- વિક્રમ સંવત 2076 અધિક આસો સુદ – પાંચમ
- આજની ચંદ્ર રાશિ – તુલા (બપોરે 3.16 સુધી) વૃશ્ચિક
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ) |
દિવસનો પ્રારંભ સારો રહેશે. તન – મનથી સ્વસ્થ રહેશો. બપોર બાદ વાણી પર સંયમ જરૂરી. |
વૃષભ
(બ,વ,ઉ) |
વ્યવાસાયીજનોને યશ અને સફળતા પ્રાપ્ત થાય. પ્રતિસ્પર્ધીને આશ્ચર્ય પમાડશો. માન – સન્માન મળે. |
મિથુન
(ક,છ,ધ) |
આજે બૌદ્ધિક કાર્ય અને ચર્ચામાં સમય વિતે. તન – મનથી સાવધાન રહેશો. સહકર્મીનો સહકાર મળે. |
કર્ક
(ડ,હ) |
હતાશા માનસિક રીતે અસ્વસ્થ બનાવે. જમીન અને વાહનને લગતી સમસ્યા હેરાન કરી શકે. |
સિંહ
(મ,ટ) |
આજે વિદેશવાસીઓ તરફથી શુભ સમાચાર મળે. રોકાણ માટે યોગ્ય દિવસ. સહનશીલતામાં વૃદ્ધિ. |
કન્યા
(પ,ઠ,ણ) |
નવા કાર્યનો પ્રારંભ ટાળો. વાણી પર સંયમ રાખવો. ભાઈબંધો સાથે મહત્વની ચર્ચા થાય. |
તુલા
(ર,ત) |
કલાત્મક અને સર્જનાત્મક શક્તિમાં નિખાર આવે. પરિવારજનો સાથે વાદ – વિવાદ ટાળવો. |
વૃશ્ચિક
(ન,ય) |
આપનો ઉગ્ર અને અસંયમિત વ્યવહાર સમસ્યા ઉત્પન્ન કરે. તન – મનનાં સ્વાસ્થ્યની કાળજી લેવી. |
ધન
(ભ,ફ,ઢ,ધ) |
વ્યાવસાયિક ક્ષેત્રે લાભ. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. મિત્રો સાથે ફરવા જવાનું થાય. |
મકર
(ખ,જ) |
આજે ગૃહસ્થજીવનની દ્રષ્ટિએ આનંદમય દિવસ રહે. આવકમાં વૃદ્ધિના યોગ. વેપારમાં લાભ. |
કુંભ
(ગ,શ,ષ,સ) |
નવા કાર્યની શરૂઆત કરી શકો. ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય. સરકારી કાર્યમાં સફળતા મળે. |
મીન
(દ,ચ,ઝ,થ) |
વાણી અને વર્તન સંયમિત રાખશો. હિતશત્રુઓથી સાવધાન. વિદેશથી સારા સમાચાર પ્રાપ્ત થાય. |
Facebook Comments