• વિક્રમ સંવત 2076 ફાગણ સુદ – સાતમ
  • આજની ચંદ્ર રાશિ – વૃષભ

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ (અ,,ઈ)

આજે વિશેષ ધનખર્ચનો યોગ છે. નાણાંકીય બાબતોમાં આજે સાવઘ રહેવાની અને લેવડદેવડમાં ચેતીને ચાલવા ગણેશજી કહે છે. આજે કોઇ સાથે વાતચીતમાં વાદવિવાદ ઊભો ન થાય તેનું ધ્‍યાન રાખવું. મિત્રો કે પરિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગો બનવાની શક્યતા જણાય છે.

વૃષભ (બ,,ઉ)

આ૫નો વર્તમાન દિવસ શુભ ફળદાયક છે. આ૫ની રચનાત્‍મક અને કલાત્‍મક શક્ત‍િઓમાં વધારો થશે. આજે આ૫નામાં વૈચારિક સ્થિરતા રહે. પરિણામે આપ ચીવટપૂર્વક કામ કરી શકો. જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો. નાણાંકીય બાબતોનું આયોજન થાય. આ૫નો આત્‍મવિશ્વાસ વધશે.

મિથુન (ક,,ધ)

આજનો દિવસ કષ્ટદાયક હોવાથી દરેક વાતમાં સાવધાની રાખવી જરૂરી છે. કુટુંબના સભ્‍યો અને પુત્ર સાથે કોઇક કારણે અણબનાવ થાય. મનમાં ઉગ્રતા અને આવેગ રહેવાના કારણે ઝગડો કે તકરાર ન થાય તેનું ખાસ ધ્‍યાન રાખવું. શરીર સ્‍વાસ્‍થ્‍ય બગડે, વિશેષ કરીને આંખોમાં પીડા થાય.

કર્ક (ડ,હ)

વર્તમાન દિવસ બહુવિઘ લાભો લઇને આવ્‍યો છે. આજે આ૫ની આવકમાં વૃદ્ઘિ થાય. અન્‍ય કોઇ રીતે પણ આર્થિક લાભ થાય. દોસ્‍તો સાથે મિલન- મુલાકાત થાય. સ્‍ત્રી- મિત્રોથી વિશેષ લાભ મળે. વેપારમાં ફાયદો થાય. પુત્ર અને પત્‍નીથી સુખ મળે. લગ્‍નના યોગ ઊભા થાય. ઉત્તમ લગ્‍નસુખ મળે.

સિંહ (મ,ટ)

આજે આ૫ના માટે વ્‍યવસાય ક્ષેત્રે સારો અને સફળ દિવસ છે. વર્તમાન દિવસે આ૫નું દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થાય. હોદ્દાની બઢતીના યોગ છે. ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટ‍િ આ૫ના ૫ર રહે. આ૫નું વર્ચસ્‍વ અને પ્રભાવ વધારે રહે. પિતા તરફથી લાભનો સંકેત છે. સરકારી કાર્યોમાં લાભ મળે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

કન્યા (પ,,ણ)

આજનો દિવસ સારો રહેશે. મિત્રો તેમજ સગાં- સંબંઘીઓ સાથે આ૫ના પર્યટનના કાર્યક્રમનું આયોજન થશે અને તે ખૂબ આનંદદાયક રહેશે. આજે સ્‍ત્રી મિત્રોથી લાભ થવાનો સંભવ છે. ધાર્મ‍િક કાર્યમાં અથવા તો ધાર્મિક પ્રવાસમાં રોકાયેલા રહેશો. વિદેશ વસતા સ્‍નેહીજનોના સમાચારથી આનંદ થાય.

તુલા (ર,ત)

વાણી અને વર્તન પર આજે સંયમ રાખવો હિતાવહ છે. રાગદ્વેષથી દૂર રહેવું તેમજ હિતશત્રુઓથી સાવઘાન રહેવું. તંદુરસ્‍તીની સંભાળ રાખવી. આકસ્મિક ધનલાભ થાય. રહસ્‍યમય બાબતો અને ગૂઢવિદ્યા તરફ આકર્ષણ અનુભવો. આધ્‍યાત્મિક સિદ્ઘિ મેળવવા માટે ઉત્તમ સમય છે.

વૃશ્ચિક (ન,ય)

આપનો આજનો દિવસ રોજીંદી ઘટમાળથી કંઇક જુદી રીતે ૫સાર થાય. આજના દિવસે પોતાના માટે સમય ફાળવી શકશો. મિત્રો સાથે હરવુંફરવું, મોજમજા અને મનોરંજન, નાની મુસાફરી કે ૫ર્યટન, ઉત્તમ ભોજન અને વસ્‍ત્ર ૫રિઘાનથી આ૫ આજે ખૂબ આનંદમાં રહેશો. જાહેર માનસન્‍માન મળે. માન આબરૂ વધે,

ધન (ભ,,,ધ)

આજે આ૫ના માટે આર્થિક લાભનો દિવસ છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ પ્રવર્તશે. જે આ૫ના મનને આનંદિત રાખશે. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ અને સહકાર્યકરોનો સહકાર મળે. કાર્યમાં સફળતા તથા યશ મળે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય સારૂં રહે. હાથ નીચેના માણસોનો સહકાર મળે.

મકર (ખ,જ)

આજે આ૫નું મન ચિંતાગ્રસ્‍ત અને દ્વિઘામાં અટવાયેલું રહેશે. આવી ૫રિસ્થિતિમાં આ૫ કોઇપણ કાર્યમાં ચોક્કસ નિર્ણય પર નહીં આવી શકો તેથી આજે મહત્ત્વના કામ અંગે નિર્ણય લેવાનો મોકુફ રાખવો. આજે નસીબ યારી ન આપે તેમજ સંતાનોના આરોગ્‍યની ફીકર થાય. ઘરમાં વડીલ વર્ગની તબિયત અચાનક બગડે.

કુંભ (ગ,,,સ)

આજે આ૫ના સ્‍વભાવમાં વધુ પડતી લાગણીશીલતા આવે અને તેના કારણે માનસિક રીતે થોડીક બેચેની અને વ્‍યગ્રતા અનુભવો. નાણાંકીય બાબતોનું આયોજન થાય. સ્‍ત્રીઓને આભૂષણો, વસ્‍ત્રો, સૌંદર્ય પ્રસાધનો પાછળ ખર્ચ થાય. માતાથી લાભ થાય. જમીન, મકાન, વાહન વગેરેના સોદા કરતી વખતે ધ્‍યાન રાખવું.

મીન (દ,,,થ)

આ૫નો આજનો દિવસ શુભફળદાયી રહેશે. આ૫ની સર્જનાત્‍મક અને કલાત્‍મક શક્તિઓમાં વધારો થશે. વૈચારિક સ્થિરતાના કારણે આ૫ના કામ આજે સારી રીતે પાર પાડી શકો. મહત્ત્વના નિર્ણયો લેવા માટે આજનો દિવસ શુભ છે. જીવનસાથી જોડે સારી રીતે સમય પસાર થાય. મિત્રોના સંગાથે નાનકડી મુસાફરી અથવા ૫ર્યટનનું સફળ આયોજન થાય.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud