દરેક રોકાણકાર તેના રોકાણ પર મહત્તમ વળતર ઇચ્છે છે. રોકાણ કરતી વખતે, તે જોખમને ન્યૂનતમ રાખવાનો પણ પ્રયાસ કરે છે. જો તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં સાવધાનીપૂર્વક અને સમજદારીપૂર્વક રોકાણ કરો છો, તો તમે વધુ સારું વળતર મેળવી શકો છો. આપણે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) માર્કેટ જોખમી રોકાણ છે. પરંતુ જો તમે તેમાં લાંબા સમય સુધી રોકાણ કરો છો, તો અહીં જોખમ ઓછું થઈ જાય છે. જયારે, વળતર પણ સારું મળવાની અપેક્ષા છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે ઘણા નિયમોનું પાલન કરવું જોઈએ, તેમાંથી એક ’15×15×15′ નિયમ છે. ચાલો જાણીએ શું છે આ નિયમ અને જો તમે આ નિયમનું પાલન કરો તો તમે કરોડપતિ કેવી રીતે બની શકો છો.

શું છે 15×15×15 નિયમ

મ્યુચ્યુઅલ ફંડ SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન)ના નિયમ અનુસાર, જો કોઈ વ્યક્તિ 15 વર્ષ સુધી દર મહિને 15,000 રૂપિયાની સતત ડિપોઝિટ (જમા) કરે છે, તો મેચ્યોરિટી સમયે વ્યક્તિને 1 કરોડ રૂપિયા મળી શકે છે. જો વાર્ષિક વ્યાજ દર 15 ટકાની આસપાસ રહે છે.

શું છે નિષ્ણાત અભિપ્રાય

SAG Infotech ના MD અમિત ગુપ્તા કહે છે, “મ્યુચ્યુઅલ ફંડ SIP પ્લાનમાં 15×15×15 નિયમ ખૂબ અસરકારક છે. આ નિયમ વ્યક્તિને કરોડપતિ બનાવી શકે છે. જો તમને 15,000 રૂપિયાના દર મહિને રોકાણ પર 15% વાર્ષિક વ્યાજ મળે છે, તો 15 વર્ષમાં તમને 1 કરોડ રૂપિયાથી વધુ મળશે. કુલ 27,00,00 રૂપિયાના 15% વાર્ષિક દરે વ્યાજમાં હિસાબથી 74,52,946 રૂપિયા ઈંટરેસ્ટમાં મળશે. એટલે કે તમારા કુલ પૈસા થઇ જશે 1,01,52,946 રૂપિયા થઇ જશે.

15×15×15 નિયમ પર MyFundBazar ના CEO અને સ્થાપક વિનીત કહે છે, “રોકાણકારો તેમની જોખમની ક્ષમતા મુજબ સ્મોલ કેપ, મિડ કેપ અને લાર્જ કેપમાંથી પસંદગી કરી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud