સૌથી ખરાબ વાત જ એ છે કે સમય ઓછો છે જ્યારે સારી વાત એ છે કે સમય જ સમય છે!! સમાધાનકારી સગુણાત્મક અને આજની પરિસ્થિતિને સમજવા માટેનું આ વાક્ય પિરાણા સંસ્થાનનાં એક આગેવાન તરફથી મળ્યું છે. એક સત્ય ઘટના આજે તમારી જોડે સહભાગવી છે. મહારાષ્ટ્રનાં નારાયણ ભાવુરાવ દાભાડકર -નાગપુરનાં વયોવૃદ્ધ ઉ.વ.૮૫. જેઓ કોવિડ પોઝિટિવ થયાં. દિકરી જમાઇની જહેમતથી એક બેડ મહામહેનતે મળ્યો. જેમાં વેન્ટિલેટરની સુવિધા પણ હતી. દાદાનું ઓક્સિજન લેવલ ૬૦નું હતું જે ધીમે ધીમે ઘણું ખરું સ્ટેબલ પણ હતું. તબિયત દિન પ્રતિદિન સુધારા પર પણ હતી. એક વહેલી સવારે હોસ્પિટલમાં ઉ.વ.૪૦ની એક મહિલા ડોક્ટરને આજીજી કરતાં ધ્રુસકેને ધ્રુસકે પોતાના પતિ માટે રડતી હતી. હોસ્પિટલમાં એકપણ ખાલી બેડ ન્હોતો. જીવન જોલાં ખાતુ હતું. પતિ-નાના બાળકોને વિવશ આ સ્ત્રી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

આ બધું જોઇને દાદા નારાયણ ભાવુરાવ દાભાડકરે પોતાનો બેડ એ  મને આપવા કહ્યું. ડોક્ટરસૅ વિમાસણમાં પડ્યા.. એક વિતેલી જિંદગીને એક બાકી રહેલી જિંદગી..! દાદાએ કાગળ પર સંમતિપત્રમાં લખી આપ્યું કે હું રાજીખુશીથી મારો હક છોડીને આ મારો બેડ ૪૦ વષૅની મહિલાનાં પતિને આપું છું.

ત્રણ દિવસે આ દાદાનું પોતાના ધરે મૃત્યુ થાય છે. હજીય માનવતા ધબકે છે. પરોપકારી એ મહાન આત્માને વંદન છે. આ સાથે આપણને એક નવી જ શીખ મળે છે. જીવન મંચ પરથી એવી રીતે નિકળવું કે પડદો પડ્યા પછી પણ તાળીઓ પડતી રહે.

આજે A+વાતે સમયની વિષમતા જ્યારે ડસવા ધસતી હોય ત્યારે અંદરના મૂલ્યોને કઇ રીતે જાળવી રાખવા. આ કશું પકડવાની નહીં પણ ખપ પૂરતું પોતાની પાસે રાખીને વધેલું કોક જરૂરિયાતમંદને વહેંચવાનો સમય છે. સમય કપરો છે એ પણ વિતી જશે. ધીરજ રાખવાની જરૂર છે. આનંદ ફિલ્મનો ડાયલોગ યાદ આવે બાબુમોશાઇ જિંદગી લંબી નહી બડી હોની ચાહિએ.નારાયણ ભાવુરાવ દાભાડકરેને શ્રદ્ધા સુમન સાથે સ્વસ્થ રહો – મસ્ત રહો – વ્યસ્ત રહો.

Share – Like – Comment

positivevaato@gmail.com

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud