• વડોદરાના આફમી ચેરીટેબલ ટ્રસ્ટમાં FCRAના માધ્યમથી કરોડોનુ ફન્ડીંગ કરવામાં આવ્યું
  • 88માં દિવસે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી પુરાવા એકત્ર કર્યા બાદ ગુનેગારો વિરૂદ્ધ ચાર્જશીટ રજુ કરી
  • આફમી ચેરીટૂબલ ટ્રસ્ટના સલાઉદ્દીન શેખ, ઉમર ગૌતમ અને મોહમદ હુસેન ગુલામની પોલીસે ધરપકડ કરી હતી.
  • મૂળ નબીપૂર અને Uk રહેતા અબદુલ્લા આદમ ફેફડાવાલા અને મુંબઇના મુસ્તુફાસૈફ સૈફુદ્દીન અખબરઅલી થાનાલાલાને પણ સંડોવણી બહાર આવતા તેમની પણ ધરપકડ કરવામાં આવશે
Salauddin Sheikh & Umar Gautam, Vadodara
Salauddin Sheikh & Umar Gautam, Vadodara

WatchGujarat. શહેરના ચકચારી ધર્માંતરણ અને ફન્ડીંગ મામલાની તપાસ કરી રહેલી શહેર પોલીસની એસઆઇટીની ટીમે કેસની ઉંડી તપાસ કરીને કોર્ટમાં આરોપીઓ મોહમદ હુસેન ગુલામ રસુલ મનસુરી, સલાઉદ્દીન જૈનુદ્દીન શેખ અને મોહમદ ઉમર ધનરાજસિંગ ગૌતમ સામે કોર્ટમાં 1860 પાનાનું ચાર્જશીટ રજુ કર્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે યુપીમાં સૌ પ્રથમ ઉમર ગૌતમ સહિતના સાગરીતો સામે ગેરકાયદેસર ધર્માંતરણ કરાવવા બાબતે ગુનો નોંધાયો હતો. જેની તપાસમાં વડોદરાના આફમી ચેરીટેબલ ટ્રસ્ટનો મુખ્ય ટ્રસ્ટી સલાઉદ્દીન શેખ ફન્ડીંગ કરતો હોવાનું બહાર આવ્યું હતું. જેથી એસીપી ક્રાઇમ ડી.એસ. ચૌહાણની આગેવાનીમાં શહેર એસઓજીની બનાવાયેલી એસઆઇટીની ટીમે ઝીણવટભરી તપાસ શરુ કરી પાણીગેટ હરણખાના રોડ પર આવેલ મુસ્લીમ મેડીકલસેન્ટર ખાતે આવેલ આફમી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન જૈનુદ્દીન શેખ સહિતના આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.

આ તપાસમાં 20014થી અત્યાર સુધી રૂપિયા 19,03,60,449  આફમી ટ્રસ્ટના એફસીઆરએ ખાતામાં યુ.એ.ઈમાં રહેતા મુસ્તુફા સૈફ ઉર્ફ મુસ્તુફા થાનાવાલાએ કમીશન એજન્ટ સાહેદ ઝોહર ઉર્ફે કાઇડ ઝોહર મોહમાંદ હુશેન ઘોળકાવાલા ( રહે. દુબઈ)ની મારફતે રોકડ નાણા હવાલા મારફતે દુબઇથી મુુંબઇ ખાતે ઈમરાન ઉર્ફ રાહુલ ધોળકાવાળાને મોકલ્યા બાદ આ નાણાં ઈમરાન ઉર્ફ રાહુલે આાંગડીયા પેઢીઓ મારફતે વડોદરા ખાતે આફમી ચેરીટેબલ ટ્રસ્ટના એકાઉનટન્ટ ફરીદ સૈયદનાને  મોકલી આપ્યા હતા અને ત્યારબાદ આ નાણાં સલાઉદ્દીન શેખના કહેવાથી એકાઉન્ટન્ટ ફરીદ સૈયદે મુુંબઈથી વડોદરા ખાતે તેમજ ધુલીયા, અમરાવતી, જલગાવ, ભુજ ખાતે અલગ અલગ વ્યકતીઓ દ્વારા આાંગડીયા પેઢીઓ મારફતે આવેલ હવાલાના 60 કરોડ મેળવી તથા આફમી ટ્રસ્ટમાં એફસીઆરએ ખાતામાં આવેલા પૈસા મેળવી કુલ રૂપિયા 79,03,60,449  મેળવ્યા હતા.

તપાસમાં એવી પણ વિગતો બહાર આવી હતી કે આઈ.એચ.કાસુવાલા પેઢી અને આફમી ચેરીટેબલ ટ્રસ્ટ વચ્ચે થયેલ વેપારની ગોઠવણ અનુસાર કુલ રૂપિયા 1,65,29,687 ના  ખોટા અને બનાવટી બિલો બનાવાયા હતા અને તે પૈકી રૂપિયા 94,65,462 ની બોગસ એન્ટ્રીઓ પાડી હતી. આ રકમ 60 કરોડ રુપીયાનો ટ્રસ્ટના હેતુ વિરુદ્ધ ઉપયોગ કર્યો હતો અને ધર્માંતરણ પ્રવૃત્તી માટે તથા દિલ્હી રમખાણ અને પ્રદર્શનને પ્રોસ્તાહન આપવા માટે ઉપયોગ કર્યો હતો.

આરોપીઓની ભૂમિકા

(1) મોહમદહુસેન ગુલામરસુલ મન્સૂરી રહે. ( રહે. શ્યામવાલા કોમ્પ. ભદ્ર કચેરી સામે) ——હુસેન ગુલામરસુલ મન્સસૂરીએ સલાઉદ્દીને હવાલાથી મેળવેલ ફન્ડીગ અને ધર્માંતરણ માટેના ફન્ડીંગના દસ્તાવેજી પુરાવાની પેન ડ્રાઇવનો નાશ કર્યો હતો.

(2) સલાઉદીન જૈનુંદીન શેખ ( રહે. કૃષ્ણદીપ ટાવર, ફતેગંજ) આફ્મી ચેરીટેબલ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી અને તેણે અન્યોની સાથે મળીને આફમી ચેરીટેબલ ટ્રસ્ટની આડમાં એફસીઆરએ અને હવાલાથી પૈસા મેળવી ધર્માંતરણ સહિત અન્ય પ્રવૃત્તીમાં ફન્ડીગ કર્યું હતું.

(3) મોહમદ ઉમર ધનરાજસિંગ ગૌતમ (રહે, દિલ્હી)—- ઉમર ગૌતમે 200થી વધુ યુવતીઓનું ધર્માંતરણ કરાવી નિકાહ કરાવ્યા હતા અને 10 મુકબધિર સહિત 1 હજાર લોકોનું પણ ધર્માંતરણ કરાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud