watchgujarat: કેન્દ્રીય કેબિનેટે ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપતાં કહ્યું કે ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં આ કાયદાઓને પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ કૃષિ કાયદાઓ પાછી ખેંચવાની જાહેરાતથી સરકાર અને ખેડૂતો વચ્ચે છેલ્લા 14 મહિનાથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવવાની અપેક્ષા છે.

અનુરાગ ઠાકુરે કહ્યું કે કોવિડ મહામારીને કારણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દેશના 80 કરોડથી વધુ લોકોને 5 કિલો ઘઉં અને ચોખા મફતમાં આપવાની યોજનાને માર્ચ 2022 સુધી વધુ બીજા 4 મહિના માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દર મહિને 80 કરોડ ગરીબ લોકોને 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો મનપસંદ દાળ મફતમાં આપવામાં આવે છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા તમામ રેશનકાર્ડ ધારકોને હાલના રાશનની સરખામણીમાં 2 ગણું રાશન આપવામાં આવે છે. આ ગરીબોમાં પ્રોટીનનું પ્રમાણ સુનિશ્ચિત કરવા માટે દર મહિને 1 કિલો દાળ પણ આપવામાં આવી રહી છે.

PMGKAY નો લાભ એવા લોકોને પણ આપવામાં આવી રહ્યો છે જેમની પાસે રેશન કાર્ડ નથી, જોકે આ યોજનાનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે.

જો આ યોજનાના લાભાર્થીઓને મફત અનાજ મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અથવા જેઓ તેમને આપવા માટે અનિચ્છા અનુભવે છે, તો તેના માટે સરકારે ટોલ ફ્રી નંબરો (1800-180-2087, 1800-212-5512 અને 1967) આપ્યા છે. પણ શરૂ કરી છે જેના પર ફરિયાદ કરી શકાશે.

આગામી સંસદ સત્રમાં ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના બિલ રજૂ કરવામાં આવશે. ભારત સરકારે 29 નવેમ્બરથી શરૂ થતા સંસદના શિયાળુ સત્ર માટે ધી ફાર્મ લોઝ રિપીલ બિલ, 2021ને લોકસભા બુલેટિનમાં સૂચિબદ્ધ કર્યું છે. સંસદના બંને ગૃહો દ્વારા કાયદાઓ પાછી ખેંચવા માટેનું બિલ પસાર થયા પછી, રાષ્ટ્રપતિ દ્વારા તેના પર અંતિમ મહોર આપવામાં આવશે. તે રાષ્ટ્રપતિની સહી સાથે ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવશે.

લોકસભાના બુલેટિન મુજબ ધ ફાર્મ લેઝ રિપીલ બિલ, 2021 બિલ ‘ખેડૂતોનું ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) એક્ટ, 2020, ખેડૂતો (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી કરાર, કૃષિ સેવાઓ અધિનિયમ, 2020 અને આવશ્યક ચીજવસ્તુઓ (A) અધિનિયમ, 2020, 2020 રદ્દ કરવા માટે રજૂ કરવામાં આવશે.

આ પહેલા શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે કેન્દ્ર આ મહિનાના અંતમાં શરૂ થનારા સંસદના શિયાળુ સત્રમાં ત્રણ કૃષિ કાયદાઓ રદ કરશે અને જરૂરી બિલો લાવશે. વડા પ્રધાને એવી પણ જાહેરાત કરી હતી કે સરકાર લઘુત્તમ ટેકાના ભાવ (MSP) નક્કી કરવા માટે એક સમિતિની રચના કરશે.

કેન્દ્ર દ્વારા 2020માં કાયદો પસાર કર્યો ત્યારથી ખેડૂત સંગઠનો ત્રણ કૃષિ કાયદાનો સતત વિરોધ કરી રહ્યાં છે. સરકારના નિર્ણય છતાં આંદોલનકારી સંગઠનોએ જ્યાં સુધી કાયદા સંસદમાં પરત નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud