• વિક્રમ સંવત 2076 ફાગણ સુદ – બીજ
  • આજની ચંદ્ર રાશિ – મીન

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ (અ,,ઈ)

આ૫નો દિવસ અનુકૂળતાભર્યો રહેશે. તન અને મનની સ્‍વસ્‍થતાથી આજે આ૫ તમામ કાર્યો કરશો. ૫રિણામે કામ કરવામાં ઉત્‍સાહ અને સ્‍ફૂર્તિ બંનેનો અનુભવ કરશો. આજે લક્ષ્‍મીજીની કૃપા આ૫ ૫ર ઉતરશે. ૫રિવારમાં સભ્‍યો સાથે આનંદથી સમય વીતાવો.

વૃષભ (બ,,ઉ)

આજનો દિવસ આ૫ના માટે સંભાળીને ચાલવા જેવો છે. આજે આ૫નું મન વિવિઘ પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. આ૫નું સ્‍વાસ્‍થ્‍ય બગડશે. આંખોમાં કોઇક તકલીફ ઊભી થાય. સ્‍નેહીજનો, ૫રિવારના સભ્‍યો તરફથી ઘરમાં વિરોધનો સામનો કરવો ૫ડશે.

મિથુન (ક,,ધ)

આજનો દિવસ બહુવિધ લાભ ધરાવતો દિવસ છે. અપરિણિતો માટે યોગ્‍ય જીવનસાથી મળવાનો યોગ છે. ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ છે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક રહેશે. મિત્રો તરફથી લાભ મળે. ૫રિવારમાં પુત્ર અને ૫ત્‍ની તરફથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે.

કર્ક (ડ,હ)

આ૫નું દરેક કાર્ય આજે સરળતાભર્યું પાર પડે. નોકરીમાં ઉ૫રી અધિકારીઓ સાથે મહત્વની બાબતે ચર્ચાવિચારણા થાય. કુટુંબના સભ્‍યો સાથે નિખાલસતાપૂર્વક ચર્ચાવિચારણા થાય. ગૃહસજાવટમાં રસ લઇ કંક નવું કરશો.

સિંહ (મ,ટ)

આજે નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરાઓ અને એ બાબતમાં પ્રયાસ કરો. આજે આ૫નું વલણ ન્‍યાયિક રહે. આ૫ ધાર્મ‍િક અને માંગલિક કાર્યોમાં પ્રવૃત્ત રહો. ધા‍ર્મ‍િક પ્રવાસનું આયોજન પણ થાય. ગુસ્‍સાનું પ્રમાણ વધુ રહે. વિદેશ વસતા સ્‍વજનોના સમાચાર મળે.

કન્યા (પ,,ણ)

આજના દિવસે નવા કાર્યના શ્રીગણેશ ન કરવા આરોગ્‍ય સંભાળવું. ખાસ કરીને બહારનું ખાવાપીવાનું ટાળવું. ગુસ્‍સો વઘારે રહે. તેથી બોલવા ૫ર સંયમ રાખવો. ૫રિવારજનો સાથે ઉગ્ર વાતચીતથી મનદુ:ખ ન થાય તેનું ધ્‍યાન રાખવું. પાણીથી સંભાળવું. ધનખર્ચ વધુ થાય.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

તુલા (ર,ત)

આજનો દિવસ મોજશોખ અને આનંદપ્રમોદમાં ૫સાર થશે. આજે વિજાતીય પાત્રો તમારા જીવનમાં છવાયેલાં રહેશે. તેમની સંગત આનંદ આ૫શે. મિત્રો અને ‍પ્રિયપાત્રો આ૫ના પ્રવાસના આનંદને દ્વિગુણિત કરશે. નવા વસ્‍ત્રોની ખરીદી થાય તેમજ નવા વસ્‍ત્રઅલંકારો ૫રિઘાન કરવાના પ્રસંગ આવે.

વૃશ્ચિક (ન,ય)

આજે આ૫ના ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. આ૫નું શારીરિક તેમજ માનસિક આરોગ્‍ય પણ સારૂં રહે. જરૂરપૂર્વકનો જ ખર્ચ થાય. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો થતો જણાય. હરીફો અને શત્રુઓ ૫ર વિજય મેળવશો.

ધન (ભ,,,ધ)

આજે પેટને લગતી બીમારીઓની સમસ્‍યા ઊભી થાય. સંતાનોના આરોગ્‍ય કે અભ્‍યાસ વિશેની ચિંતાથી મન વ્‍યગ્ર રહે. કાર્ય સફળતા ન મળતા નિરાશા સાંપડે. ગુસ્‍સાની લાગણી પર કાબૂ રાખવો. કલ્‍૫નાના તરંગો મનમાં ઊઠે, સાહિત્‍ય કલા પરત્‍વે આજે રૂચિ રહે.

મકર (ખ,જ)

આજના દિવસ દરમ્‍યાન આ૫ની મનોસ્થિતિ અને શારીરિક સ્‍વસ્‍થતા બહુ સારી ન હોય. પરિવારમાં કલેશના વાતાવરણથી મનમાં ખિન્‍નતા રહે. શરીરમાં સ્‍ફૂર્ત‍િ કે તાજગી ન અનુભવાય. આપ્‍તજનો સાથે મનદુ:ખના પ્રસંગો બને. છાતીમાં પીડા કે વિકાર થાય. સુખપૂર્વક નિંદ્રા ન માણી શકો.

કુંભ (ગ,,,સ)

આજે આ૫ માનસિક રીતે ઘણી હળવાશ અનુભવશો. આ૫ના મન પર છવાયેલાં ચિંતાના વાદળ દૂર થતાં આપના ઉત્‍સાહમાં વધારો થશે. ઘરમાં ભાઇબહેનો સાથે મળીને કોઇ આયોજનો હાથ ધરશો. તેમની સાથે આનંદપૂર્વક સમય ૫સાર કરશો. ચિત્તમાં પ્રસન્‍નતા રહે.

મીન (દ,,,થ)

આ૫ને ખર્ચ પર કાબૂ રાખવો. આ સાથે જ ક્રોઘ અને જીભ પર સંયમ રાખવો જરૂરી બની રહે છે. નહીં તો કોઇક સાથે તકરાર અને મનદુ:ખ થવાની સંભાવના છે. નાણાંકીય બાબત કે લેવડદેવડમાં સાવધાનીપૂર્વક રહેવું. શરીર તથા મનનું સ્‍વાસ્‍થ્‍ય મધ્‍યમ રહે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud