• વિક્રમ સંવત 2077 વૈશાખ સુદ – એકમ
  • આજની ચંદ્ર રાશિ – મેષ (સવારે 6.17 સુધી) પછી વૃષભ

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ (અ,,ઈ)

દિવસનો પ્રારંભ ઉત્સાહભેર થાય. તન – મનથી સ્વસ્થતા અનુભવો. બપોર બાદ ખાન – પાનમાં વિશેષ કાળજી લેશો. નાણાંકીય લેવડ દેવડમાં ખાસ ધ્યાન આપશો. મધ્યમ દિવસ.

વૃષભ (બ,,ઉ)

પરિવારજનો સાથે મહત્વના મુદ્દા પર ચર્ચા વિચારણા થાય. ઉપરી અધિકારીઓ સાથેના સંબંધમાં સુધારો જણાય. સંતાન તરફથી લાભ થઈ શકે. નવી મિત્રતાથી પ્રસન્નતા અનુભવશો.

મિથુન (ક,,ધ)

વ્યવસાયિક અને પારિવારીક ક્ષેત્રે સારો દિવસ વિતે. કાર્યભાર વધવાને કારણે સ્વાસ્થ્યમાં નરમાશ અનુભવી શકો. સામાજીક કાર્યોમાં યોગદાન આપી શકશો. પ્રવાસ – પર્યટનના યોગ.

કર્ક (ડ,હ)

આજે આપનો વ્યવહાર ન્યાયિક રહેશે. નક્કી કરેલાં કાર્ય કરવાની પ્રેરણા પ્રાપ્ત થાય. ક્રોધ પર નિયંત્રણ રાખવું જરૂરી. નિરર્થક ચર્ચાઓમાં પડવું નહીં. સ્વાસ્થ્ય નરમ ગરમ રહી શકે.

સિંહ (મ,ટ)

આજે શારીરિક અને માનસિક અસ્વસ્થતા અનુભવી શકો. વાણી પર કાબૂ નહીં રાખો તો કોઈની સાથે મતભેદ થઈ શકે છે. પરિવારમાં આનંદમય વાતાવરણ રહે.

કન્યા (પ,,ણ)

આજે નવા કાર્યનો પ્રારંભ તેમજ પ્રવાસ ટાળવો. રાગ – દ્વેષ કે ધિક્કારની ભાવના ત્યજી સમતાપૂર્વક વ્યવહાર કરવો. આધ્યાત્મિક ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત થવાના યોગ છે.

તુલા (ર,ત)

આજે વિચારોમાં ઉગ્રતા અને અધિકારત્વની ભાવના મન પર છવાયેલી રહેશે. આર્થિક લાભની શક્યતા છે. હિતશત્રુઓથી સાવધાન રહેવું. નવા કાર્યનો પ્રારંભ ટાળશો.

વૃશ્ચિક (ન,ય)

બૌદ્ધિક કાર્યો કરવા તેમજ જનસંપર્ક સુદ્રઢ બનાવવા માટે શુભ દિવસ. નાણાંકીય આયોજન કરી શકો. વૈચારિક સ્તર પર આવેગને અંકુશમાં રાખશો. પરિવારમાં આનંદ છવાયેલો રહે.

ધન (ભ,,,ધ)

શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી. પ્રવાસ – પર્યટન શક્ય હોય તો ટાળશો. બપોર બાદ આર્થિક લાભ થઈ શકે. વ્યવસાયિક આયોજન પણ સારી રીતે કરી શકો.

મકર (ખ,જ)

આપની ભાવનાને ઠેસ પહોંચી શકે છે. વાહન ચલાવતી વખતે વિશેષ ધ્યાન રાખવું. નકારાત્મક વિચારો – વર્તન ટાળશો. કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા અધિક પરિશ્રમ કરવો પડી શકે.

કુંભ (ગ,,,સ)

આજે નવા કાર્યની શરૂઆત કરવા માટે સારો સમય. બપોર બાદ માનસિક વ્યગ્રતામાં વૃદ્ધિ થાય. સંપત્તિને લગતાં દસ્તાવેજ આજે ના કરવા. માનસિક સંતુલન બનાવી રાખવા પ્રયાસ કરશો.

મીન (દ,,,થ)

સ્વાર્થી વ્યવહારને ત્યજી, સાથી – મિત્રોનો વિચાર કરવો જરૂરી. વાણી પર સંયમ રાખવાથી વિવાદ અને મનદુઃખ ટાળી શકો છો. ઘર, કુટુંબ અને વ્યવસાયમાં સમાધાનકારી વ્યવહાર કરવો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud