આજે વેપાર તેમજ આવકમાં વધારો થવાના યોગ છે. વેપાર ક્ષેત્રે લાભદાયક સાબિત થાય તેવા નવા સંપર્ક સ્થપાય. જીવનસાથી સાથેના સબંધમાં પ્રગાઢ આત્મિયતા અનુભવશો.
મિથુન (ક,છ,ધ)
આજે આપના દરેક કાર્ય સરળતાપૂર્વક સંપન્ન થાય. માન – સન્માનમાં વૃદ્ધિના યોગ. ઉત્તમ સાંસારીક સુખ પ્રાપ્ત થાય. સરકારી કાર્યોમાં આવનાર અવરોધો દૂર થાય. શુભ દિવસ.
કર્ક (ડ,હ)
તન – મનથી સ્વસ્થતા અનુભવશો, તેમજ ભાગ્યવૃદ્ધિને કારણે આનંદમાં વધારો થાય. વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. નોકરીયાત વર્ગને લાભ થઈ શકે. પરીવારમાં આનંદ છવાયેલો રહે.
સિંહ (મ,ટ)
આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી. ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખવું. પરિવારજનો સાથે મતભેદ ટાળવા. મનમાં નકારાત્મક વિચારો હાવી ન થવા દેવા. ઇશ્વર સ્મરણથી રાહત પ્રાપ્ત થાય.
કન્યા (પ,ઠ,ણ)
સામાજીક તેમજ સાર્વજનિક ક્ષેત્રમાં લાભ અને ખ્યાતિ પ્રાપ્ત થાય. દામ્પત્યજીવનમાં સુખનો અનુભવ થાય. ભઆગીદારી માટે શુભ સમય. પ્રવાસ – પર્યટનની શક્યતા જણાય છે.
તુલા (ર,ત)
આજે નોકરીયાત વર્ગ માટે લાભદાયક દિવસ રહેશે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત થાય. પરિશ્રમનું યોગ્ય વળતર મળે. સંતાનો અંગે શુભ સમાચાર મળે. સ્વાસ્થ્ય સારું રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આજે શારીરિક તેમજ માનસિક સ્ફૂર્તિનો અભાવ રહી શકે. પરિવારમાં ક્લેશનું વાતાવરણ રહી શકે. માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા થાય. ધનહાનીના યોગ. જળાશયો પાસે સાચવવું.
ધન (ભ,ફ,ઢ,ધ)
આજનો દિવસ સુખમય વિતશે. દરેક કાર્ય આપની મરજી મુજબ આગળ ધપે. નવું કાર્ય કરવા માટે શુભ સમય. મિત્રો – સ્વજનોની મુલાકાતથી પરિવારમાં આનંદમય વાતાવરણ રહે.
મકર (ખ,જ)
આજે માનસિક દુવિધા અનુભવી શકો. શારીરિક સ્વાસ્થ્ય નરમ ગરમ રહી શકે. વાણી પર સંયમ રાખવો જરૂરી. ખોટા ખર્ચાઓને કારણે ધનહાનિના યોગ સર્જાય. મધ્યમ દિવસ.
કુંભ (ગ,શ,ષ,સ)
આજે આનંદ, ઉત્સાહ અને પ્રસન્નતા અનુભવશો. નવા કાર્યની શરૂઆત લાભદાયક સિદ્ધ થાય. નક્કી કરેલાં કામો સફળ થાય. પરિવારમાં શાંતિમય વાતાવરણ રહે. શુભ દિવસ.
મીન (દ,ચ,ઝ,થ)
આજે જે નવું કાર્ય હાથ પર લેશો તેમાં સફળતા પ્રાપ્ત કરી શકો. ધાર્મિક કે માંગલિક પ્રસંગોમાં હાજરી આપવા જવું પડી શકે. દામ્પત્યજીવન આનંદમય રહે. તન – મનથી પ્રસન્ન રહેશો.