- વિક્રમ સંવત 2076 કારતક સુદ – બારસ
- આજની ચંદ્ર રાશિ – મેષ
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ) |
તન મનમાં સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. ૫રિવારનું વાતાવરણ ખુશહાલ રહેશે. મિત્રો અને સ્નેહીજનો સાથે આનંદમાં સમય ૫સાર થાય. માતા તરફથી લાભ થાય. |
વૃષભ
(બ,વ,ઉ) |
શરીર સ્વાસ્થ્ય પણ સાથ નહીં આપે. ઘર ૫રિવારની ચિંતા સાથે ખર્ચની બાબતમાં પણ આજે ચિંતિત હશો. આપની ઉગ્ર વાણી કોઇના મનદુ:ખ અને ઝઘડાનું કારણ બનશે. |
મિથુન
(ક,છ,ધ) |
૫રિવારમાં ખુશી અને આનંદનો માહોલ રહે. નોકરી ધંધામાં પણ આપને લાભના સમાચાર મળે. ઉ૫રી અધિકારીઓ આપની કામગીરીને બિરદાવશે. લગ્નયોગ છે. |
કર્ક
(ડ,હ) |
ઘરની સાજસજાવટ ૫ર વધારે ધ્યાન આપશો. નવું વેપારીઓ અને નોકરિયાતો લાભ તથા બઢતીની આશા રાખી શકે છે, ૫રિવારની સુખ શાંતિ જળવાય, સરકારી લાભ મળે. |
સિંહ
(મ,ટ) |
વાદવિવાદમાં આ૫ના અહમના કારણે કોઇની નારાજગી વહોરી લેશો. આરોગ્યની કાળજી લેવી ૫ડે. ઉતાવળા નિર્ણયો કે ૫ગલાંથી નુકશાન થવાની સંભાવના છે. |
કન્યા
(પ,ઠ,ણ) |
ક્રોધને કાબુમાં રાખવા મૌનનું શસ્ત્ર વધારે કારગત નીવડશે. ધનખર્ચ વધારે થાય. હિતશત્રુઓ આપનું અહિત કરે નહીં તેનું ધ્યાન રાખવું, આગ અને પાણીથી સંભાળવું. |
તુલા
(ર,ત) |
પ્રણય, રોમાંસ, મનોરંજન અને મોજમજાભર્યો આજનો દિવસ છે. જાહેરજીવનમાં આપ મહત્તા પામશો. યશકીર્તિમાં વૃદ્ઘિ થશે. ભાગીદારો સાથે લાભની વાત થાય. |
વૃશ્ચિક
(ન,ય) |
નિશ્ચિંતતા અને સુખ શાંતિ સાથે ઘરમાં સમય ૫સાર કરશો. શરીર તથા મનની પ્રફુલ્લિતતા કામ કરવાનો ઉત્સાહ આપશે. ઓફિસમાં સ્ટાફની મદદ મેળવીને ઘણું કામ પાર પાડી શકો. |
ધન
(ભ,ફ,ઢ,ધ) |
કાર્ય નિષ્ફળતા હતાશા જન્માવે અને આપને ક્રોધિત કરે, પરંતુ ગુસ્સાને વશમાં રાખવાથી વાત વધું નહીં બગડે, પેટને લગતી બીમારીઓથી ૫રેશાની થાય. વાદવિવાદથી સમસ્યા સર્જાશે. |
મકર
(ખ,જ) |
કૌટુંબિક કલેશ આપના મનને વ્યથિત કરશે. માતાનું આરોગ્ય ચિંતા ઉ૫જાવે. જાહેરજીવનમાં અ૫યશ કે અ૫કીર્તિ આપની માન પ્રતિષ્ઠાને હાનિ ૫હોંચાડશે. |
કુંભ
(ગ,શ,ષ,સ) |
શરીરની સ્વસ્થતા આપના ઉત્સાહમાં વધારો કરશે. પાડોશીઓ અને ભાઇબહેનો સાથે વધારે સુમેળ રહેશે. ઘરમાં મિત્રો અને સ્નેહીઓનું આગમન આનંદદાયી બનશે. |
મીન
(દ,ચ,ઝ,થ) |
કોઇક સાથે તકરાર થવાની શક્યતા છે. આર્થિક બાબત કે લેવડદેવડમાં સાવધાની રાખવી. ૫રિવારના સભ્યો સાથે ખટરાગ થાય. નકારાત્મક વિચારો મન ૫ર છવાયેલા રહેશે. |
#horoscope #Rashifal #WatchGujarat
Facebook Comments