• કારેલીબાગ સ્થિત સોનલ સોસાયટીમાં વહેલી સવારે 6 વાગે લુંટની ધટના બની હતી.
  • ધાબા પરથી ઘરમાં ઘૂસી પૂજા કરતી વૃધ્ધા પર જીવલેણ હુમલો કરી રોકડ અને સોનાની દાગીના લુંટી લીધા
  • લુંટ કરવા માટે ત્રણ પુરૂષો સાથે પ્લાન ઘડ્યો અને લુંટ કરી
  • બે મહિના પહેલા જ ઘરમાં કામ કરવા ડીમ્પલને રાખી હતી.
સોનાલ સોસાયટીમાં લુંટ ચલાવી ભાગતા લુંટારૂ સીસીટીવીમાં કેદ થયા
સોનાલ સોસાયટીમાં લુંટ ચલાવી ભાગતા લુંટારૂ સીસીટીવીમાં કેદ થયા

WatchGujarat. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોનલ સોસાયટીમાં સોમવારે વહેલી સવારે લુંટની ઘટના બની હતી. જેમાં લુંટારૂ ટોળકીએ ઘરમાં પુજા કરી રહેલી વૃધ્ધા પર જીવલેણ હુમલો કરી રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 2.63 લાખની મત્તાની લુંટ કરી ફરાર થઇ ગયા હતા. જોકે ઘરની સામે આવેલા બંસલ મોલના ચોકીદારે સતર્કતા દાખવી લુંટ કરી ભાગી રહેલી ત્રણ પૈકી એકને દબોચી લેતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં પોલીસ તપાસ દરમિયાન લુંટનો પ્લાન ઘડનાર ઘરમાં કામ કરતી 19 વર્ષીય કામવાળી જ માસ્ટર માઇન્ડ નિકળી હતી.

સોમવારે સવારે 6 વાગે સોનલ સોસાયટીમાં શું બન્યું હતુ.

કારેલીબાગ સ્થિત પાણીની ટાંકી પાસે આવેલી સોનલ સોસા.માં રહેતા રંજનબેન ગોર સોમવારે સવારે 6 વાગ્યાના અરસામાં ઘરમાં પુજા કરી રહ્યાં હતા. દરમિયાન તેઓને કોઇની અવરજવર જણાતા તેઓએ ઘરનો ઇમર્જનસી બેલ વગાડતા તેમનો દિકરી, વહુ ઉઠી ગયા હતા. તેવામાં અચાનક રંજનબેનની બુમો સંભળાતા પુત્રએ રૂમનો દરવાજો ખોલવા પ્રયાસ કર્યો પરંતુ લુંટારૂ ટોળકીએ પહેલાથી જ બેડરૂમનો દરવાજો બહારથી બંધ કરી દેતા તેઓ નિકળી શક્યા ન હતા.

લુંટારૂઓએ લુંટ કરકવા માટે પહેલા તો વૃધ્ધા પર ચાદર નાખી બાદમાં રીતેશ ઉર્ફે હિતેશ નામનો શખ્સ છાતી ઉપર બેસી ગયો અને સોનાના દાગીના કાઢી લીધા હતા. જોકે વૃધ્ધાએ બુમો પાડતા તેની ઉપર હુમલો ચાકુ વડે હુમલો કરી તાજીરોમાંથી રોકડ રકમ લુંટી ત્રણ લુંટારૂએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

વહેલી સવારે આ રીતે રસ્તા પર ત્રણ લોકોને દોડતા જોઇ સોનલ સોસા. સામે આવેલા બંસલ મોલના સિક્યુરિટી ગાર્ડે ત્રણ પૈકી આકાશ રાવલ નામના શખ્સને ઝડપી લીધો હતો. તેવામાં મોર્નિંગ વોકમાં નિકળેલા લોકો પણ એકઠા થતે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.

દરમિયાન ઘરના ઉપરના માળે રૂમમાં લોક કરાયેલા રંજનબેનના પુત્ર, વહુ અને પૌત્રીને કંઇ અજુગતુ થયાનુ લાગતા તેમણે તાત્કાલીક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. જેથી કારેલીબાગ પોલીસની ટીમ સ્થળ પર જવાના રવાના થઇ હતી. જોકે ઇજાગ્રસ્ત હાલતમાં ઘરમાં પડેલા વૃધ્ધાની બુમો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યાં હતા. અને ઉપરના રૂમનો દરવાજો ખોલી રંજેનબેનના પુત્ર જયદીપભાઇ અને પરિવારને બહાર કાઢ્યો હતો.

એક જ વિસ્તારના બે કોલ કારેલીબાગ પોલીસને મળતા તેઓ તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં પહોંચતા પોલીસે પહેલા તો ઇજાગ્રસ્ત વૃધ્ધાને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં હતા. તેમજ સિક્યુરિટી ગાર્ડે ઝડપી પાડેલા અકાશ રાવલની કડકાઇથી પુછપરછ કરતા એક બાદ એક લુંટારૂ ટોળકીના સાગરીતોના નામ ખુલ્યા હતા. જેમાં સૌથી મહત્વનુ નામ હતું ડીમ્પલ સોની, જે રંજનબેન ગોરના ઘરની કામવાળી હતી.

જેથી પોલીસે ડીમ્પલ સોની અને અકાશ રાવલની પુછતાછ શરૂ કરી હતી. પોલીસ થીયરી પ્રમાણે પ્રાથમિક તબક્કે, રંજનબેનના ઘરમાં લુંટ કરવાનો પ્લાન ઘરમાં કામ કરતી ડીમ્પલ સોનીએ ધડ્યો હતો. ડીમ્પલ બે મહિના અગાઉ જ આ ઘરમાં કામ કરવા માટે જોડાઇ હતી. જેથી તે ઘરના દરેક ખુણાથી વાકેફ હતી. ડીમ્પલ જાણતી હતી કે, રંજનબેન કેટલુ સોનુ પહેરે છે, ક્યાં રૂપિયા મુકી છે. આમ તેણીએ આકાશ રાવળ, અર્જુન કિરણભાઇ ખારવા અને માથાભારે રિતેશ ઉર્ફે હિતેશ ગોદડીયા સાથે મળી લુંટનો પ્લાન ઘડ્યો હતો.

મહત્વની બાબત એ છે કે, લુંટના પ્લાનમાં ડીમ્પલ પોતે પણ શામેલ હતી અને કોઇને તેની ઉપર શંકા ન જાય તે માટે તેણીએ પુરૂષનો વેશ ધારણ કરવા ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ પહેર્યું હતુ. જેથી કોઇને ખબર જ ના પડે કે આ લુંટારૂ ટોળકીમાં કોઇ યુવતિ પણ શામેલ હતી.

આ બનાવમાં કારેલીબાગ પોલીસે હ્યુમન સર્વેલન્સ અને મોબાઇલ સર્વેલન્સના આધારે લુંટ જેવા ગંભીર ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી, માસ્ટર માઇન્ડ ડીમ્પલ સોની, આકાશ રાવળ અને અર્જુન ખારવાની ધરપકડ કરી છે. જ્યારે માથાભારે હિતેશ ગોદડીયાને ઝડપી પાડવા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud