કોન્ટ્રાક્ટ લેવા માટે ગાંધીનગર સુધી બેગ પહોંચાડવામાં આવતી હોવાની આક્ષેપ
આઉટ સોર્સીંગ એજન્સી ડી.જી નાકરાણી અને એમ.જે સોલંકીની નફ્ફટાય સામે કર્મચારીઓ લાચાર બન્યાં
ઓઉટસોર્સ એજન્સી ડી.જી નાકરાણી અને એમ.જે સોલંકીને રોજગાર અને તાલીમ ગાંધીનગર દ્વારા બ્લેકલીસ્ટ કરવામાં આવ્યાં છે.
આરડીડીની કચેરી ખાતે પહોંચી આરોગ્ય વિભાગના કર્મચારીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો
WatchGujarat. ભષ્ટ્ર તંત્ર સામે વિરોધ કરતા અનેક લોકોને આપણે જોયા છે. પરંતુ આરોગ્ય વિભાગમાં ખદબદતો ભ્રષ્ટચાર હોવા છતાં જિલ્લા કક્ષાના અધિકારીઓ કોઇ કાર્યવાહી કરવા માગતા ન હોવાનુ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. જેથી ભ્રષ્ટ તંત્ર અને અધિકારીને વારંવાર રજૂઆતો કરી થાકેલા આઉટ સોર્સીંગના કર્મચારીઓએ આજે આરડીડી કચેરી ખાતે પહોંચી પોતાની રજૂઆત કચેરી પેટીમાં નાખી અનોખો વિરોધ નોંધાવ્યો છે.
https://youtu.be/yANyg6fk8HU
સરકાર હોસ્પિટલમાં આઉટ સોર્સીંગ એજન્સી ડી.જી નાકરાણી અને એમ.જે સોલંકી દ્વારા કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. જોકે સરકારના નિયમ મૂજબ આ કર્મચારીઓને પુરતો પગાર, પી.એફ તેમજ અન્ય જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં આવતી નથી. જોકે એજન્સી દ્વારા પી.એફના નામે કર્મચારીઓના પગારમાંથી રૂપિયા કાપી લેવામાં આવે છે પરંતુ તેનો લાભ તેમનો મળતો ન હોવાની અગાઉ અનેક વખત બુમો ઉઠી છે. છતાંય સરકારી અધિકારીઓની માનીતી એજન્સી ડી.જી નાકરાણી અને એમ.જી સોલંકી સામે કોઇ પગલા લેવામાં આવ્યાં નથી.
કોરોના કાળ દરમિયાન પણ આ બન્ને એજન્સીઓની નિષ્કાળજી સામે આવતે તેઓને ઓ.એ..ડી વિનોદ રાવ દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી. જોકે માત્ર નોટીસ ફટકારી તંત્રએ સંતોષ માની લીધો અને રાબેતા મૂજબ કામ ચાલવા લાગ્યું હતુ. તેવામાં વધુ એક વખત આ બન્ને એજન્સી સામે આઉટ સોર્સીંગના કર્મચારીઓ અને ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા મોરચો માંડવામાં આવ્યો છે.
જેમાં ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીય દ્વારા આક્ષેપો કરતા જણાવ્યું છે કે, પુર્વ ઝોનમાં આવતા 7 જિલ્લાઓના આરોગ્ય કેન્દ્રોમાં મેનપાવર આઉટસોર્સ મારફતે પુરો પાડવામાં GEM પોર્ટલ ઉપરથી ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવે છે. આરોગ્ય કેન્દ્રો પર છેલ્લા 6 વર્ષથી આઉટસોર્સ એજન્સીઓ મેસર્સ ડી.જી નાકરામી, અને એમ.જે સોલંકીનો કોન્ટ્રાક્ટ મંજુર થયેલો છે. આ બન્ને એજન્સીઓ ગાલમાં કાર્યરત છે. પરંતુ પોતાના ત6 વર્ષની કામગીરીમાં એજન્સીઓ દ્વારા કર્મચારીઓના પગાર, બોનસ, લીવ ઓન કેશ, ડ્રેસ વોશિંગ એલાઉન્સ તેમજ એરિર્યસના નાણાંમાં મોટા પાયે ગેરરીતી આચરવામાં આવે છે. કર્મચારીઓ આ બાબતે ફરીયાદ ન કરી શકે એ માટે ક્યારે તેમને સેલરી સ્લીપ આપવામાં આવતી નથી.
વધુમાં તેઓએ જણાવ્યું કે, આઉટસોર્સ એજન્સીઓ ડી.જી નાકરાણી અને એમ.જે સોલંકી દ્વારા કર્મચારીઓના પગાર, બોનસ અને અન્ય ચુકવણામાં અચાપત કરવામાં આવી છે. જે બાબતે અગાઉ 19 માર્ચ 2020ના રોજ લેખિત ફરીયાદ કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારબાદ આ મામલે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આ એજન્સી સામે કોઇ યોગ્ય પગલા લેવામાં આવ્યાં નથી. તથા આ બન્ને એજન્સીઓને રોજગાર અને તાલીમ ગાંધીનગર દ્વારા બ્લેકલીસ્ટ કરવામાં આવી છે. છતાં તેમની કામગીરી હજી ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, આઉટસોર્સ એજન્સી ડી.જ નાકરાણી અને એમ.જે સોલંકી સરકારી બાબુઓ સહિત અને અધિકારીઓના માનિતા હોવાથી તેમના છાવરવામાં આવી રહ્યાં હોય, પરંતુ કર્મચારીઓના ચુકવણા બાબતે આ એજન્સી દ્વારા ગેરરીતી અપનાવવામાં આવી રહીં હોય તો તેમની સામે પગલા કેમ લેવામાં આવતા નથી ?