• વિક્રમ સંવત 2076 ભાદરવા વદ – અમાસ
  • આજની ચંદ્ર રાશિ સિંહ

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,)

આજે શારીરિક સ્વાસ્થ્ય સારું રહે. માનસિક રીતે પ્રસન્ન રહેશો. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે.
વૃષભ

(,,)

આજે વાણી અને વર્તન પર સંયમ રાખવો જરૂરી. જમીન કે સંપત્તિના દસ્તાવેજમાં ખાસ ધ્યાન રાખો
મિથુન

(,,)

આજનો દિવસ સુખ – શાંતિપૂર્વક વિતે. બપોર બાદ નકારાત્મક વિચારો ટાળશો. મધ્યમ દિવસ.
કર્ક

(,)

આજે પરિવારજનોનો સાથ સહકાર પ્રાપ્ત થાય. વાણીની મધુરતાથી દરેક કાર્ય સંપન્ન કરી શકશો.
સિંહ

(,)

આજે વડિલો તરથી લાભ. વાણીમાં ઉગ્રતા વધું રહે. ખર્ચ પર નિયંત્રણ રાખશો. શુભ દિવસ.
કન્યા

(,,)

ભાવનાના પ્રવાહમાં અધિક વહી જશો. ખોટી ધારણાઓનું નિરાકરણ કરવું જરૂરી છે.
તુલા

(,)

નવા કાર્યનો પ્રારંભ ટાળશો. મન વૈચારિક સ્તર પર અટકેલું રહેશે. મનોબળમાં દ્રઢતા નહીં રહે.
વૃશ્ચિક

(,)

વ્યાવસાયિક ક્ષેત્રે કાર્યની પ્રશંસા થાય. સ્થાવર સંપત્તિના દસ્તાવેજ કરવા માટે અનુકૂળ દિવસ.
ધન

(,,,)

આજે સ્વભાવમાં ઉગ્રતા રહે. સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે. ધાર્મિક યાત્રા કે પ્રવાસની શક્યતા.
મકર

(,)

બિમારી પાછળ ખર્ચ થવાના યોગ. પરિવારજનો સાથે ઉગ્ર ચર્ચા ના થાય તેનું ધ્યાન રાખશો.
કુંભ

(,,,)

આજે ભાગીદારો સાથે સાચવીને કાર્ય કરશો. રોજીંદા કાર્યોમાં વિઘ્ન આવી શકે. મધ્યમ દિવસ.
મીન

(,,,)

આજે પરિવારજનો સાથે મેલજોલ સારો રહે. કાર્ય વિલંબથી પૂરા થાય. જીવનસાથી સાથે મતભેદ થાય.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud