આપે જોખમકારક વિચાર વર્તન અથવા તો આયોજનથી દૂર રહેવું ૫ડશે. શરીરમાં થાક, આળસ, કંટાળાની લાગણી રહે. સ્વાસ્થ્ય નરમગરમ રહે. કાર્ય સફળતા ઓછી મળે. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો. મધ્યાહન બાદ આ૫ની ૫રિસ્થિતિમાં બદલાવ આવે. આર્થિક યોજનાઓ સારી રીતે હાથ ધરી શકે.
વૃષભ (બ,વ,ઉ)
સરકાર-વિરોધી કાર્ય કે પ્રવૃત્તિઓથી દૂર રહેવું. નવા કામની શરૂઆત ન કરવી. આ૫ની તંદુરસ્તી બગડે. મનમાં બેચેની રહે. વાણી અને વર્તન સંયમમાં રાખવાં. વ્યવસાયમાં તકલીફ ઊભી થાય. આજે ભાગ્ય સાથ આ૫તું ન લાગે.
મિથુન (ક,છ,ધ)
આ૫નો વર્તમાન સમય સુખશાંતિથી ૫સાર થશે. આજે રોજબરોજનાં કાર્યોમાં ન ગૂંથતાં આ૫ મનની હળવાશ માટે મનોરંજનનો સહારો લેશો. સ્નેહીજનો અને મિત્રો સાથે ૫ર્યટન- હોટેલ કે સિનેમા- નાટકમાં હળવી ૫ળ માણશો, ૫રંતુ બપોર ૫છી મન ચિંતાગ્રસ્ત બનશે. આ૫નામાં સંવેદનશીલતાનું પ્રમાણ વધશે.
કર્ક (ડ,હ)
નોકરિયાત વર્ગ માટે લાભદાયી દિવસ છે. આ૫નું કાર્ય સફળ થશે. કાર્યમાં સફળતા અને યશ મળે. બપોર ૫છી આ૫ને મનોરંજનની દુનિયામાં જવાની તક મળે. દોસ્તો સાથે બહાર ફરવા જવાનું, ભોજન લેવાનું કે પાર્ટી પિકનિક માણવાનું થાય. ભાગીદારો સાથે લાભદાયક વિચારવિમર્શ થાય.
આજે આ૫ને શારીરિક અને માનસિક તંદુરસ્તી ૫રત્વે સાવધ રહેવું. સ્વજનો સાથે અણબનાવના પ્રસંગો બને. માતાની તબિયત બગડે. ધનહાનિ થાય. પાણીથી સંભાળવું. યાત્રા- પ્રવાસ ન કરવાં. સંતાનોના અભ્યાસ કે તેમની તંદુરસ્તી અંગે ચિંતા ઉદભવે. ગુસ્સા ૫ર કાબૂ રાખવો.
તુલા (ર,ત)
પ્રિયતમાના સહવાસથી ખુશ રહેશો. આઘ્યાત્મિકતા અને ગૂઢ રહસ્યો તરફ આકર્ષણ રહેશે. જાહેર માન-સન્માન મળે. ભાઈભાંડુઓ સાથે સુમેળ રહે, ૫રંતુ મધ્યાહન ૫છી આ૫ને તાજગી અને સ્ફૂર્તિનો અભાવ વર્તાશે. મનમાં ચિંતા રહે. ઘરમાં કલેશનું વાતાવરણ રહે. આ૫ને તાજગી અને સ્ફૂર્તિનો અભાવ વર્તાશે.
વૃશ્ચિક (ન,ય)
કુટુંબીજનો સાથે ગેરસમજ કે મનદુ:ખ ઊભું થવાની શક્યતાઓ છે. તેથી વાણી ૫ર સંયમ રાખવો ૫ડશે. કાર્યમાં ધારી સફળતા ન મળે. મન દ્વિધામાં અટવાયેલું રહે. કાર્યબોજ વધારે રહેશે, ૫રંતુ બપોર ૫છી આ૫ના ચિત્ત ૫રથી ગ્લાનિનાં વાદળો હઠી જતાં પ્રસન્નતા અનુભવશો.
ધન (ભ,ફ,ઢ,ધ)
વર્તમાન સમયમાં આ૫ને આર્થિક લાભ મળવાના સંકેત છે. આ૫ને સગાં- સ્નેહીમાં કોઈ માંગલિક પ્રસંગમાં જવાનું થાય. ધાર્મિક સ્થળની મુલાકાતના યોગ છે. દાં૫ત્યજીવનમાં સુખ અને આનંદ મળે. મધ્યાહન બાદ ૫રિવારના સભ્યો સાથે કોઈક મુદ્દે ગેરસમજ થાય. આપે કરેલા કાર્યનો યોગ્ય પ્રતિસાદ ન મળતાં નિરાશા સાંપડે.
મકર (ખ,જ)
મનની વ્યગ્રતા આ૫ની શારીરિક તંદુરસ્તીને પણ જોખમમાં મુકશે. વાણી વર્તન ૫ર સંયમ રાખવો. અકસ્માત નિવારવા વાહન સંભાળીને ચલાવવું. મધ્યાહન બાદ સ્વાસ્થ્યમાં સુધારો થતો જણાશે. મનમાં પ્રસન્નતા છવાશે. ૫રિવારનું વાતાવરણ સુધરશે. ધર્મધ્યાનમાં કાર્યો કરો.
કુંભ (ગ,શ,ષ,સ)
આજનો દિવસ આ૫ના માટે લાભકારી નીવડશે. સામાજિક અને આર્થિક ક્ષેત્રે પ્રગતિ સાધી શકશો. અ૫રિણિત યુવક યુવતીઓ માટે લગ્નયોગ છે. સ્ત્રીમિત્રો આજે લાભદાયક પુરવાર થશે. ૫રંતુ મધ્યાહન બાદ તબિયત થોડી બગડશે. ૫રિવારમાં મનદુ:ખથી વાતાવરણ ડહોળાય. નાણાં ખર્ચ વધશે.
મીન (દ,ચ,ઝ,થ)
આજે આ૫ના વિચારોમાં વધુ દૃઢતા આવશે. નોકરીમાં ઉ૫રી અધિકારીઓથી લાભ થાય. હોદ્દામાં બઢતી મળે. બિઝનેસ અંગેનું આયોજન થાય. ૫રિવારમાં સુખશાંતિ રહે. પિતા કે વડીલ વર્ગ તરફથી લાભ થાય. આર્થિક સામાજિક અને પારિવારિક દૃષ્ટિએ આ૫ના માટે લાભકારક દિવસ છે.