ગત મોડી રાત્રે તરસાલીથી દંતેશ્વર જવાને રસ્તા ખેપીયાની મોપેડ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો
અકસ્માત સર્જાતા મોપેડ પરથી દેશી દારૂની પોટલીયો ઉછળીને રોડ ઉપર પડી અને ખાબોચીયા ભરાઇ ગયા
ભારે દુર્ગંઘથી આસપાસમાં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં
વિડિઓ વાયરલ થતાં મકરપુરા પોલીસે મોપેડ સવાર ખેપીયાની ધરપકડ કરી ત્રણની શોધખોળ હાથ ધરી
WatchGujarat. શહેર પોલીસને વિદેશ દારૂ વેચનાર બુટલેગરનુ નામ ઠેકાણુ બધું જ ખબર હોય છે. પરંતુ દેશી દારૂની ખેપ મારનાર અને વેચનારની કશી ખબર હોતી નથી, તે વાત કોઇને પણ ગળે ઉતરે તેમ નથી. દેશી દારૂની ખેપ મારનાર વ્યક્તિનો અકસ્માત થયો હોય અને રોડ પર પોટલીયા વિખરાયેલી હોય તેવી આ કોઇ પ્રથમ ઘટના નથી, થોડા સમય પહેલા સમા-સાવલી રોડ પર આજ પ્રકારનો એક અકસ્માત સર્જાયો હતો. પરંતુ શહેર પોલીસની રહેમ નજરે હેઠળ હજીએ દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યાં છે.
https://youtu.be/0aA5NPIp8n8
શહેરના તરસાલી ચોકડી નજીક આવેલા વડદલા ગામેથી પપ્પુ અને શબ્બી મલેક પાસેથી પરેશ ઠાકોર પોતાની મોપેડ પર વિપુલ માત્રમાં દેશી દારૂ પોટલીયો લઇ સોમતળાવ સ્થિત ઇલાબેન પટેલને આપવા માટે નિકળ્યો હતો. દેશી દારૂની ખેપ મારનાર પરેશ પુરઝડપે પોતાની મોપેડ હંકારી રહ્યો હતો. તેવામાં દંતેશ્વર સ્થિત બંસલ મોલ પાસે પરેશની મોપેડ અને કાર વચ્ચે અચાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડ પર રહેલી દેશી દારૂની પોટલીયો ઉછળીને રસ્તા પર પટકાય અને દારૂના ખોબીયા ભરાઇ ગયા હતા.
અકસ્માત સર્જાતા રસ્તા પર દેશી દારૂની રેલમછેલ થતાં ભારે દુર્ગંધ ફેલાઇ હતી. જેથી આસપાસમાં રહેતા રહીશો અને રાહદરીઓ મોટી સંખ્યામાં રસ્તા પર આવી પહોંચ્યો હતો. રસ્તા પર દેશી દારૂની પોટલીયો અને બીજી તરફ ભરાયેલા ખાબોચીયા જોઇ લોકો ચોંકી ઉઠ્યાં હતા. જોકે આ ઘટના બાદ પણ ખેપીયો બિંદાસ્ત તેજ સ્થળે ઉભો રહીં ફોન કરતો વિડિઓમાં જોવા મળી રહ્યો છો. બીજી તરફ આ સમગ્ર ઘટનાનો વિડિઓ સોશીયલ મીડિયામાં વાયરલ થતાં આખરે પોલીસ સુધી પહોંચ્યો હતો. જેથી મકરપુરા પોલીસે ખેપીયા પરેશ ઠાકોરની ધરપકડ કરી વડદલાના પપ્પુ અને શબ્બીર મલેક તથા દેશી દારૂ મંગાવનાર ઇલાબેન પટેલની શોધખોળ હાથ ધરી છે.