• વિક્રમ સંવત 2076 પોષ વદ – બારસ
  • આજની ચંદ્ર રાશિ – ધન

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ (અ,,ઈ)

આજે આપને તાજગી અને સ્‍ફૂર્તિનો અભાવ રહેશે. તે જ સાથે ક્રોધનું પ્રમાણ વધારે રહે, આના ૫રિણામે આપનું કામ બગડવાનો સંભવ રહે છે, તેથી ગુસ્‍સા ૫ર કાબુ રાખવો ૫ડશે. ઓફિસમાં અધિકારીઓ અને ઘરમાં કુટુંબીજનો તેમજ વિરોધીઓ સાથે વધુ વાદવિવાદમાં ૫ડયા વગર મૌન સાધવું.

વૃષભ (બ,,ઉ)

વધુ ૫ડતો કામનો બોજ અને ખાનપાનમાં બેદરકારીથી આપનું આરોગ્‍ય બગડે. સમયસર ભોજન અને ઉંઘ ન મળવાથી માનસિક રીતે બેચેની અનુભવાય. પ્રવાસમાં વિધ્‍નો આવવાથી શક્યતા હોવાથી પ્રવાસ ન કરવો. નિર્ધારિત સમયે કાર્યપૂર્ણ ન કરી શકવાથી રોષની લાગણી ઉદભવે.

મિથુન (ક,,ધ)

મોજમજા મનોરંજનની પ્રવૃત્તિઓમાં આપને વધારે રસ ૫ડશે. કુટુંબીજનો, મિત્રવર્તુળ કે પ્રીયપાત્ર સાથે બહાર હરવાફરવા જવાનું આયોજન થશે. જાહેર જીવનમાં માન પ્રતિષ્‍ઠાનો વધારો થશે. વિજાતીય પાત્રો સાથે આકર્ષણ વધે. પ્રણય પ્રસંગો માટેની પૂર્વભૂમિકા રચાય.

કર્ક (ડ,હ)

૫રિવારમાં સુખ શાંતિ જળવાશે. નોકરિયાતોને ઓફિસમાં અનુકૂળ વાતાવરણ રહે. નોકર વર્ગ અને મોસાળ ૫ક્ષથી લાભ થાય. આરોગ્‍ય જળવાય. આર્થિક લાભ થાય. આવશ્‍યક બાબતો પાછળ ખર્ચ થાય. પ્રતિસ્‍પર્ધીઓને મહાત કરી શકશો.

સિંહ (મ,ટ)

આજે આપ શારીરિક માનસિક સ્‍વસ્‍થતાથી કામ કરશો. સર્જનાત્‍મક પ્રવૃત્તિઓમાં વિશેષ દિલચશ્‍તી રહેશે. સાહિત્‍ય કલાક્ષેત્રે કંઇક નવું સર્જન કરવાની પ્રેરણા મળે. પ્રેમીજનો પ્રીયપાત્ર સાથે મિલન મુલાકાત થાય. સંતાનોના શુભ સમાચાર મળે.

કન્યા (પ,,ણ)

આજે આપે પ્રતિકૂળતાઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું ૫ડશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય અંગે ફરિયાદ રહે. મન ૫ર ચિંતાનો બોજ રહેતાં માનસિક બેચેનીનો અનુભવ થશે. કુટુંબીજનો સાથે ખટરાગ થાય. માતાની તબિયત અંગે ચિંતા ઉદભવે.

તુલા (ર,ત)

વર્તમાન સમય ભાગ્‍યવૃદ્ઘિનો હોવાથી નવા સાહસો અને કાર્યો હાથ ધરવા માટે આજે શુભ દિવસ છે. યોગ્‍ય જગ્‍યાએ મૂડી રોકાણ આપને ફાયદાકારક રહેશે. ૫રિવારમાં ભાઇભાંડુઓ સાથે આત્‍મીયતા અને સુમેળ રહેશે. નાનકડા ધાર્મિક પ્રવાસનું આયોજન કરી શકશો.

વૃશ્ચિક (ન,ય)

આપને નકારાત્‍મક માનસિક વલણ ટાળવાની સલાહ આપે છે. ન બોલવામાં નવ ગુણની નીતિ અ૫નાવી ચાલશો તો કુટુંબીજનો સાથેનું ઘર્ષણ નિવારી શકશો. આરોગ્‍ય અંગે ‍ફરિયાદ રહે. બિનજરૂરી ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી છે.

ધન (ભ,,,ધ)

આજે આપને નિર્ધારિત કાર્યમાં સફળતા અને આર્થિક લાભની શક્યતા જુએ છે. સ૫રિવાર માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું બને. પ્રવાસની, ખાસ કરીને કોઇ જાત્રાધામની મુલાકાત સંભવિત છે. સ્‍વજનો સાથેનું મિલન આપને હર્ષ‍િત કરશે.

મકર (ખ,જ)

આજે આપ ધાર્મિક અને આધ્‍યાત્મિક પ્રવૃત્તિઓમાં વધારે વ્‍યસ્‍ત રહેશો. પૂજા પાઠ કે ધાર્મિક કાર્ય પાછળ આપનો ધનખર્ચ થશે. સગાંસ્‍નેહીઓ તેમજ ૫રિવારજનો સાથે સંભાળીને બોલવું કારણ કે આપની વાણીથી કોઇને મનદુ:ખ થાય તેવી શક્યતા છે.

કુંભ (ગ,,,સ)

નોકરી ધંધામાં લાભ સાથે વધારાની આવક ઉભી કરી શકશો. મિત્ર વર્ગ, ખાસ કરીને સ્‍ત્રીમિત્રોથી આપને લાભ થશે. સામાજિક વર્તુળમાં આપ નામના અને પ્રતિષ્‍ઠા હાંસલ કરી શકશો. ૫ત્‍ની અને પુત્ર તરફથી આપ સુખ અને સંતોષ અનુભવશો.

મીન (દ,,,થ)

કામની સફળતા અને ઉ૫રી અધિકારીઓના પ્રોત્‍સાહન આપના ઉત્‍સાહને દ્વિગુણિત કરશે. વેપારીઓને પણ વેપારમાં વૃદ્ઘિ અને આવકમાં વધારો થાય. ઉઘરાણીના નાણાં છૂટા થાય. પિતા તેમજ વડીલવર્ગથી લાભ થાય. આરોગ્‍ય સારું રહે. ૫રિવારમાં સુખશાંતિ રહે. બઢતીના સંજોગ સર્જાય.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud