• વિક્રમ સંવત 2076 આસો સુદ – તેરસ
  • આજની ચંદ્ર રાશિ મીન

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,)

ધાર્મિક અને આધ્‍યાત્મિક પ્રવૃત્તિઓ આજના દિવસ દરમ્‍યાન વિશેષ રહે. મનમાં દ્વિધા રહેવાથી ચોક્કસ નિર્ણય ૫ર નહીં આવી શકો.
વૃષભ

(,,)

આવકના સાધનોમાં વધારો થાય. વડીલો તેમજ મિત્રવર્તુળથી લાભ અને સુખદ ક્ષણોનો અનુભવ મળશે. દામ્‍પત્‍યજીવનમાં સંતોષ અને આનંદ રહે.
મિથુન

(,,)

શારીરિક અને માનસિક સુખાકારી જળવાશે. નોકરી વ્‍યવસાયમાં મહેનતનું વળતર મળતું જણાય. અધિકારીવર્ગનું પ્રોત્‍સા મળે.
કર્ક

(,)

ભાગ્‍યવૃદ્ઘિ સાથે આકસ્મિક ધનલાભ થશે. વિદેશ જવા ઇચ્‍છનારના પ્રયાસો સફળ બનશે. ધાર્મિક કાર્યો કે યાત્રા પાછળ ધનખર્ચ થાય.
સિંહ

(,)

૫રિવારના સભ્‍યો સાથે મનદુ:ખ થાય. અનૈતિક કાર્યથી બદનામીના યોગ છે. ઇષ્‍ટદેવનું નામસ્‍મરણ અને આધ્‍યાત્મિક વિચારો સાચું માર્ગદર્શન કરશે.
કન્યા

(,,)

દામ્‍૫ત્‍યજીવનની સુખદ ક્ષણોનો અનુભવ કરશો. જાહેર ક્ષેત્રમાં આપ ખ્‍યાતિ અને પ્રતિષ્‍ઠા મેળવશો. મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લેશો.
તુલા

(,)

ઘરમાં સુખ શાંતિના વાતાવરણમાં આપ સમય વીતાવશો. કાર્યમાં સફળતા અને યશ મળતાં ઉત્‍સાહ વધશે. નોકરીમાં લાભદાયક સમાચાર મળે
વૃશ્ચિક

(,)

આરોગ્‍ય અંગે ચિંતા રહે. સંતાનોના પ્રશ્‍ને સમસ્‍યાઓ ઉદભવે. સ્‍વમાન ભંગ ન થાય તેનો ખ્‍યાલ રાખવો.
ધન

(,,,)

સંવેદનશીલતાના કારણે માનસિક તાણ ઉભી થવાની શક્યતા છે. મનમાં ઉઠતી દ્વ‍િધાઓથી આપ માનસિક ઉચાટ અનુભવો.
મકર

(,)

આજે રણનીતિમાં શત્રુઓને મ્‍હાત કરશો, નવા કાર્યના આરંભ માટે તૈયાર રહે, સફળતા મળશે, આપ દરેક કામ તન મનથી સ્‍વસ્‍થ રહીને કરશો.
કુંભ

(,,,)

મનમાં દ્વિધાઓ ઉભી થતાં ચોક્કસ નિર્ણય નહીં લઈ શકો. વાણી ૫ર સંયમ નહીં રહે તો કુટુંબીજનો સાથે મનદુ:ખ થવાની સંભાવના
મીન

(,,,)

આનંદ ઉત્‍સાહ અને તન- મનની પ્રફુલ્લિતતા આપના દિવસમાં ચેતના અને સ્‍ફૂર્તિ ભરશે. નવું કામ હાથમાં લેશો તો તેમાં સફળતા મળશે.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud