WatchGujarat. ટીમ ઇન્ડિયાએ 12 ઓગસ્ટથી લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ રમવાની છે. નોટિંધમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ વરસાદના કારણે ડ્રો રહી હતી. પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી હાલમાં 0-0થી બરાબરી પર છે. ભારત લોર્ડ્સ ખાતે બીજી ટેસ્ટ જીતીને 1-0ની લીડ લેવા ઈચ્છશે.

ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર

બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખતરાની ઘંટડી વાગી છે. વાસ્તવમાં, ઈંગ્લેન્ડે લોર્ડ્સ ખાતે ભારત સામેની બીજી ટેસ્ટ મેચ માટે ઓફ સ્પિનર મોઈન અલીને ટીમમાં સામેલ કર્યો છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, મોઈન અલી ટીમમાં સામેલ થવાની ધારણા છે અને તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા માટે દાવેદાર માનવામાં આવે છે.

કોહલીને 8 વખત આઉટ કર્યો છે મોઈન અલીએ

ટીમ ઇન્ડિયાની બીજી ટેસ્ટ મેચમાં તણાવ વધી શકે છે. લોર્ડ્સ ખાતે યોજાનારી બીજી ટેસ્ટ મેચમાં મોઈન અલીને પ્લેઈંગ 11 માં સામેલ કરી શકાય છે. મોઇન અલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીને 8 વખત આઉટ કર્યો છે. આવી સ્થિતિમાં તે કોહલીનું ટેન્શન વધારી શકે છે.

કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત આઉટ કરનારા સ્પિનરો

9 – આદિલ રશીદ

8 – મોઇન અલી

8 – ગ્રીમ સ્વાન

7 – એડમ ઝમ્પા

7 – નાથન લિયોન

આવતીકાલથી બીજી ટેસ્ટ મેચ

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડે કહ્યું કે, ‘અમે જાણીએ છીએ કે મોઈન અલી એક સારા ક્રિકેટર છે અને તે હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં પણ સારા ફોર્મમાં જોવા મળ્યા છે, જોકે હું સમજું છું કે આ એક સંપૂર્ણપણે અલગ ફોર્મેટ છે.’ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ આવતીકાલે એટલે કે 12 ઓગસ્ટથી લોર્ડ્સ ખાતે રમાશે.

ચેન્નઈ ટેસ્ટમાં આઠ વિકેટ લીધી હતી

મોઈને આ વર્ષે ફેબ્રુઆરીમાં ચેન્નઈમાં એક ટેસ્ટ મેચમાં આઠ વિકેટ લીધી હતી, પરંતુ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) ની રોટેશન પોલિસીને કારણે તેને ઘરે પરત ફરવું પડ્યું હતું. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud