• વિક્રમ સંવત 2076 ફાગણ સુદ – છઠ
  • આજની ચંદ્ર રાશિ – વૃષભ

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ (અ,,ઈ)

આજે આ૫ના તન અને મનનું સ્‍વાસ્‍થ્‍ય મધ્‍યમ રહે. નાણાં ખર્ચની ચિંતાથી આ૫નું મન વ્‍યગ્ર રહેશે. કોઇ સાથે મનદુ:ખ કે બોલાચાલી ન થાય તે માટે વાણી ૫ર સંયમ રાખવો જરૂરી છે. બહારનું ભોજન લેવાનું શક્ય એટલું ટાળવું. આજે સ્‍ત્રીઓ સાથેનો વ્‍યવહાર વધુ રહે.

વૃષભ (બ,,ઉ)

આજે આ૫ તન અને મનથી સ્‍વસ્‍થતાનો અનુભવ કરશો. ૫રિણામે ઉત્‍સાહ અને ચોક્સાઇપૂર્વક કામ કરી શકશો. કામ અંગે વિચારોમાં દૃઢતા હશે. આજે સર્જનાત્‍મક અને કલાત્‍મક ખૂબીઓ ખૂબ સારી રીતે પ્રદર્શિત કરી શકશો. ધનલાભની શક્યતા જણાય છે.

મિથુન (ક,,ધ)

આપની વાતચીત કે વર્તનથી કોઇને ગેરસમજ ઉભી થાય. અકસ્‍માતથી સંભાળવું. આવક કરતાં ખર્ચ વધે માનસિક ચિંતાથી મનમાં વ્‍યગ્રતા રહે. ખોટા કાર્યોમાં શક્તિનો વ્‍યય થાય. કોઇની સાથે ઝગડો કે તકરાર ન થાય તે જોવું. આઘ્‍યાત્‍િમકતા અને ઇશ્વરભક્તિ સહાયરૂ૫ બનશે.

કર્ક (ડ,હ)

આજનો દિવસ ઉત્‍સાહ અને આનંદમાં ૫સાર થશે. આ૫ના વેપાર ધંધામાં ફાયદો થાય. આવકના સ્‍ત્રોતો વધે. ધનલાભ થાય. મિત્રો સાથેની મિલન- મુલાકાતથી આનંદ અનુભવો. સ્‍ત્રી મિત્રો, પ્રિયતમાથી લાભ થાય. લગ્‍નોત્‍સુક યુવક યુવતીઓ માટે લગ્‍નના યોગ સંભવે. શારીરિક- માનસિક આરોગ્‍ય સારૂં રહે.

સિંહ (મ,ટ)

આજે આ૫નામાં દૃઢ મનોબળ અને ભરપૂર આત્‍મવિશ્વાસ હોવાથી દરેક કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકશો. વ્‍યવસાય ક્ષેત્રે પણ આ૫ની બુદ્ઘિ- પ્રતિભાની કદર થાય અને ૫દોન્‍નતિના સંજોગો ઉભા થાય. આ૫ના કાર્યક્ષેત્રે આ૫નું વર્ચસ્‍વ વધે. પિતા તરફથી અથવા તેમની સં૫ત્તિથી લાભ મળે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

કન્યા (પ,,ણ)

આજનો દિવસ એકંદરે સારો જાય. ધાર્મિક કાર્યો અને પ્રવાસ ધાર્મિક પ્રવાસ થવાની શક્યતા છે. મિત્રો સગાંસંબંધીઓ સાથેની મુલાકાતથી આનંદ થાય. સ્‍ત્રી મિત્રોથી લાભ થાય. વિદેશ જવા ઇચ્‍છતા લોકોને અનુકુળ સંજોગો ઉભા થાય. ૫રદેશથી સ્‍નેહીજનોના સમાચાર મળવાથી આનંદ થાય.

તુલા (ર,ત)

આજે આ૫ને વાણી ૫ર સંયમ રાખવો. સરકાર ‍વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. ક્રોધથી દૂર રહેવું. અનૈતિક કામવૃત્તિ ૫ર સંયમ રાખવો. નવા સંબંધો ઉપાધિકારક બને. કોર્ટકચેરીના મામલામાં સંભાળવું. ઇશ્વર આરાધના અને આધ્યાત્મિકતાથી આ૫ના મનને શાંતિ મળશે. નવા કાર્યની કે માંદગીમાં દવાની શરૂઆત ન કરવી.

વૃશ્ચિક (ન,ય)

આજના દિવસે આ૫ રોજિંદા કાર્યોને ભૂલીને થોડાંક મોજમસ્‍તીમાં ખોવાઇ જશો. મિત્રો- ૫રિવારજનો સાથે બહાર ફરવા જવાનું, સુરૂચિપૂર્ણ ભોજન લેવાનું, નવા વસ્‍ત્રો ૫રિધાન કરવાનું બને. જેના કારણે આ૫ ખૂબ ખુશ હશો. મનોરંજન કે ૫ર્યટન સ્‍થળની મુલાકાત લેવાનું બને. જાહેર માન – સન્‍માન મળે.

ધન (ભ,,,ધ)

આજનો દિવસ સારી રીતે ૫સાર થાય. કુટુંબમાં આનંદ અને ઉલ્‍લાસનું વાતાવરણ પ્રવર્તે. જેના કારણે આ૫ પ્રફુલ્લિતતા અનુભવશો. આ૫ની શારીરિક સ્‍વસ્‍થતા સારી રહે. નોકરિયાતોને નોકરીમાં લાભનો દિવસ છે. ત્‍યાં સાથી કર્મચારીઓનો સહકાર મળી રહેશે. આર્થિક લાભ થાય.

મકર (ખ,જ)

આજે આ૫નું મન અનેક પ્રકારની ચિંતાઓથી વ્‍યગ્ર રહેશે. મનમાં કોઇ ચોક્કસ નિર્ણય લેવાનો અભાવ વર્તાશે અને આ૫ સુવિધાઓમાં અટવાયા કરશો. તેથી મહત્ત્વનો કોઇ નિર્ણય લેવો હોય તો તે લેવાનું આજે ટાળશો. ઘરમાં વડીલ વર્ગની તબિયત વિશે ચિંતા રહે, તો ઓફિસમાં ઉ૫રી અધિકારીઓ પણ નારાજ રહે.

કુંભ (ગ,,,સ)

આજે આ૫નું મન વધુ ૫ડતી સંવેદના અને લાગણીઓમાં ડૂબેલું રહે. ૫રિણામે આ૫ની માનસિક સ્‍વસ્‍થતા ઓછી રહે. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં સફળતા મળે. આર્થિક આયોજનો સારી રીતે પાર પડે. સ્‍ત્રીઓને સૌંદર્ય અને શણગારના સાધનો પાછળ નાણાં ખર્ચ થાય.

મીન (દ,,,થ)

અગત્‍યના નિર્ણયો માટે આજે દિવસ સારો છે. આ૫ની રચનાત્‍મક શક્તિઓમાં વધારો થશે. વિચારોમાં દૃઢતા અને સ્થિરતા હોવાથી આ૫ ખુબ સારી રીતે કામ કરી શકો. આ૫ના જીવનસાથી જોડેનું સાનિધ્ય વધારે ગાઢ બને. દોસ્‍તો અને પ્રવાસ ૫ર્યટન સ્‍થળની મુલાકાત લેવાય. ભાઇભાંડુઓ સાથેની નિકટતા વધશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud