ટિફિકેટ સાથે રાખવું તે જાહેર કર્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners