• વિક્રમ સંવત 2077 વૈશાખ સુદ – ત્રીજ
  • આજની ચંદ્ર રાશિ – વૃષભ (સાંજે 7-12 સુધી) મિથુન

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ (અ,,ઈ)

આજે પરોપકારની ભાવના રાખશો તો લાભ થવાના યગો. પરિવારજનો સાથે સમાધાનકારી વલણ અપનાવવું. વાણી પર સંયમ રાખશો. વાદ-વિવાદને કારણે મનદુઃખ થઈ શકે.

વૃષભ (બ,,ઉ)

આજે જવાબદારીઓ પ્રત્યે ધ્યાન આપી શકશો. કાર્યનું આયોજન કરી શકો. વૈચારિક સ્થિરતા અને માનસિક ઉત્સાહ સાથે દરેક કાર્ય સારી રીતે કરી શકશો. આર્થિક લાભના યોગ.

મિથુન (ક,,ધ)

આજે આપની વાણી અને વર્તનથી ગેરસમજ ઉત્પન્ન ના થાય તેનું ધ્યાન રાખશો. આવેશ કે ઉગ્રતાને કારણે કોઈની સાથે તકરાર ના કરવી. આવક કરતાં જાવક વધુ રહી શકે.

કર્ક (ડ,હ)

આજે વેપાર – ધંધામાં લાભ પ્રાપ્ત થવાના યોગ. અપરણિત જાતક માટે વિવાહના યોગ. આવકના સાધનોમાં વૃદ્ધિ થાય. આકસ્મિક ધનલાભ થાય. લાભદાયક દિવસ રહેશે.

સિંહ (મ,ટ)

કાર્યક્ષેત્રમાં આપનો પ્રભાવ પડે. પિતા સાથેના સંબંધ પ્રેમપૂર્ણ રહે, પિતાથી લાભ પ્રાપ્ત થાય. જમીન, વાહન, સંપત્તિને લગતાં કાર્યો કરવા માટે અનુકૂળ દિવસ.

કન્યા (પ,,ણ)

આજે પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડી શકે. મન ચિંતાગ્રસ્ત રહી શકે. શારીરિક સ્ફૂર્તિનો અભાવ, થાક – આળસ વર્તાય. સંતાન સાથે મતભેદ થાય. મધ્યમ દિવસ.

તુલા (ર,ત)

આજે કોઈની પણ સાથે વાદ-વિવાદ કરવો નહીં. ક્રોધ પર કાબૂ રાખવો. હિતશત્રુઓથી સાવધાન રહેવું. આધ્યાત્મિકતા દ્વારા માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકશો.

વૃશ્ચિક (ન,ય)

આજે મિત્રો સાથે પાર્ટી કે પિકનિક કરવામાં સારી રીતે વિતી શકે. વસ્ત્રાભૂષણ, વાહન તેમજ ભોજનનું સારું સુખ પ્રાપ્ત થાય. માન – પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. મનોરંજન દિવસ.

ધન (ભ,,,ધ)

આજે ઘરનું વાતાવરણ આનંદમય રહેશે. નોકરી અને વ્યવસાયિક સ્થળ પર વાતાવરણ અનૂકુળ રહેશે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત થાય. અનુકૂળતાભર્યો દિવસ.

મકર (ખ,જ)

આજે શારીરિક આળસ, થાક અને અશક્તિને કારણે અસ્વસ્થતાનો અનુભવ થાય. વ્યવસાયમાં ભાગ્યનો સાથ ના મળે. દ્વિધાને કારણે નિર્ણય લેવામાં અડચણ અનુભવી શકો.

કુંભ (ગ,,,સ)

આજે ઘર અને સંપત્તિને લગતાં કાર્યોમાં સાચવીને ડગ માંડવા. માતાથી લાભ પ્રાપ્ત થાય. વિદ્યાપ્રાપ્તિ માટે અનુકૂળ દિવસ. આર્થિક આયોજન સારી રીતે કરી શકશો.

મીન (દ,,,થ)

સર્જનાત્મક શક્તિમાં વૃદ્ધિ થાય. વિચારોમાં સ્થિરતા રહે. ભાઈભાંડુઓ સાથેના સંબંધમાં નિકટતા આવે. સામાજીક માન – સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. શુભ દિવસ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud