• સુરતમાં છેલ્લા કેટલાય સમયથી અસમાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવી રહ્યો છે
  • પાંડેસરા વિસ્તારમાં આવેલા સુખી નગરમાં બાબુ ગેંગના સાગરીતો દ્વારા લારી ગલ્લાઓમાં તોડફોડ કરવામાં આવી
  • સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી
Gujarat, Surat Pandesra Shiva Gang Caught in CCTV
Gujarat, Surat Pandesra Shiva Gang Caught in CCTV

Watchgujarat. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સુખી નગરમાં રહેતા લોકો દુખી શિવા ગેંગના ત્રાસથી ત્રસ્ત છે. અસામાજિક તત્વો અહી એટલી હદે બેફામ બન્યા છે કે તેઓ લારી ગલ્લાઓ પર જઈને તોડફોડ કરી રહ્યા છે. બાબુ ગેંગ દ્બારા આ મચાવેલો આતંક ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામ્યો છે.

સુરતમાં છેલ્લા કેટલાય સમયથી અસમાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવી રહ્યો છે. અને આવા અસમાજિક તત્વો સામે પોલીસ કડક કર્યવાહી કરવામાં જાણે નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે. આવી જ એક ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સુખી નગરમાં બાબુ ગેંગના સાગરીતો દ્વારા લારી ગલ્લાઓમાં તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

મળતી માહિતી મુજબ બાબુ ગેંગનો મુખ્ય આરોપી જેલમાં રહ્યા બાદ સુખી નગરમાં ધંધો કરતા લોકો પાસે ખંડણી માંગે છે. અને ખંડણી ન આપે તો ત્યાંના સ્થાનિક લોકોને તેના મળતીયાઓ દ્વારા માર પણ મરાવે છે. બે દિવસ પહેલા બનેલી ઘટના સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થતા સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ આ મામલે દોડતી થઇ છે અને બાબુ ગેગના જે ઇસમોએ આંતક મચાવી રહ્યા છે તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે.

પાંડેસરા વિસ્તારમાં સૌથી વધુ શ્રમજીવી લોકો રહે છે

સુરતના પાંડેસરા વિસ્તારમાં તો શ્રમજીવીઓ માટે નું સૌથી મોટું સેન્ટર છે અહીંયા આવેલી નાની નાની વસાહતોમાં ત્યાં કામ કરતા લોકોને સવલત  મળે તે માટે મજૂરો દ્વારા નાના-મોટા વેપાર ધંધા જ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં બાબુ  ગૅંગનો આંતક છેલ્લા લાંબા સમયથી સતત વધી રહ્યો છે. ગેંગનો સૂત્રધાર જેલમાં બેઠોબેઠો સ્થાનિક વિસ્તારના લોકોને હેરાન પરેશાન કરી રહ્યો છે ત્યારે તેને લઈને આવે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું પણ સુખી નગરમાં ધંધો કરતા લોકો આ બાબુ ગેંગના ત્રાસથી છેલ્લા લાંબા સમયથી પીડાય રહ્યા છે ત્યારે વાયરલ થતાની સાથે જ પોલીસે બાબુ ગેંગના લુખ્ખાઓને પકડી પાડી જેલ હવાલે કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

રાજકોટમાં વેકસીનેશન અભિયાનની મોટી વાતો વચ્ચે સેન્ટર પર અલીગઢી તાળા ! લોકોએ કહ્યું- આ કેવું આયોજન ?

Gujarat, Surat Pandesra Shiva Gang Caught in CCTV

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud