• અકસ્માત સર્જાતા વડોદરા ફાયર બ્રીગેડના લાશ્કરો 45 મીનિટની ભારે જહેમત બાદ કારમાં સવાર બે લોકોને બહાર કાઢ્યાં
  • વડોદરા નજીક નેશનલ હાઇવે પર વાઘોડીયા ચોકડી નજીક મોડી સાંજે સર્જાયો અકસ્માત
  • કારમાં સવાર બન્ને ઇજાગ્રસ્તોને સામાન્ય ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

WatchGujarat. વડોદરા નજીક નેશનલ હાઇવે પર આજે સાંજના સમયે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળથી પુરઝડપે આવી રહેલા ટ્રક ચાલકે આગળ ચાલી રહેલી કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવને પગલે હાઇવે પર ટ્રાફીક જામ સર્જાયો હોવાની જાણ સ્થાનિક પોલીસને થતાં તેઓ સ્થળ પર આવી પહોંચ્યાં હતા. બીજી રફ કારમાં ફસાયેલી બે વ્યક્તિઓને બહાર કાઢવા ફાર બ્રીગેડની મદદ લેવામાં આવી હતી.

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, વડોદરા નજીકના નેશનલ હાઇવે-48 પર સાંજે સાડા છ વાગ્યાની આસપાસ અમદાવાદ તરફથી સફેદ રંગની કાર સુરત તરફ જઇ રહી હતી. આ દરમિયાન કાર વડોદરા સ્થિત વાઘોડીયા ચોકડી નજીક પહોંચી હતી. તેવામાં પાછળથી પુરઝડપે આવી રહેલા ટ્રેક કારને જોરથી ટક્કર મારી હતી. જેના પરિણામે આખી કારનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો.

એક તબક્કે તો અકસ્માતને નજરે જોનાર લોકોને લાગ્યું કે કારમાં સવાર વ્યક્તિઓ બચી જ નહીં હોય, પરંતુ જ્યારે નજીક જઇ જોતા કાર ચાલક અને તેની બાજુમાં બેઠેલી બન્ને વ્યક્તિઓ સહીસલામત જણાઇ આવી હતી. આ દરમિયાન સ્થળ પર પહોંચેલી પોલીસ કારની હાલત જોઇ ચોંકી ઉઠી હતી. પરંતુ અંદર ફસાયેલી બન્ને વ્યક્તિઓને બહાર કાઢવાની હોવાથી ફાયર બ્રીગેડની મદદ લેવામાં આવી હતી.

સ્થળ પર પહોંચેલા ફાયર લાશ્કરોએ કારમાં ફસાયેલી બન્ને વ્યક્તિઓના બહાર કાઢવા કટરનો ઉપયોગ કરી કારનુ પતરુ અને સીટ ચીરી એચ.એચ નિનામા અને ભાવિક શાહને સહીસલામત બહાર કાઢ્યાં હતા. અકસ્માતને પગલે કારમાં સવાર બન્ને વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચી હોવાથી તેઓને તાત્કાલીક સારવાર અર્થે 108 એમ્બ્યૂલન્સમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતા.

Facebook Comments Box

Videos

Our Partners