• શહેરમાં અંડર ગ્રાઉન્ડ ગેસ લાઇનમાં ગેસ લીકેજ થવાને કારણે આગ લાગવાની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે
  • હોસ્પિટલ નજીકથી પસાર થઇ રહેલા સીએનજી સીલીન્ડર ભરેલા ટેમ્પામાંથી ગેસ લીકેજ થવાનું શરૂ થયું
  • ગેસ લીકેજ થતા ડ્રાઇવર રસ્તા વચ્ચે ટેમ્યો છોડીને સલામત સ્થળે ખસી ગયો
  • ફાયરના લાશ્કરોએ ગણતરીની મીનીટોમાં સ્થિતી થાળે પાડી
  • આગ, અકસ્માત,તથા આપદાના સમયે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અત્યંત સરાહનીય કામગીરી કરવામાં આવે છે

Watchgujarat. વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવેલી સરકારી હોસ્પિટલ નજીકથી પસાર થતા સીએનજી સીલીન્ડર ભરેલા ટેમ્પામાં રવિવારે બપોરે ગેસ લીક થવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયરના લાશ્કરોએ ઘટના સ્થળ પર પહોંચીને ગેસ લીકેજ બંધ કર્યો હતો. ફાયરના લાશ્કરોની સમયસર કામગીરીને પગલે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

શહેરમાં અંડર ગ્રાઉન્ડ ગેસ લાઇનમાં ગેસ લીકેજ થવાને કારણે આગ લાગવાની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે. ત્યારે રવિવારે ટેમ્પામાંથી ગેસ લીકેજ થવાની ઘટના સામે આવી હતી. ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગોત્રી વિસ્તારમાં જીએમઇઆરએસ સરકારી હોસ્પિટલ આવેલી છે. હોસ્પિટલ નજીકથી પસાર થઇ રહેલા સીએનજી સીલીન્ડર ભરેલા ટેમ્પામાંથી ગેસ લીકેજ થવાનું શરૂ થયું હતું. ગેસ લીકેજ થતા અવાજ આવ્યો હતો. જેને પગલે ડ્રાઇવર રસ્તા વચ્ચે ટેમ્યો છોડીને સલામત સ્થળે જતો રહ્યો હતો. ગેસ લીકેજ થવાની જાણ થતા આસપાસના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ઘટના અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને સલામતી પુર્વક ગેસ લીકેજને બંધ કરી દીધું હતું. રસ્તા પર મુકેલા ટેમ્પામાંથી ગેસ લીકેજ થવાને કારણે સ્થળ પર ટ્રાફીકનું નિયમન કરવું પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. જો કે, ફાયરના લાશ્કરોએ ગણતરીની મીનીટોમાં જ લીકેજ બંધ કરીને સ્થિતી થાળે પાડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને લઇને વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. અને શહેરમાં અકસ્માતે સર્જાયેલી સ્થિતીમાં રેસ્ક્યુની કામગીરી કરવા માટે અનેક પ્રકારની ટ્રેઇનીંગ આપવામાં આવે છે. આગ, અકસ્માત,તથા આપદાના સમયે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અત્યંત સરાહનીય કામગીરી કરવામાં આવે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud