જીવનની પ્રોયોરિટી બદલાતી જાય છે. દસમા પછી કોમસૅ – આર્ટ્સ – સાયન્સથી શરૂ કરી થતી… લાઇફ પાટૅનર – નોકરી – ધંધો – વ્યવસાયથી ફેમિલી પ્લાનિંગ!! ભરમારમાં જોડાયેલા આપણે પછી બજેટ ઇન્વેસ્ટમેન્ટ – હોમલોન વગેરેની મધમીઠી ગણતરીમાં રત રહેતાં ચિલ્ડ્રન એજ્યુકેશનમાં ને પછી વકૅપ્લેસનાં હુલામણી પોઝિશનોમાં વાર્ષિક પગારનાં ચક્કરોમાં ધીમે ધીમે દોસ્તોથી વિમુખ થઇને બેબાકળાં બની બાહુક થઇને સાવ અટૂલાં એકલાં બનીને પાછળ નજર કરતાં ખાલી હાથનો વૈભવ મસળતાં રહીએ છીએ.

આપણને સમજણ મોડી ફૂટે છે. ત્યારે માથે વાળ આછા ધોળા થઇ જતાં માથે હાથ ફેરવીને ઉજ્જળ સપાટી વાળા લમણે હાથ ફેરવતાં વિચાર કરતાં હવે શું? ની વાસ્તવિકતાને ચગળતાં રહીએ છીએ ને પછી સમજાય છે કે આટલો બધો સમય આપવાની જરુર હતી ખરી?

રોમાંચ ખોઇ બેઠેલાં માટે આજે A+ વાતે એક પ્રસંગ સહભાગવો છે.

ત્રણ કલાક થયા તોય અબોલા પૂરા ન થયા. સૌમ્ય અને સરિતાના લગ્નને હજુ 20 દિવસ જ થયા હતા. સૌમ્યને મનાવતા નહોતું આવડતું. બેવની અકળામણ વધી ને અચાનક હનીમૂનની વાતો વાલોળતાં વાગોળતા કંઈક યાદ આવ્યું… પ્રિન્ટર કને થી A-4 size નો કાગળ લઈને શૂન્ય ચોકડીની રમતનું ચોખંડુ બનાવ્યું ને વચ્ચેના ખાને ચોકડી કરીને રસોડે જતાં સહજ નજરે દેખાય એવો એ કાગળ મૂક્યો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

એ કમ્પાઉન્ડમાં જઈને કંઈક ગણગણતો બેઠો. એ પાણી પીવા દસ જ મિનિટમાં પાણિયારે પહોંચ્યો ને જોયું તો ડાબી બાજુ ઉપરના ખાનામાં સરિતાએ શૂન્ય કર્યું હતું ને તાત્કાલિક સામે ચોકડી એમ કરતા Game Over થતા શૂન્ય જીત્યું. ચોકડી એ જીતાડયું…!!

ત્યારબાદ ફરી ઝગડો – શૂન્ય – ચોકડી છેક  ઘડપણ સુધી – સૌમ્ય વેન્ટિલેટર પર હતો સરિતા 6 કલાકથી એની સામે હતી. હોસ્પિટલમાં શાંતિ હતી ને સરિતાને સુજ્યું એક ચોખટું પાડ્યું. સૌમ્યનો હોઠ મલક્યો. સરિતાએ આંગળીથી બતાવ્યું. સૌમ્યએ વચ્ચેના ખાને આંખ મિચકારી. આ વખતે ડાબીબાજુ ઉપરના ખાનામાં ચોકડી ન કરતા સરિતાએ નક્કી કર્યું કે આ વખતે Game Draw ભલે રહેતી.

આ પ્રસંગની સાખે ફકત બાબત એટલી કે આટલું બધું દોડ્યા પછી રમત જેની સાથે રમવાની છે એને આપેલો સમય એ જીવનનું સાફલ્ય. બાકી બધું ઠીક મારા ભઇ!! સ્વસ્થ રહો.મસ્ત રહો.વ્યસ્ત રહો.

Share – Like – Comment

positivevaato@gmail.com

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud