• વડનગરની એક છોકરીને ઇન્સ્ટાગ્રામ ઉપર પાલનપુરના યુવક સાથે પ્રેમ થઇ ગયો
  • આ દરમિયાન શારીરિક સંબંધ બંધાતા છોકરીને ગર્ભ રહી ગયો
  • યુવક પરિણીત અને એક સંતાનનો પિતા હોવાનું સામે આવતા ભાંગી પડેલી છોકરીએ 181 અભયમની મદદ લીધી
  • પ્રેમી યુવકથી ગર્ભવતી બની હોવાની જાણ થતાં તેના માતા- પિતાએ ઘરમાંથી હાંકી કાઢી

WatchGujarat.આજે સોશિયલ મિડીયા એટલુ લોકોના જીવનમાં વણાયેલું છે તમામને આદત પડી ગઇ છે. એમાંય આજની યુવાપેઢીની વાત કરીએ તો સોશિયલ મિડીયા થકી સંપર્કમાં આવે છે,થોડા જ સમયમાં પ્રેમ થઇ જાય છે અને પછી પસ્તાવાનો વારો આવે છે. એવો જ એક કિસ્સો મહેસાણાનાં વડનગરમાં જોવા મળ્યો જ્યાં એક યુવતી ઇન્સ્ટાગ્રામ થકી યુવકનાં પ્રેમમાં પડી અને પછી ન થવાનું થયું અને હવે પસ્તાવાનો વારો આવ્યો છે.

મળતી માહિતી મુજબ વડનગરની એક છોકરીને ઇન્સ્ટાગ્રામ ઉપર પાલનપુરના યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. આ દરમિયાન શારીરિક સંબંધ બંધાતા છોકરીને ગર્ભ રહી ગયો હતો. આથી તેણીએ લગ્ન કરવા માટે દબાણ કરતાં આ શખ્સે પોતે પરણિત અને એક સંતાનનો પિતા હોવાનું કહેતા છોકરીએ બનાસકાંઠા 181 અભયમની મદદ લીધી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ છોકરી યુવકને મળવા જતી હતી ત્યારે તે લગ્નની લાલચ આપીને જુદા-જુદા સ્થળે ફરવા માટે લઈ જતો હતો અને આ દરમિયાન છોકરીને ગર્ભ રહી જતાં છોકરાને લગ્ન કરવા માટે કહ્યું હતું. જો કે, યુવક પરિણીત અને એક સંતાનનો પિતા હોવાનું સામે આવતા ભાંગી પડેલી છોકરીએ 181 અભયમની મદદ લેતા કાઉન્સેલર લક્ષ્મીબેન, મહિલા પોલીસ શિલ્પાબેન અને ચાલક અમરતભાઈએ તેણીને કાયકાદીય સલાહ આપીને પાલનપુરમાં સુરક્ષિત સ્થળે ખસેડી હતી.

આ મામલે 181 અભયમના કાઉન્સેલર લક્ષ્મીબેન સોલંકીના જણાવ્યા અનુસાર વડનગરની છોકરીનો પાલનપુરના એક 28 વર્ષીય યુવક સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક થયો હતો. બંને વચ્ચે મેસેજની આપ- લે થતાં પ્રેમ પ્રાંગર્યો હતો. યુવક છોકરીને અવાર-નવાર પાલનપુર બોલાવતો હતો અને બંને જણાં હરવા જતા હતા. આ દરમિયાન બંનેએ શારીરિક સબંધ બાંધતાં કિશોરીને ગર્ભ રહી ગયો હતો. આથી તેણીએ લગ્ન કરવાનું દબાણ કરતાં યુવકે પોતે પરિણીત અને એક સંતાનનો પિતા હોવાનું કહી સગીરાને તરછોડી દીધી હતી. સગીરા તેના પ્રેમી યુવકથી ગર્ભવતી બની હોવાની જાણ થતાં તેના માતા- પિતાએ ઘરમાંથી હાંકી કાઢી હતી. બીજી તરફ સગીરાએ પોતાના પ્રેમી પાસે જ રહેવાની જીદ કરી રહી છે. જોકે, તેની ઉંમર ઓછી હોવાથી અત્યારે સુરક્ષિત સ્થળે રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud