આજે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થવાને કારણે મનથી પ્રફૂલ્લિત રહેશો. આર્થિક લાભ થવાની સંભાવના. મિત્રો તરફથી ભેટ સોગાદ પ્રાપ્ત થઈ શકે. અનુકૂળતાભર્યો દિવસ રહે.
વૃષભ (બ,વ,ઉ)
આજે વિવિધ ચિંતાઓ મન પર હાવી રહેશે. સ્વાસ્થ્ય નરમ ગમર રહી શકે. સ્નેહીજનો – પરિવારજનો સાથે મતભેદ થવાથી મનમાં ગ્લાનિ અનુભવી શકો. દરેક કાર્યમાં સાવધ રહેવું.
મિથુન (ક,છ,ધ)
સંતાન અને પત્ની તરફથી લાભદાયક સમાચાર પ્રાપ્ત થાય. વેપારી વર્ગને આવકમાં વૃદ્ધિ પ્રાપ્ત થાય. આનંદદાયક પ્રવાસનું આયોજન થાય. લાભદાયક દિવસ.
આજે નવા કાર્યની શરૂઆત કરવી નહીં. બહારનું ખાવાને કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે. ગુસ્સાની ભાવના વધું રહે, માટે તોલી તોલીને બોલવું. હિતશત્રુઓથી સાવધાન રહેવું.
તુલા (ર,ત)
આજનો દિવસ આનંદ પ્રમોદમાં વિતે. સાર્વજનિક જીવનમાં સફળતા – સિદ્ધિ પ્રાપ્ત થાય. નવા વસ્ત્ર – અલંકારની ખરીદી થઈ શકે. પ્રણય પ્રસંગો માટે શુભ દિવસ.
વૃશ્ચિક (ન,ય)
આજે કેટલીક આકસ્મિક ઘટનાઓનો સામનો કરવા તૈયાર રહેવું. હાથમાં આવેલી તક સરકતી હોય એમ લાગી શકે. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે રહી શકે.
ધન (ભ,ફ,ઢ,ધ)
આજે પેટને લગતી સમસ્યા હેરાન કરી શકે. સંતાનના સ્વાસ્થ્ય અને અભ્યાસ અંગેની ચિંતા મન વ્યગ્ર બનાવે. બૌદ્ધિક ચર્ચાઓમાં પડવું નહીં. દિવસ મિશ્રફળદાયી રહે.
મકર (ખ,જ)
આજે પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે, જેથી મનમાં ખિન્નતાનો અનુભવ થાય. શરીરમાં સ્ફૂર્તિ અને તાજગીનો અભાવ રહે. માનહાની ના થાય તેની કાળજી રાખવી.