શારીરિક સ્વાસ્થ્ય સારું રહે તેમજ માનસિક રીતે પ્રસન્નતા અનુભવશો. સર્જનશક્તિ નિખરશે. સાહિત્ય કલા ક્ષેત્રમાં સર્જનાત્મકતા પ્રસ્તુત કરી શકો. ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. રોજીંદા કાર્યોમાં અવરોધ આવી શકે. પરિશ્રમના પ્રમાણમાં ઓછું ફળ પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ)
આજે વાણી અને વર્તન પર સંયમ વર્તવાની વિશેષ જરૂરીયાત છે. જલાશયથી દૂર રહેશો. જમીન અને સંપત્તિના દસ્તાવેજોમાં હસ્તાક્ષર કરતાં પહેલાં વિશેષ ધ્યાન રાખશો. મનમાં ઉઠતી કલ્પનાઓ અલૌકિક વિશ્વનું નિર્માણ કરાવશે. તન – મનથી સ્વસ્થતા અનુભવશો.
મિથુન (ક,છ,ધ)
આજનો દિવસ સુખ – શાંતિપૂર્વક વિતશે. ભાઈઓ સાથેના મેળમિલાપથી લાભ થાય. મિત્રો અને સ્વજનો સાથે મુલાકાત થાય. નકારાત્મક વિચારોને કારણે મન પર વ્યગ્રતા છવાયેલી રહે. ભોજન સમય પર પ્રાપ્ત ના થાય. ભાવુકતાનું પ્રમાણ વધારે રહે.
કર્ક (ડ,હ)
આજનો દિવસ લાભદાયક રહેશે. પરિવારજનોનો સાથ સહકાર પ્રાપ્ત થાય. મધુર વાણીથી દરેક કાર્ય સરળતાપૂર્વક સંપન્ન કરી શકશો. પ્રવાસ પર્યટનનું આયોજન થાય. મનની પ્રસન્નતાને કારણે દિવસ આનંદમય રહેશે. શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે.
સિંહ (મ,ટ)
આજે દ્રઢ મનોબળ સાથે કાર્ય કરી શકશો. વડિલો તરફથી લાભ પ્રાપ્ત થાય. વૈવાહીક જીવનમાં મેળમિલાપ રહેશે. વાણીમાં ઉગ્રતા પર નિયંત્રણ રાખવું વિશેષ જરૂરી. આજે ખર્ચ વધે નહીં તેનું ધ્યાન રાખશો. દૂર રહેતાં સ્વજનો, મિત્રો નો વ્યવહાર આનંદપ્રદ અને લાભદાયક રહેશે.
કન્યા (પ,ઠ,ણ)
માનસિક ભાવનાઓ પર વિશેષ નિયંત્રણ રાખશો. ભ્રાંતિ કે ગેરસમજનું નિરાકરણ કરવું આવશ્યક છે. કોઈની સાથે વાદ વિવાદ, ચર્ચા કે ઝગડો કરવો નહીં. પરિવારજનો સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખશો. પિતા અને વડિલો તરફથી સહકાર મળે. આરોગ્ય અંગે અસંતોષ રહે.
તુલા (ર,ત)
નવા કાર્યનો પ્રારંભ ટાળશો. મન વૈચારિક સ્તર પર અટકેલું રહેશે, જેને પ્રતાપે મનોબળની દ્રઢતા ઘટે. મિત્રવર્ગથી આજે વિશેષ લાભ થાય. ચિંતાને કારણે માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે. ખર્ચની માત્ર આજે સ્હેજ વધારે રહેશે.
વૃશ્ચિક (ન,ય)
વ્યાવસાયિક ક્ષેત્રમાં આજે આપના કાર્યની ખાસ પ્રશંસા થાય. કાર્ય ખૂબ સરળતાપૂર્વક પૂરા થાય. ગૃહસ્થ જીવનમાં મધુરતા રહેશે. વૈચારિક અનિશ્ચિતતાને કારણે કોઈ નિર્ણય પર નહીં પહોંચી શકો. જરૂરી નિર્ણય બપોર બાદ લેવા. સરકારી કામકાજમાં લાભ થાય.
ધન (ભ,ફ,ઢ,ધ)
આજે ગુસ્સા પર વિશેષ નિયંત્રણ રાખશો. સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે. ધાર્મિક યાત્રા કે પ્રવાસની શક્યતા. વ્યવસાયિક ક્ષેત્રે વિઘ્ન કે વિવાદ થવાની શક્યતા. સ્થાવર સંપત્તિને લગતાં દસ્તાવેજ કરવા માટે અનુકૂળ સમય. પિતા તરફથી લાભ થાય. આરોગ્યમાં સુધારો થાય.
મકર (ખ,જ)
આજે બિમારી પાછળ અધિક ખર્ચ થઈ શકે. આકસ્મિક ખર્ચા પણ કરવા પડી શકે. પરિવારજનો સાથે ઉગ્ર ચર્ચામાં ઉતરવું નહીં. બહારનાં ખાન – પાન શક્ય હોય તો ટાળશો. ચારિત્ર્ય પર કોઈ આંગળી ઉઠાવે તેવું કાર્ય કરવું નહીં. નિરર્થક વાદ – વિવાદ કે ચર્ચા ટાળશો.
કુંભ (ગ,શ,ષ,સ)
આજે વેપારીવર્ગ અને ભાગીદારો સાથે સાચવીને વર્તન કરવું. વૈવાહિક જીવનમાં મનદુઃખનો પ્રસંગ બની શકે. વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકે. ઘરમાં શાંતિમય વાતાવરણ રહેશે. રોજીંદા કાર્યોમાં વિઘ્ન આવી શકે. મધ્યમ દિવસ.
મીન (દ,ચ,ઝ,થ)
આજનો દિવસ મધ્યમ ફળદાયક રહેશે. પરિવારના સભ્યો સાથે આજે મેલમિલાપ સારો રહેશે. રોજીંદા કાર્યો વિલંબ સાથે પૂરા થાય સહકાર્યકરોનો સહયોગ ઓછો પ્રાપ્ત થાય. જીવનસાથી સાથે મતભેદનો પ્રસંગ બને. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહે. સામાજીક ક્ષેત્રે યશ પ્રાપ્ત ના થાય.