સુરતમાં બાળક ચોથા માળેથી નીચે પટકાયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
બાળકોને નાની નાની વાતે મોબાઇલ પકડાવી દેતા માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો
સીસીટીવીમાં બાળક ઉપરથી નીચે પટકાતું હોવાનું સ્પષ્ટ પણે દેખાયું
WatchGujarat. સુરતના લીંબાયત વિસ્તારમાં મોબાઈલમાં કાર્ટુન જોઈ રહેલો 2 વર્ષીય બાળક ચોથા માળેથી નીચે પટકાયો હતો. બાળકના ગેલેરીમાંથી પટકાવાની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છેમ માસુમ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પીટલમાં માસુમ બાળક 55 કલાક મોત સામે ઝઝુમ્યો હતો, પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું.
https://youtu.be/OHmmktMWGoQ
માતા-પિતા માટે સાવચેત રહેવા એક લાલબતી સમાન કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતના લીંબાયત સ્થિત પ્રતાપનગરમાં રહેતા વસીમ અન્સારી ટાઇલ્સ ફોલ્ડિંગ કામ કરે છે અને તેઓને સંતાનમાં 2 વર્ષીય વારિસ નામનો એકનો એક પુત્ર હતો. ગત શનિવારના રોજ સવારે નોકરી પર ગયા હતા. અને ઘરે તેઓની પત્ની અને બાળક હતા. દરમ્યાન તેઓની પત્ની ઘરનો દરવાજો બંધ કરી દીકરાને મોબાઈલ પર કાર્ટુન જોવા આપી વોશરૂમ ગયા હતા. પરંતુ પત્ની વોશરૂમમાંથી આવ્યા બાદ પુત્ર ઘરમાં હાજર ન હતો. જેથી તેઓ ચોકી ઉઠ્યા હતા. તેઓએ બારીમાંથી નીચે જોયું તો ત્યાં લોકોની ભીડ હતી. અને તેઓએ નીચે જઈને પૂછપરછ કરી તો તેઓના પગ તળેથી જમીન સરકી ગયી હતી. લોકોએ જણાવ્યું હતું કે એક બાળક બારીમાંથી નીચે પટકાતા લોકો તેને હોસ્પિટલ લઇ ગયા હતા. આ અંગે તેઓએ તાત્કાલિક તેઓના પતિને પણ જાણ કરી હતી.
બાળકના પિતા વસીમ અન્સારીએ જણાવ્યું હતું કે તેઓ એક મહિના પહેલા જ ભાડાના મકાનમાં રહેવા આવ્યો હતો. પત્નીએ સમગ્ર બનાવની જાણ કરતા ઘરે આવ્યો હતો અને બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. બાળકની સારવાર 55 કલાક ચાલી હતી અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. ઘરની બારી અને બેડ વચ્ચે બે ફૂટનું અંતર હતું.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે બાળક નીચે પટકાય છે અને ત્યાં હાજર એક વ્યક્તિ દોડીને આવે છે અને બાદમાં બાળકને ઉચકીને લઇ જાય છે. એકના એક દીકરાના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું.