કોરોનાની બીજી લહેર ધાતક સાબીત થતાં ડબલ માસ્ક પહેરવુ આવશ્યક બન્યું છે.
કોરોના સંક્રમણથી બચવા કેટલાક લોકો પોતાની સલામતી માટે ડબલ માસ્ક પહેરી રહ્યાં છે.
ડબલ માસ્ક પહેરી જવાબદાર બનનાર લોકોને પોલીસે બીરાદાવ્યાં
WatchGujarat. દેશભરમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક સાબીત થઇ રહીં છે. દિવસેને દિવસે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહીં છે. તેની સામે મૃત્યુ આંક પણ એટલો જ વધી રહ્યો છે જેનો પુરાવો સ્મશાનોમાં સળગતી ચિતાઓ આપી રહીં છે. સરકારી આંકળાઓ મૂજબ કોરોના સંક્રમિત દર્દીઓનો મૃત્યુ આંક ખૂબ જ ઓછો બતાવવામાં આવી રહ્યો છે. જે વાત નકારી શકાય તેમ નથી. ત્યારે કોરોના સંક્રમિત થવાથી બચાવ માટે હવે કેટલાક લોકો સમજદાર બની ડબલ માસ્ક પહેરતા જોવા મળી રહ્યાં છે. આવા સમજદાર અને જવાબદરા લોકોને પોલીસે ગુલાબ આપી તેમને બીરદાવ્યાં છે.
કોરોનાની બીજી લહેર ખૂબ જ ધાતક સાબીત થઇ રહીં છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા સરકારી તંત્ર દ્વારા બને એટલી કોશિષ કરવામાં આવી રહીં છે. આ કપરી પરિસ્થિતિમાં કોરોનાથી બચવા માટે હવે લોકો એજ સમજદારી અને જવાબદારી દાખવી પડશે, છતાય કેટલાક લોકો હજી બેજવાબદાર બની ફરતા જોવા મળી છે. ત્યારે પોલીસ આવા બેજવાબદારોને દંડ ફટકારી રહીં છે. પોલીસેની આ કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. અનેક વખત માસ્ક દંડ બાબતે પોલીસ અને પ્રજા વચ્ચે ધર્ષણના પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. આમ અત્યાર સુધી પોલીસને આપણે માત્ર માસ્કનો દંડ ઉઘરાવતી વખત માત્ર ગાંડો ભાંડી છે. પરંતુ પોલીસ માસ્ક પહેરનારને ગુલાબ આપી સમજદારોને બીરદાવે પણ છે.
કોરોના કાળમાં સરકાર નિષ્ફળ સાબીત થઇ છે, પોલીસ ખોટી રીતે માસ્કનો દંડ ઉઘરાવે છે, પોલીસ માત્ર પૈસા લૂંટવા બેઠી છે, આવી અનેક પ્રકારની ટીકાઓ આપણે કરતા આવ્યાં છે. સરકાર અને પોલીસની ટીકા કરવી કોઇ ખોટી બાબત નથી, ખોટુ થતુ ત્યાં બોલવુ જ જોઇએ. પરંતુ કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં આપણે પણ સરકાર અને પોલીસની ટીકા કરવાની સાથે સમજદાર બની હવે ડબલ માસ્ક પહેરવાની જરૂર છે. કોરોનાની આ બીજી લહેરમાં હવે ડબલ માસ્ક પહેરવુ પણ આવશક્ય બન્યું છે. ત્યારે આવી સમજદારી દાખવનાર લોકોને પોલીસે ગુલાબ આપી બીરદાવ્યાં હતા.