• વિક્રમ સંવત 2076 આસો સુદ – પાંચમ
  • આજની ચંદ્ર રાશિ ધન

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,)

આજે તાજગી અને સ્ફૂર્તિનો અભાવ રહે. ક્રોધની અધિકતા રહે. મૌન પાળીને દિવસ વ્યતિત કરશો.
વૃષભ

(,,)

અધિક કાર્યભાર અને ખાનપાનમાં બેદરકારીને લીધે સ્વાસ્થ્ય બગડે. પ્રવાસમાં વિઘ્નની શક્યતા.
મિથુન

(,,)

મોજ-મસ્તી અને મનોરંજનની પ્રવૃત્તિમાં રૂચિ રહે. સાર્વજનિક જીવનમાં માન પ્રતિષ્ઠા વધે.
કર્ક

(,)

આજનો દિવસ આનંદ અને સફળતાપૂર્વક વિતે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત થાય. શુભ દિવસ.
સિંહ

(,)

શારીરિક માનસિક સ્વસ્થતા સાથે કામ કરી શકો. સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં વિશે રૂચિ રહેશે.
કન્યા

(,,)

આજે પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે. સ્વાસ્થ્ય નરમગરમ રહે. મન ચિંતાગ્રસ્ત રહી શકે.
તુલા

(,)

યોગ્ય જગ્યાએ નાણાં રોકાણ લાભદાયક રહેશે. ભાઈ – ભાંડુ સાથે આત્મિયતા રહે. શુભ દિવસ.
વૃશ્ચિક

(,)

આજે નકારાત્મક માનસિક વૃત્તિ ટાળશો. ન બોલ્યામાં નવ ગુણની નિતી અપનાવશો.
ધન

(,,,)

આજે નિર્ધારિત કાર્યમાં સફળતા અને આર્થિક લાભની શક્યતા છે. સમાજમાં યશ કિર્તી વધે.
મકર

(,)

ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં અધિક વ્યસ્ત રહેશો. પરિશ્રમ પ્રમાણે ફળ પ્રાપ્ત ના થાય.
કુંભ

(,,,)

નવા કાર્યનું આયોજન હાથમાં લઈ શકો. નોકરી ધંધામાં લાભ. તન – મનથી આનંદિત રહેશો.
મીન

(,,,)

કામની સફળતાને કારણે ઉત્સાહ વધે. વેપારમાં આવક વધે. વડીલ વર્ગથી લાભ. પ્રગતિ થાય.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud