• સુરતમાં છુટા પૈસાના બહાને લોકો પાસેથી રૂપિયા લઇ ફરાર થઇ જતા ઈસમને એસ.ઓ.જી.પોલીસે ઝડપી પાડ્યો
  • ઠગબાજે આવી રીતે સુરતમાં ત્રણ લોકોને ઠગ્યા હતા
  • જેને લઈને ત્રણ અલગ અલગ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી 

WatchGujarat. સુરતમાં લોકોને ઓળખાણ કાઢી અને વાતોમાં ભોળવી વિશ્વાસ કેળવી છુટા પૈસાના બહાને ઠગાઈ કરતો એક ઇસમ ઝડપાયો છે. અને આવી રીતે તેણે ત્રણ લોકોને ઠગી લીધા હતા. સરથાણા વિસ્તારમાં રહેતા મેઘાબેન રંગપરીયાએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ સીમાડા ગામ ખાતે આવેલા એઈમ્સ હોસ્પિટલમાં એક અજાણ્યા ઇસમ આવ્યો હતો અને તેણે ઓળખાણ કાઢી છુટા પૈસા આપવાના બહાને તેઓની પાસેથી ૪૦ હજાર રૂપિયા લઇ ફરાર થઇ ગયો હતો.

બીજા બનાવમાં રાંદેર જકાતનાકા ખાતે ર્ગેતા સુરેશ અન્નારામ સારણએ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે તેઓ અજાણ્યા ઇસમેં ઇસમે સેનીટાઇઝરનો ઓર્ડર આપી હું આર્યુવેદીક કોલેજમાં આવેલ કેન્ટીનનો માલીક છું મારી પાસે સો-સો ની નોટો છે તમારે છુટાની જરૂર હોય તો તમે મને પાંચોસોની નોટ આપો. હું તમને સો-સો ની નોટ આપું છું. તેમ કહિ ૯ હજાર રૂપિયા પડાવી લીધા હતા.

જયારે ત્રીજા બનાવમાં સૈયદપુરા ખાતે રહેતા જય અજયભાઇ કંસારા કતારગામ સ્થિત વર્ધમાન સ્ટોર ધરાવે છે. તેઓએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, અજાણ્યો ઇસમ તેઓના સ્ટોર પર આવી એક બીજાની ઓળખાણ કાઢી છુટા પૈસાના બહાને તેઓની પાસેથી ૩૦ હજાર રૂપિયા પડાવી ગયો હતો.

સુરતમાં ત્રણ પોલીસ મથકમાં એક જ મોડેસ ઓપરેન્ડીથી ઠગાઈ થઇ હોવાની ફરિયાદ નોંધાતા પોલીસ હરકતમાં આવી હતી. આ ઘટનામાં એસ.ઓ.જી.પોલીસે મજુરાગેટ પાસે રહેતા આરોપી અહેમદ રઝા ઉર્ફ જોલ યકિમ તૈલીની ધરપકડ કરી છે. પોલીસે તેની કડક પૂછપરછ હાથ ધરી છે. અને તેને આવી રીતે અન્ય કોઈ લોકો સાથે ઠગાઈ કરી છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud