• રાષ્ટ્રીય યુવા દિને શહેર યુથ કોંગ્રેસ દ્વારા યુવાનોને રોજગારી આપવાની માંગ સાથે સાંસદના ઘરનો ઘેરાવો કરવાનો પ્રયાસ
  • પોલીસે 10 થી વધુ કાર્યકરોની અટકાયત કરી

WatchGujarat. રાષ્ટ્રીય યુવા દિને શહેર યુથ કોંગ્રેસ દ્વારા યુવાનોને રોજગારી આપવાની માંગ સાથે સાંસદના ઘરે ધસી જઇ ઘેરાવો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ તંત્ર યુથ કોંગ્રેસના કાર્યક્રમને નિષ્ફળ બનાવીને 10 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. કાર્યકરો દ્વારા રોજગારી આપવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને સોસાયટીને ગજવી હતી

કાર્યક્રમ પહેલાથી જ સાંસદના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

આજે રાષ્ટ્રીય યુવા દિને શહેર યુથ કોંગ્રેસ દ્વારા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમને પગલે પોલીસ તંત્ર દ્વારા નિઝામપુરામાં રહેતા સાંસદ રંજનબહેન ભટ્ટના ઘર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસના પ્રમુખ અસ્ફાક મલેકની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાંસદના ઘરે પહોંચી ગયા હતા. જોકે, કાર્યકરો સાંસદના ઘરે હલ્લાબોલ કરવા જાય તે પહેલા બંદોબસ્તમાં ઉભેલી પોલીસે તમામ 10 થી વધુ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.

પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવતા કાર્યકરો દ્વારા બેકારી દૂર કરો. યુવાઓને રોજગારી આપો, બેરોજગારોની રોજગારી આપો જેવા સૂત્રો પોકાર્યા હતા. કાર્યકરોને ભારે સૂત્રોચ્ચારને પગલે સોસાયટીના લોકો પણ ઘરની બહાર નીકળી ગયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud