• ચિંતન શ્રીપાલી અને મેહુલકુમાર વ્યાસ દ્વારા www.ourvadodaragujarati.com ની સફળતા બાદ નવું સોપાન.

વડોદરા. અનંત ચૌદશના પવિત્ર દિવસે EVA Mediaની માત્ર ગુજરાતના જ સમાચારો આપતી ન્યૂઝ વેબસાઈટ www.watchgujarat.com નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, લોકલ ફોર વોકલના સૂત્રને અનુસરી માત્ર વડોદરા શહેર – જિલ્લાના સમાચારો જ પ્રસિદ્ધ કરતી www.ourvadodaragujarati.com શરૂ કરાઈ હતી. કોઈપણ એક શહેર – જિલ્લાનાં જ સમાચારા પ્રસિદ્ધ કરતી આ એક અનોખી વેબસાઈટ છે. અને આ તર્જ પર જ હવે માત્ર ને માત્ર ગુજરાતનાં જ સમાચારો પ્રસિદ્ધ કરતી વેબસાઈટ શરૂ કરવામાં આવી છે.

પત્રકારત્વનો બહોળો અનુભવ ધરાવતાં ચિંતન શ્રીપાલી અને મેહુલકુમાર વ્યાસ દ્વારા સ્થપાયેલી કંપનીના નેજા હેઠળ દોઢ વર્ષ અગાઉ www.ourvadodaragujarati.com શરૂ કરવામાં આવી હતી. ખૂબ ટૂંકાગાળામાં વેબસાઈટને જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો હતો. વાચકોના પ્રોત્સાહનને પગલે અમોને વડોદરાથી આગળ વધવાનું પીઢબળ પ્રાપ્ત થયું હતું.

www.ourvadodaragujarati.com ના માધ્યમથી સચોટ અને સવિસ્તાર સમાચારો સત્વરે લોકો સુધી ચિંતન અને મેહુલ પહોંચાડતાં હતાં. હવે ટીમનો વિસ્તાર કરી www.watchgujarat.com નું નવું સોપાન શરૂ કરવામાં આવ્યું છે. વાચકોની કસોટી પર ખરાં ઉતરવાં તેમજ વાચકોની અપેક્ષા પૂરી પાડવા માટે EVA Mediaની ટીમ કટીબદ્ધ છે.

FACEBOOK, INSTAGRAM, TWITTER, YOUTUBE વગેરે પર WATCH GUJARAT ને LIKE / FOLLOW / SHARE કરવા વિનંતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud