- વિક્રમ સંવત 2076 આસો સુદ – ચોથ
- આજની ચંદ્ર રાશિ – વૃશ્ચિક
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ) |
આજે વાણી અને વ્યવહાર પર સંયમ રાખશો. રાગદ્વેષથી દૂર રહેવું. હિતશત્રુઓથી સાવધાન. |
વૃષભ
(બ,વ,ઉ) |
આજે શારીરિક સ્વસ્થ રહેશો. મન પ્રસન્ન રહેશે. દૂર રહેતાં સ્વજનના સારા સમાચાર પ્રાપ્ત થાય. |
મિથુન
(ક,છ,ધ) |
આજે ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહે. સુખમય પ્રસંગ બને. આર્થિક લાભની શક્યતા. |
કર્ક
(ડ,હ) |
આજે નવા કાર્યનો પ્રારંભ કરવા નહીં. પ્રિયજન સાથેના વિખવાદથી મન દુઃખી થાય. |
સિંહ
(મ,ટ) |
ઘરમાં વાદ-સંવાદનું વાતાવરણ રહે. નકારાત્મક વિચારો હેરાન કરે. અધિક સંવેદનશીલ રહેશો. |
કન્યા
(પ,ઠ,ણ) |
આજે કોઈપણ કાર્યમાં સમજ્યા વિના જોડાવું નહીં. પ્રતિસ્પર્ધીઓનો સામનો કરવો પડે. |
તુલા
(ર,ત) |
મહત્વનો નિર્ણય લેવામાં અસમંજસ અનુભવી શકો. વ્યવહારમાં જિદ ત્યજશો. મધ્યમ દિવસ. |
વૃશ્ચિક
(ન,ય) |
આજે તન – મનથી પ્રસન્નતા રહેશે. આનંદદાયક પ્રવાસની શક્યતા. ઉત્તમ વૈવાહિક સુખ અનુભવો. |
ધન
(ભ,ફ,ઢ,ધ) |
આજે કષ્ટદાયક દિવસ હોવાથી સાવધાન રહેશો. વાણી અને વર્તાવમાં સંયમ જરૂરી. મધ્યમ દિવસ. |
મકર
(ખ,જ) |
આજે સામાજીક કાર્યોમાં લાભ થાય. શેર – સટ્ટાથી લાભ. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે. |
કુંભ
(ગ,શ,ષ,સ) |
આજે દરેક કાર્ય સરળતાપૂર્વક સંપન્ન થાય. ગૃહસ્થ જીવનમાં આનંદ. માન – સન્માનમાં વૃદ્ધિ થાય. |
મીન
(દ,ચ,ઝ,થ) |
મનમાં વ્યાકુળતા અનને અશાંતિ અનુભવો. સંતાન અંગે ચિંતા. નકારાત્મકતા મન પર હાવી રહે. |
Facebook Comments