આજે આર્થિક લેવડ દેવડમાં વિશેષ સાવચેતી રાખવી. પરિવારજનો સાથે વાદ-વિવાદ કરવો નહીં. ખાન-પાનમાં સાવધાની રાખશો. આજનો દિવસ આપના માટે સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
આજે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેવાથી તાજગી અનુભવી શખો. ધન લાભ થાય તેવી શક્યતા. પરિવારમાં આનંદ છવાયેલો રહેશે. લાભકારક દિવસ.
મિથુન (ક,છ,ધ)
આજે વાણી અને વ્યવહારમાં ખૂબ જ સાવધાની રાખશો. આપની વાતથી ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું. અણધાર્યા ખર્ચ કરવા પડી શકે. માનસિક ચિંતા હેરાન કરે.
કર્ક (ડ,હ)
આજે નોકરી અને વેપારમાં પરિસ્થિતિઓ આપની તરફેણમાં રહેશે. મિત્રો તરફથી લાભ પ્રાપ્ત થાય. તન – મનથી સ્વસ્થ રહેશો. દિવસ લાભદાયક સાબિત થાય.
સિંહ (મ,ટ)
આજે દ્રઢ આત્મવિશ્વાસ અને મનોબળથી દરેક કાર્ય સફળતાપૂર્વક પૂરા કરી શકશો. વ્યવસાયમાં બૌદ્ધિક પ્રતિભા નિખરે. પિતા તરફથી લાભ થાય. સરકારી કામમાં સફળતા મળે.
કન્યા (પ,ઠ,ણ)
આજે આર્થિક લાભ થાય તેમજ વિદેશ રહેતાં સગાં સંબંધીના સમાચાર આનંદિત કરે. ભાઈ-બહેનો તરફથી લાભ થવાની શક્યતા. આજનો દિવસ આનંદદાયક રહેશે.
તુલા (ર,ત)
આજે કોઈપણ પ્રકારના નવા કાર્યની શરૂઆત કરવી નહીં. વાણી અને વ્યવહારમાં નિયંત્રણ રાખવું જરૂરી. ગેરસમજને કારણે નુકસાન પહોંચે. સ્વાસ્થ્યની કાળજી રાખવી.
વૃશ્ચિક (ન,ય)
આજે રોજીંદા કાર્યોમાંથી પોતાના માટે સમય કાઢી શકશ. વેપારમાં અને ભાગીદારીમાં લાભ પ્રાપ્ત થાય. સાર્વજનિક ક્ષેત્રે માન – સન્માન પ્રાપ્ત થાય. આનંદમય દિવસ રહે.
ધન (ભ,ફ,ઢ,ધ)
આજે સ્વાસ્થ્ય સારું રહેશે. યશ કિર્તી અને આનંદની પ્રાપ્તિ થવાના યોગ. પરિવારજનો સાથે પ્રસન્નતાપૂર્વક દિવસ વિતે. અધૂરા કાર્યો પૂરા કરી શકશો. એકંદરે શુભ દિવસ રહેશે.
મકર (ખ,જ)
આજે મન ચિંતાઓથી ઘેરાયેલું રહેવાથી અશાંતિ અને અસમંજસ અનુભવી શકો. નક્કર નિર્ણય લેવામાં તકલીફ અનુભવો. શારીરિક અસ્વસ્થતા રહે. પ્રતિસ્પર્ધીઓથી સાચવવું.