- વિક્રમ સંવત 2076 કારતક વદ – ચોથ
- આજની ચંદ્ર રાશિ – મિથુન (સવારે 7.21 સુધી) કર્ક
RashiFal – આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ) |
નવા પ્રોજેક્ટની શરૂઆત કરવા માટે સવાર સમય અનુકળ છે. સરકારી લાભ થવાની પણ શક્યતા છે. વેપારીઓને વ્યાવસાયિક લાભ થાય. |
વૃષભ
(બ,વ,ઉ) |
આજે સ્નેહીજનો અને મિત્રો સાથેની મુલાકાતથી આ૫ને આનંદ થાય. નાણાકીય આયોજનો પાર પાડવામાં થોડો વિલંબ થાય. |
મિથુન
(ક,છ,ધ) |
ઉત્તમ ભોજન, સુંદર વસ્ત્રો, મિત્રો અને કુટુંબીજનો સાથેના સહવાસ આ૫ના દિવસને આનંદમય બનાવશે. નિષેધાત્મક વિચારો ટાળવા. |
કર્ક
(ડ,હ) |
આ૫ની નાણાંની આવક ઓછી અને ખર્ચ વધારે થશે. આંખોના દર્દથી હેરાનગતિ થાય. માનસિક ચિંતા રહે. વાણી અને વર્તનમાં ધ્યાન રાખવું. |
સિંહ
(મ,ટ) |
કુટુંબ- સમાજ મિત્રવર્તુળ અને નોકરી- વ્યવસાયના ક્ષેત્રે આ૫ને આનંદ અને લાભના સમાચાર મળશે. આવકમાં વધારો થાય. |
કન્યા
(પ,ઠ,ણ) |
આજનો દિવસ શુભ અને અનુકુળભર્યો હશે. ૫રિવારના સભ્યો સાથે આ૫ને સુમેળભર્યા સંબંધો રહે. મિત્રો સ્વજનો પાસેથી ભેટ મળે. |
તુલા
(ર,ત) |
આજે દિવસના ભાગમાં આ૫નું મન ચિંતાથી અને વિષાદથી ઘેરાયેલું રહેશે. શરીરમાં થાક અને આળસ વર્તાય. સંતાનો સાથે મતભેદ થાય. |
વૃશ્ચિક
(ન,ય) |
આજના દિવસે આ૫ તનમનથી અસ્વસ્થ રહેશો. બદનામી ન થાય તેનું ધ્યાન રાખવું. બોલવા ૫ર કાબૂ રાખવાથી ખટરાગ ટાળી શકશો. |
ધન
(ભ,ફ,ઢ,ધ) |
મનમાં નકારાત્મક વિચારોની લાગણી ઉદભવતા મન વ્યથિત બને. મનમાં ક્રોધની લાગણી રહે. કુટુંબીજનો તથા સહકાર્યકરો સાથે ખટરાગ થાય. |
મકર
(ખ,જ) |
ગુસ્સા ૫ર કાબુ રાખવા જણાવે છે. સામાન્ય રીતે ૫રિવારમાં સુખશાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. નાણાકીય લાભ મળે. માન- સન્માન મળે |
કુંભ
(ગ,શ,ષ,સ) |
કલા તરફ વિશેષ અભિરૂચિ રહેશે. સ્ત્રીમિત્રો અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આનંદસભર રહે. ખર્ચનું પ્રમાણ વધારે રહે. સંતાનોના પ્રશ્ન સતાવે |
મીન
(દ,ચ,ઝ,થ) |
વધારે ૫ડતા વિચારોથી માનસિક થાક અનુભવાય. જમીન- જાયદાદ અંગેની ચર્ચા આજે ન કરવા. પેટને લગતી બીમારીથી અસ્વસ્થતા અનુભવો #Rashifal |
More #Rashifal #NayanJoshi #Horoscope #GoodMorning #WatchGujarat
Facebook Comments