• રાજ્ય સરકાર કોરોના અને કુદરતી આફત વાવાઝોડા વચ્ચેના કપરા સમયમાંથી પસાર થઇ રહ્યું છે
  • નર્સીંગ સ્ટાફ અને ઈન સર્વિસ ડોક્ટરોની હડતાળને પગલે તબીબી વ્યવસ્થા ખોરવાઈ જવાની ભીતિ
  • કટોકટીના સમયે હવે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવશે તેના પર સૌ કોઈની નજર

WatchGujarat. રાજ્ય હાલ કોરોના મહામારી અને તૌકતે વાવાઝોડા નજીકથી પસાર થઇ રહ્યાની કટોકટી ભરી સ્થિતીમાંથી પસાર થઇ રહ્યું છે. તેવા સમયે એસએસજી હોસ્પિટલમાં સેવારત નર્સિંગ સ્ટાફ પોતાની પડતર માંગણીઓને લઇને હાલ ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરી રહ્યું છે. આજે વિરોધ પ્રદર્શન અંતર્ગત એસએસજી હોસ્પિટલમાં સુપ્રીટેન્ડન્ટની ઓફિસ બહાર સ્ટાફના કર્મીઓએ થાળી વાડકી ખખડાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ગત રોજ ગાંધીનગર ખાતે પડતર માંગણીઓને લઈને મંત્રણા નિષ્ફળ થયા બાદ આજે રાજ્યભરમાં નર્સિંગ સ્ટાફે હડતાલ જાહેર કરી હતી. તો બીજી તરફ સરકારમાં વિવિધ પદો પર સેવારત ઈન સર્વિસ ડોક્ટરોએ તેમની પડતર માંગણીઓને લઈને હાલ પેન ડાઉન સ્ટ્રાઇક ચાલુ રાખી છે. જેને લઈને અન્ય વિભાગના તબિબો પર કામનું ભારણ વધ્યું છે.

રાજ્ય સરકાર કોરોના અને કુદરતી આફત વાવાઝોડા વચ્ચેના કપરા સમયમાંથી પસાર થઇ રહ્યું છે. સરકાર દ્વારા કોરોના પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો વચ્ચે તાજેતરમાં જીએમઇઆરએસ હોસ્પિટલના તબિબિ સ્ટાફ પડતર માંગણીઓને લઇને હડતાલ પર ઉતર્યો હતો. બે દિવસની હડતાળ બાદ મુખ્યમંત્રીની બાંહેધારી મળતા હડતાલ સમેટી લેવામાં આવી હતી. હવે નર્સિંગ એસોસિયેશને કેન્દ્ર સરકારના કર્મચારીઓ પ્રમાણે પગાર ધોરણ, ખાલી જગ્યા ભરવી, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવી અને પગાર ભથ્થામાં વધારો સાથેની અન્ય માગણીઓ સ્વીકારવા સરકાર સમક્ષ માંગ કરી છે. અને વાત સરકાર સુધી પહોંચાડવા માટે અનેક પ્રકારો વિરોધ પણ કરી રહ્યા છે. હડતાળમાં જમનાબાઇ હોસ્પિટલની નર્સો પણ જોડાઇ હતી.

નર્સિંગ સ્ટાફના અગ્રણીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગત રોજ અમારી પડતર માંગણીઓને લઈને ગાંધીનગર ખાતે મિટિંગ કરવામાં આવી હતી. મિટિંગ નિષ્ફળ રહેતા અમે આંદોલન ભવિષ્યમાં કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ દરમિયાન અમારા બે કર્મીઓને બદલી કરી દેતા નર્સિંગ આલમમાં રોશની લાગણી જોવા મળી રહી છે. અને આજથી જ અમે હડતાલ જાહેર કરી છે. તો બીજી તરફ સરકારમાં વિવિધ પદો પર સેવારત ઈન સર્વિસ ડોક્ટરો તેમની પડતર માંગણીઓને લઈને હાલ પેન ડાઉન સ્ટ્રાઇક પર છે. જેને લઈને અન્ય તબીબો પર કામનું ભારણ વધી રહ્યું છે. રાજ્ય કટોકટીના સમયમાંથી પસાર થઇ રહ્યું છે. તેવા સમયે હવે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવશે તેના પર સૌ કોઈની નજર છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud