• જુનાગઢના વતની અને હાલ સુરતના સરથાણા સ્થિત વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા સંજયભાઈ ભાણજીભાઈ તલાવીયા રત્નકલાકાર છે
  • રેખા જીયાને સરખી રીતે રાખતી ન હોય બંને વચ્ચે અવાર નવાર ઝગડા થતા
  • રત્નકલાકારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

WatchGujarat. સુરતના સરથાણા વિસ્તારમાં રત્નકલાકારની પત્નીએ પરિવારિક વિખવાદમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જો કે પોતાનું નામ આવશે તેવી બીકે રત્નકલાકારે પોતાની જ 6 વર્ષીય પુત્રી સાથે તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. જેમાં બાળકીનું મોત થયું છે. જયારે રત્નકલાકારને સ્થાનિકોએ બચાવી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે, તો બીજી તરફ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ જુનાગઢના વતની અને હાલ સુરતના સરથાણા સ્થિત વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા સંજયભાઈ ભાણજીભાઈ તલાવીયા રત્નકલાકાર છે. તેઓની પહેલી પત્ની સાથે તેઓના છુટા છેડા થઇ ગયા હતા. અને તેઓને સંતાનમાં એક 7 વર્શીત્ય પુત્રી જીયા હતી. આ દરમ્યાન તેઓએ રેખા નામની મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ રેખા જીયાને સરખી રીતે રાખતી ન હોય બંને વચ્ચે અવાર નવાર ઝગડા થતા હતા. જેને લઈને રેખાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી તેણીનું મોત નીપજ્યું હતું.

આ ઘટનાથી ગભરાઈ ગયેલા રત્નકલાકારને પોતાનું નામ આવશે તેવી બીકે તે પોતાની જ પુત્રીને લઈને સવજી કોરાટ બ્રીજ પર પહોચ્યો હતો અને ત્યાંથી પુત્રી સાથે હૈયાફાટ રુદન કરી તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. જો કે ત્યાં હાજર માછીમારો અને સ્થાનિકોએ આ ઘટનાને જોતા તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. પરંતુ ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ રત્નકલાકારને બચાવી લીધો હતો. જયારે પુત્રી જીયાનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બે કલાકની શોધખોળ બાદ પુત્રી જીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે રત્નકલાકારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

આ સમગ્ર બનાવ અંગે હાલ કાપોદ્રા પોલીસે રેખાના મોત મામલે અકસ્માત મોત અને રત્નકલાકાર સંજય વિરુદ્ધ પુત્રીની હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે. વધુમાં મળતી માહિતી મુજબ 35 વર્ષીય રત્નકલાકાર સંજય તળાવિયાના 2018માં જલ્પા સાથે ડિવોર્સ થયા હતા. બીજી તરફ સંજયની સાત વર્ષીય માસૂમ બાળકી જિયા બીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud