• નવસારીની વિદ્યાર્થિની પર વડોદરામાં થયેલા ગેંગ રેપ મામલે હવે પોલીસે પ્રજાનો સહ્યોગ માંગ્યો
  • શહેરીજનોને આ મામલે કોઈ પણ જાણકારી આપવી હોય તો તે પોલીસનો સંપર્ક કરી શકે છે
  • પોલીસને સંપર્ક કરનાર અને માહીતી આપનારની વિગતો ગુપ્ત રાખવામાં આવશે

WatchGujarat. નવસારીની વિદ્યાર્થિની પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલા આપઘાત પ્રકરણમાં 21 દિવસ વીતી ગયા છે. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, વડોદરા ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસ, વલસાડ પોલીસ અને ગોત્રી પોલીસ સહિતની એજન્સીઓ તપાસમાં લાગી છે. આ ઉપરાંત આ કેસની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી છે. તેમ છતાં હજી આ મામલે આરોપીઓની ઓળખ થઈ શકી નથી. ત્યારે હવે આ મામલે પોલીસ દ્વારા સામાન્ય પ્રજા પાસેથી મદદ માંગવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર વડોદરા વેક્સીનેશન ગ્રાઉન્ડ પર દુષ્કર્મ બાદ યુવતીની આત્મહત્યાના મામલે પોલીસે જાહેરાત કરી છે. જેમાં જણાવ્યા મુજબ, આ કેસ બાબતે શહેરીજનો કોઈપણ માહીતી પોલીસને આપવા માંગતા હોય તો તેઓને જાહેરાતમાં જણાવેલ નંબરો ઉપર સંપર્ક કરવા વિનંતી કરી છે. મહત્વનું છે કે પોલીસને સંપર્ક કરનાર અને માહીતી આપનારની વિગતો ગુપ્ત રાખવામાં આવશે.

આ નંબર પર કોલ કરી આપી શકશો માહિતી

  • શહેર પોલીસ કંટ્રોલ રૂમ – 0265 2415111 / 100
  • ડીસીબી પોલીસ સ્ટેશન – 0265 2513635
  • આર.એ.જાડેજા પોલીસ ઈન્સપેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશન-  9825750363
  • વી.આર.ખેર પોલીસ ઈન્સપેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશન – 9909267090
  • વી.બી.આલ પોલીસ ઈન્સપેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશન – 8980037926

શું છે સમગ્ર મામલો

અત્રે ઉલ્લેખનીય છે કે ગત 3 નવેમ્બરની મોડી રાત્રે વલસાડ રેલવે સ્ટેશન પહોંચેલી ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનના કોચમાંથી પીડિતાનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. રેલવે પોલીસે આ મામલે તપાસ કરતાં પીડિતાના થેલામાંથી એક ડાયરીમાં મળી હતી. 29 ઓક્ટોબરે નવસારીની યુવતી પર વેક્સિન ગ્રાઉન્ડમાં ખૂબ જ બેરહેમીપૂર્વક બે નરાધમ દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો. એ બાદ પીડિતાએ તેની સાથે બનેલી આ સમગ્ર ઘટનાનો ડાયરીમાં ઉલ્લેખ કર્યો હતો. ડાયરીએ સમગ્ર ઘટનાનો રાઝ ખોલી દેતાં આપઘાતની ઘટના પહેલાં તેની સાથે ગેંગ રેપ થયો હોવાનું ખૂલ્યું હતું. આ બાદ તપાસનો રેલો વડોદરા પહોંચ્યો હતો.

જોકે હજી સુધી આ મામલે પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. મહત્વનું છે કે આ મામલાની તપાસમાં અધિક પોલીસ કમિશ્નર ક્રાઈમ અને ટ્રાફીક નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ, મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઈમ તથા ડીસીબી, પીસીબી, તથા એસ.ઓ.જી બ્રાંચના અધિકારીઓ તથા કર્મચારીઓ અને શહેરના અન્ય પોલીસ સ્ટેશનના અધિકારી અને માણસો મળી કુલ 400 થી વધારે પોલીસ સ્ટાફને તપાસમાં લગાડેલ છે. હવે પોલીસ દ્વારા શહેરીજનોની સહાય માંગવામાં આવી છે. જેથી આ કેસનો વહેલી તકે ઉકેલ લાવી શકાય અને યુવતીને ન્યાય મળે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud