• વિક્રમ સંવત 2076 અધિક આસો સુદ – ચોથ
  • આજની ચંદ્ર રાશિ તુલા

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,)

સામાજીક અને સાર્વજનિક ક્ષેત્રે લોકોની પ્રશંસા પ્રાપ્ત કરશો. દામ્પત્યજીવનમાં સુખ સંતોષ રહેશે.
વૃષભ

(,,)

શારીરિક માનસિક સ્વસ્થતા સાથે નિર્ધારિત કાર્ય કરી શકશો. સ્વાસ્થ્યમાં સુધારો આવશે.
મિથુન

(,,)

નવા કામની શરૂઆત કરવી નહીં. જીવનસાથી અને સંતાનના સ્વાસ્થ્યની કાળજી રાખશો.
કર્ક

(,)

આજે આનંદ અને સ્ફૂર્તિનો અભાવ રહેશે. મનમાં ખિન્નતાનો ભાવ રહે. સ્વાભિમાન ભંગ થઈ શકે.
સિંહ

(,)

આજે શરીરમાં તાજગી અને મનથી પ્રસન્ન રહેશો. ભાગ્યવૃદ્ધિના પ્રબળ યોગ. પ્રવાસ પર્યટનનો યોગ.
કન્યા

(,,)

પરિવારમાં સુખ – શાંતિ અને કુટુંબમાં આનંદ રહે. મધુરવાણીથી લોકોને પ્રભાવિત કરી શકશો.
તુલા

(,)

રચનાત્મક શક્તિઓ પ્રકટ થાય. વૈચારિક દ્રઢતા સાથે કાર્ય સફળ થાય. આત્મવિશ્વાસ વધે.
વૃશ્ચિક

(,)

આજે આનંદ – પ્રમોદ પાછળ ખર્ચ થાય. વાણી પર નિયંત્રણ નહીં રાખવાને લીધે કંકાશ થઈ શકે.
ધન

(,,,)

આજે ગૃહસ્થજીવનમાં સુખ – શાંતિ રહે. પ્રેમના સુખદ ક્ષણનો આનંદ પ્રાપ્ત થાય. શુભ દિવસ.
મકર

(,)

વેપાર – ધંધામાં લાભ થાય. ઉઘરાણી, પ્રવાસ, આવક વગેરે માટે શુભ દિવસ. પિતાથી લાભ.
કુંભ

(,,,)

તબિયત નરમ – ગરમ રહેશે. માનસિક સ્વસ્થતા સારી રહે. શરીરમાં સ્ફૂર્તિનો અભાવ રહેશે.
મીન

(,,,)

સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેશો. બિમારી પાછળ ખર્ચ કરવો પડે. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud