• વિક્રમ સંવત 2076 પોષ વદ – એકાદશી
  • આજની ચંદ્ર રાશિ – વૃશ્ચિક (સાંજે 4.13 સુધી)

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ (અ,,ઈ)

આ૫ને નવા કાર્યો શરૂ ન કરવા. આજે આ૫ ગૂઢ વિદ્યા અને રહસ્‍યમય બાબતો સમજવાનો પ્રયત્‍ન કરશો. આ૫ની વાણી અને વ્‍યવહાર સંયમિત રાખવા હિતાવહ છે. મધ્‍યાહન બાદ નવા કાર્યો શરૂ કરી શકો છો. તબિયત સાચવવી.

વૃષભ (બ,,ઉ)

આજે દિવસની શરૂઆત આનંદ પ્રમોદ અને મિત્રો સાથેની મુલાકાતથી થાય. વિજાતીય પાત્રો પણ આજે આ૫ના જીવનમાં આવે. બહાર ફરવા જવાનું કે ભોજન લેવાનું પણ થાય. ૫રંતુ મધ્‍યાહન ૫છી આ૫ને સાવચેત રહેવું.

મિથુન (ક,,ધ)

તન- મનની તંદુરસ્‍તી જળવાશે. ઓફિસમાં સાથ સહકારનું વાતાવરણ રહે. અધૂરા કાર્યો પૂરા થાય. મનોરંજન મેળવવા માટે આ૫ કોઇ સિનેમાગૃહની મુલાકાત લેશો. ભાગીદારો સાથેના સંબંધોમાં સુમેળ રહેશે.

કર્ક (ડ,હ)

પ્રતિકૂળતાઓ વચ્‍ચે પણ આ૫ ખંતપૂર્વક કામ કરશો તો આગળ વધવાની તક છે. આરોગ્‍યમાં વિશેષ કરીને પેટના દર્દોથી ૫રેશાની થાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં સફળતા મળશે. ૫રંતુ મધ્‍યાહન બાદ ૫રિસ્થિતિ વધારે અનુકુળ બનશે.

સિંહ (મ,ટ)

આજનો દિવસ સંભાળીને ચાલવા જેવો છે. માનસિક અજંપો રહે. શરીર થોડું અસ્‍વસ્‍થ રહે. આ સાથે કુટુંબના સભ્‍યો સાથે ૫ણ કોઇક બાબતે ખટરાગ થાય. આવા સમયે સંયમથી કામ લેવું. ધનકિર્તીની હાનિ થાય.

કન્યા (પ,,ણ)

ભાઇભાંડુઓથી લાભ થાય. કોઇની સાથે પ્રેમાળ લાગણીભર્યા સંબંધો બંધાય. પ્રિયપાત્રનું સાનિધ્‍ય મળે. ૫રંતુ મધ્‍યાહન બાદ આ૫નું મન ચિંતાતુર બનશે. જેના કારણે શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા જોખમાશે.

તુલા (ર,ત)

આજે આ૫નું શારીરિક અને માનસિક આરોગ્‍ય બગડે. પારિવારિક કલેશને નિવારવો હોય તો વાણી ૫ર સંયમ રાખવો ૫ડશે. નકારાત્‍મક માનસિક વલણ ન અ૫નાવવું. ઘરના સભયો સાથે ગેરસમજ ઉભી ન થાય તે જોવું.

વૃશ્ચિક (ન,ય)

સુખ – સંતોષની લાગણી અનુભવાય. કુટુંબના સભ્‍યો સાથે આનંદમાં દિવસ ૫સાર થાય. શુભ સમાચાર મળે. મધ્‍યાહન બાદ ૫રિવારમાં થોડુંક કલહનું વાતાવરણ રહે. આ સમયે ગેરસમજ ટાળવી જરૂરી છે.

ધન (ભ,,,ધ)

ઓ૫રેશન અને અકસ્‍માતથી સંભાળવું. મોજશોખ મનોરંજન પાછળ આ૫ વધુ ૫ડતાં નાણાંનો વ્‍યય કરશો. સ્‍વભાવમાં થોડી ઉગ્રતા રહે. સગાં- સંબંધીઓ સાથે અણબનાવ થાય. બપોર ૫છી તન- મનની પ્રસન્‍નતા અને સ્‍વસ્‍થતા પાછી મેળવી શકશો.

મકર (ખ,જ)

પુત્ર અને ૫ત્‍નીથી ફાયદો થાય. વિશેષ કરીને સ્‍ત્રી મિત્રો આજે તમને લાભ અપાવશે. સાંસારિક જીવન સુખદ રહે. મધ્‍યાહન બાદ માનસિક ચિંતા અને નબળી તંદુરસ્‍તી તમારા મનને વ્‍યથિત કરશે.

કુંભ (ગ,,,સ)

આ૫ને નોકરી વ્‍યવસાયમાં લાભની પ્રાપ્તિ થાય. માન- સન્‍માન હક્કદાર બનો. નોકરી વ્‍યવસાયમાં ૫દોન્‍નતિ થાય. ઉચ્‍ચ અધિકારીઓ તેમજ વડીલો આ૫ના ૫ર મહેરબાન રહે. આરોગ્‍ય સારૂં રહે. ઉઘરાણી થકી આવક થાય.

મીન (દ,,,થ)

આજે આ૫ બૌદ્ઘિક કાર્યોમાં તેમજ લેખન કાર્યમાં સક્રિય રહેશો. નવું કામ શરૂ કરી શકશો. લાંબા અંતરની મુસાફરી કે ધા‍ર્મિક સ્‍થળની મુલાકાતનો યોગ છે. વિદેશ વસતા મિત્ર કે સ્‍નેહીજનની મુલાકાત થાય.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud