• રાવલનગરમાં ભાડાના મકાનમાં રહેતી યુવતી રીંગ રોડ પર રિલાયન્સ મોલમાં આવેલા ડોમીનોઝ પીઝામાં નોકરી કરતી હતી
  • ઉમેશ શર્મા નામના મેનેજરે યુવતીને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી તેણીની મરજી વિરૃધ્ધ દુષ્કર્મ આચર્યું
  • લાલચમાં સર્વશ્વ ગુમાવી ચુકેલી આ યુવતિએ પોલીસ મથકે પહોંચી વિગત વર્ણવી

 

WatchGujarat. શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રાજકોટમાં રિલાયન્સ મોલની અંદર આવેલા ડોમીનોઝ પિઝાના મેનેજરે સહકર્મી યુવતીને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પણ લગ્નની લાલચ આપી અવારનવાર હવસ સંતોષી હતી. જો કે ત્યારબાદ અચાનક સંબંધ લગ્નનો ઇન્કાર કરી સંબંધ તોડી નાખતા મામલો પોલીસ પાસે પહોંચ્યો છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આવેલા રાવલનગરમાં ભાડાના મકાનમાં રહેતી યુવતી રીંગ રોડ પર રિલાયન્સ મોલમાં આવેલા ડોમીનોઝ પીઝામાં નોકરી કરતી હતી. જ્યાં ઉમેશ શર્મા નામના મેનેજરે યુવતીને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી તેણીની મરજી વિરૃધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ભોગ બનનાર યુવતિએ માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ભોગ બનનાર યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી રિલાયન્સ મોલમાં આવેલા ડોમીનોઝ પિઝામાં નોકરી કરતી હતી. આ દરમિયાન આશરે એકાદ વર્ષ પહેલા તેણી રિલાયંસ મોલના કોલ્ડ રૂમમાં હતી ત્યારે ડોમીનોઝ પિઝાના મેનેજર ઉમેશ શર્માએ શરીર સંબંધની માંગ કરી હતી. યુવતીએ તે અંગે ઇનકાર કર્યો હતો. જેને પગલે મેનેજરે તેને નોકરીમાંથી કાઢવાની ધમકી આપી હતી. સાથે જ જો તેણી સબંધ રાખશે તો લગ્ન કરશે તેવી લાલચ આપી યુવતીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.

ત્યારબાદ અવારનવાર આરોપી ઉમેશ શર્મા યુવતી જયા ભાડાના મકાનમાં રહેતી હતી ત્યાં સાથે રહેવા ગયો હતો. વારંવાર તેણીને લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવી હતી. અને ગત તા. 4ના રોજ ઉમેશ બેંગલોર કામ માટે જવાનું કહી ગયા બાદ પાછો ન આવતાં યુવતીએ તેને ફોન કરતાં ‘હવે તારે ને મારે કંઇ નહિ, લગ્ન નથી કરવા’ તેવું ઉમેશે કહી દીધું હતું. જેને લઈ લગ્નની લાલચમાં સર્વશ્વ ગુમાવી ચુકેલી આ યુવતિએ પોલીસ મથકે પહોંચી વિગત વર્ણવી હતી. આ મામલે એસસીએસટી સેલના એસીપી દ્વારા ફરિયાદના આધારે યુવતીને ધાકધમકી અને લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચરનાર મેનેજરની શોધખોળ હાથ ધરી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud