તમિલનાડુમાં આ દિવસોમાં વરસાદે તબાહી મચાવી છે. આ દરમિયાન એક મહિલા પોલીસકર્મીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ ઈન્સ્પેક્ટર રાજેશ્વરી એક પુરુષને ખભા પર લઈને દોડી રહી છે. આ બધું ત્યારે થયું જયારે આ માણસ બેહોશ થઈ ગયો હતો અને તેને તાત્કાલિક સારવારની જરૂર હતી. ઈન્સપેક્ટર રાજેશ્વરીએ તે માણસને ખભા પર ઊંચકીને ઓટો રિક્ષામાં બેસાડ્યો અને તેને હોસ્પિટલ મોકલ્યો.

વાસ્તવમાં ન્યૂઝ એજન્સી ANIએ આ વીડિયો શેર કર્યો છે. મળતી માહિતી મુજબ, રાજેશ્વરી ચેન્નાઈના ટીપી ચેતરામ પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. ભારે વરસાદ વચ્ચે રાજેશ્વરીને રસ્તાની બાજુમાં એક વ્યક્તિ બેભાન હાલતમાં પડેલો મળ્યો. લોકોની મદદથી તેઓએ તેને ઉપાડ્યો અને તરત જ હોસ્પિટલ લઈ ગયા. સમયસર હોસ્પિટલ પહોંચી જતાં આ વ્યક્તિનો જીવ બચી ગયો હતો. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચેન્નાઈ પોલીસ કમિશનર શંકર જિવાલે કહ્યું કે રાજેશ્વરી હંમેશા આ રીતે કામ કરે છે. તેને રસ્તામાં એક બેભાન માણસ પડેલો મળ્યો જેને તાત્કાલિક તબીબી સહાયની જરૂર હતી. રાજેશ્વરીએ તેને ખભા પર ઊંચકીને મદદ કરી અને તેને હોસ્પિટલ મોકલી આપ્યો.

રાજેશ્વરીએ જે વ્યક્તિને પોતાના ખભા પર ઉપાડ્યો હતો તેનું નામ ઉધયા જણાવવામાં આવી રહ્યું છે. વાયરલ વિડિયોમાં રાજેશ્વરી ઉધયા તેને ખભા પર બેસાડી ઓટોમાં નજીકની હોસ્પિટલમાં લઈ જતી જોવા મળી હતી. વીડિયો વાયરલ થતાની સાથે જ લોકો પોલીસ ઈન્સ્પેક્ટર રાજેશ્વરીના આ નિઃસ્વાર્થ કાર્ય માટે વખાણ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે તમિલનાડુમાં ભારે વરસાદને કારણે હવામાન વિભાગે 20 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ચેન્નાઈ, તિરુવલ્લુર, રાનીપેટ, વેલ્લોર, સાલેમ, કલ્લાકુરિચી, તિરુપત્તુર અને તિરુવન્નામલાઈનો સમાવેશ થાય છે. તેમાંથી એક કે બે વિસ્તારોમાં 20.4 સેમીથી વધુ વરસાદ પડી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદની અપેક્ષા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud