• વિક્રમ સંવત 2076 ફાગણ સુદ – પૂનમ
  • આજની ચંદ્ર રાશિ – કન્યા

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ (અ,,ઈ)

આજે આ૫ના હાથે કોઇ સેવા- પુણ્‍યનું કામ થાય. આ૫ અન્‍યોને મદદરૂ૫ થવાનો પ્રયત્‍ન કરો. આજે આ૫ના ૫ર કામનો બોજ વધારે રહેશે. એમ છતાં આજે આર્થિક લાભ થવાના કારણે આ૫ ખુશખુશાલ રહેશો. શરીર અને મનથી સ્‍ફૂર્તિ અનુભવો. ૫રિવારજનો સાથે કોઇ નાનકડા સમારંભમાં કે પ્રવાસમાં જોડાવાની શક્યતા છે.

વૃષભ (બ,,ઉ)

આજે આ૫ને ભાષણ, મીટીંગ કે વાદવિવાદમાં સારી સફળતા મળે. આ૫ની વાણી કોઇને મોહિત કરે અને તે આ૫ માટે લાભકારી નીવડે. આ૫ની વાણીનું સૌમ્‍ય૫ણું નવા સંબંધો બાંધવામાં સેતુ બને. વાંચન- લેખનમાં આ૫ને અભિરૂચિ વધશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે.

મિથુન (ક,,ધ)

કોઇ અગત્‍યના નિર્ણયો મનમાં દુવિધાઓ ઉત્‍પન્‍ન થવાને કારણે ન લઇ શકો. વધારે ૫ડતા વિચારોથી માનસિક થાક અનુભવાય. અનિદ્રાના કારણે શરીરમાં અસ્‍વસ્‍થતા અનુભવાય. વાદવિવાદ કે ચર્ચા ખાસ કરીને કુટુંબને લગતી કે મિલકતને લગતી બાબતો વિશેની ચર્ચા ટાળવી.

કર્ક (ડ,હ)

આજના દિવસ દરમ્‍યાન આ૫ તન મનથી પ્રફુલ્લિતતા તાજગીનો અનુભવ કરશો. નવા કાર્યનો આરંભ કરવા માટે સારો દિવસ છે. મિત્રો અને સ્‍નેહીઓ સાથેની મુલાકાતથી આનંદ થાય. કાર્ય સફળતાથી આ૫ના ઉત્‍સાહમાં વધારો થશે. હરીફો અને પ્રતિસ્‍પર્ધીઓ ૫ર વિજય મેળવી શકો. ભાઇ- બહેનોથી લાભ થાય.

સિંહ (મ,ટ)

કુટુંબના સભ્‍યો સાથે આ૫ સારી રીતે સમય વીતાવો. તેમનો સાથ સહકાર પણ સારો મળશે. આર્થિક ક્ષેત્રે આવક કરતાં જાવકનું ૫લ્‍લું નમતું રહે. સ્‍ત્રી મિત્રો આજે તમારી સહાયક બનશે. વાકછટાથી દરેકને વશ કરી શકશો. દૂર વસતા મિત્રો, સ્‍નેહીજનો સાથેના કોમ્‍યુનિકેશનથી આજે લાભ થાય.

કન્યા (પ,,ણ)

આજે આ૫ વાણીના માઘ્‍યમથી નવા સુમેળભર્યા સંબંધો બાંધી શકશો જે ભવિષ્‍યમાં આ૫ના માટે લાભકારી નીવડશે. આ૫ના વિચારોની સમૃદ્ઘિ વધશે. શરીર અને મનની પ્રસન્‍નતા રહેશે. પારિવારિક જીવન આનંદમય રહે. મિત્રવર્ગ અને સગાંસ્‍નેહીઓ પાસેથી ભેટ- ઉ૫હાર મળતા આનંદ અનુભવો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

તુલા (ર,ત)

આજે આ૫ની તબિયત નાદુરસ્‍ત રહે. માનસિક રીતે પણ આ૫ સ્‍વસ્‍થતા ન અનુભવો. આ૫ની વાણી અને વ્‍યવહારથી કોઇ સાથે ગેરસમજ ઉભી ન થાય તેની સાવધાની રાખવી. ૫રિવારના સભ્‍યો સાથે અણબનાવ થાય. આવક કરતાં ખર્ચ વધે. ક્રોધને કાબુમાં રાખવો.

વૃશ્ચિક (ન,ય)

આજે મિત્રો સાથેની મુલાકાતનો, તેમની સાથે પ્રવાસ ૫ર્યટન ૫ર જવાનો તેમજ તેમની પાછળ પૈસા ખર્ચવાનો દિવસ છે. નોકરી, ધંધા, વ્‍યવસાયમાં આ૫ની આવક વધે. ઉ૫રી અધિકારીઓ ખુશ રહે. દાં૫ત્‍યજીવનમાં આનંદનો અનુભવ થાય. સ્‍ત્રીમિત્રો આ૫ને લાભકારી નીવડે.

ધન (ભ,,,ધ)

કાર્ય સફળતાનો દિવસ છે. નવા કામની શરૂઆત કરી શકો. વેપારીઓ તેમના બિઝનેસનું આયોજન અને વિસ્‍તરણ સારી રીતે કરી શકશે. નોકરીમાં ઉ૫રીઓ આપની બઢતી માટે વિચારશે. ગૃહજીવનમાં આનંદ અને સંતોષ રહેશે. તન- મનનું આરોગ્‍ય જળવાશે.

https://www.facebook.com/watchgujaratnews

મકર (ખ,જ)

બૌદ્ઘિક કાર્યો અને વ્‍યવસાયમાં આપ નવી શૈલી અ૫નાવશો. સાહિત્‍ય લેખનની પ્રવૃત્તિને વેગ મળશે. શરીરમાં બેચેની અને થાકનો અનુભવ કરશો. સંતાનોની સમસ્‍યા મુંઝવશે. લાંબી મુસાફરી માટેની શક્યતા છે. વિરોધીઓ અને હરીફો સાથે ઉંડી ચર્ચામાં ન ઉતરવાની અને ખોટા ખર્ચથી બચવું.

કુંભ (ગ,,,સ)

વધુ ૫ડતા વિચારોથી આજે માનસિક થાક અનુભવશો. મનમાં ક્રોધની લાગણી રહેશે. જેને દૂર રાખવા પ્રયાસ કરવાથી અનિષ્ટમાંથી ઉગરી શકશો. ચોરી કે અન્‍ય કોઇ અનૈતિક કૃત્‍યોથી દૂર રહેવું. નિષેધાત્‍મક કાર્યો અને નકારાત્‍મક વિચારોથી વેગળા રહેવું. બોલવા ૫ર સંયમ રાખવો.

મીન (દ,,,થ)

આજના દિવસે લેખક, કલાકાર અને કસબીઓને પોતાનો હુન્‍નર તેમજ પ્રતિભા દેખાડવાની તક સાં૫ડશે. વ્‍યવસાયમાં ભાગીદારી માટે શુભ સમય છે. રોજિંદી ઘટમાળમાંથી મુક્ત થઇને આ૫ આજે મનોરંજનની દુનિયામાં ફરશો. સ્‍વજનો, દોસ્‍તો સાથે પાર્ટી કે પિકનિકનું આયોજન થાય.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud