watchgujarat: કેટલીકવાર એવી ઘટનાઓ બને છે, જેના પર વિશ્વાસ કરવો ઘણો મુશ્કેલ હોય છે. જો તમને કહેવામાં આવે કે કોઈ વ્યક્તિ મૃત્યુના સાત કલાક પછી જીવતો થયો છે, તો શું તમે તેના પર સરળતાથી વિશ્વાસ કરી શકશો? શું તમે જાણવા માગો છો કે તે વ્યક્તિનું શું થયું? તબીબો દ્વારા મૃત જાહેર કર્યા બાદ તપાસ યોગ્ય રીતે કરવામાં આવી હતી? ચાલો તમને એક એવી ઘટના વિશે જણાવીએ જેમાં એક વ્યક્તિ મૃત્યુના 7 કલાક પછી જીવતો થઇ ગયો.

અકસ્માત બાદ તબીબોએ લાશને જાહેર કર્યો હતો મૃત

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં આવી જ એક ઘટના સામે આવી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર અનુસાર, એક વ્યક્તિએ તેજ ગતિએ ગાડી ચલાવીને રસ્તા પર જઈ રહેલા શ્રીકેશ કુમારને ટક્કર મારી દીધી હતી. ગુરુવારે રાત્રે તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. બીજા દિવસે હોસ્પિટલ સ્ટાફે લાશને ફ્રીઝરમાં રાખી હતી. લગભગ 7 કલાક પછી એક એવી ઘટના બની કે જેના વિશે કોઈ અનુમાન પણ ન કરી શકતું નથી.

ફ્રીઝરમાં લગભગ 7 કલાક સુધી પડયો હતો મૃતદેહ

આ મામલે પોલીસે માહિતી આપી કે ફ્રીઝરમાં મૃતદેહને 7 કલાક સુધી રાખ્યા બાદ જયારે મૃતદેહને પરિવારજનોને સોંપી દેવાની વાત ચાલી રહી હતી ત્યારે જ શરીરમાં હલચલ થવા લાગી. આ પછી ડૉક્ટરોની ટીમે મૃતદેહની તપાસ કરી તો જાણવા મળ્યું કે વ્યક્તિ જીવિત છે. ત્યારબાદ તેને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. રિપોર્ટ અનુસાર હોસ્પિટલમાં વ્યક્તિની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે.

ઈમરજન્સી ડોક્ટરોએ આપ્યું આ નિવેદન

હવે પીડિત પરિવારજનોએ ડોક્ટરો સામે ફરિયાદ નોંધવાની વાત કરી છે. બીજી તરફ, મુરાદાબાદના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. શિવ સિંહે કહ્યું કે ઈમરજન્સી ડૉક્ટરોએ સવારે ત્રણ વાગ્યે દર્દીને જોયો, ત્યારે તેનું હૃદય ધબકતું ન હતું. તેણે ઘણી વખત વ્યક્તિની તપાસ કરી હતી. તમામ તપાસ બાદ જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જો કે આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud