ઓ…બા બોલીને વકાસેલાં મોં આડો હાથ મૂકતી પેઢીની સામે OMG બોલતી આજની Generation!! A+વાતે આજે બદલાયેલી dictionary સામે સાથૅની વાતો. યાદ તો છે જ ને કે ફણાલા કાકાનું વાતે વાતે ઠીક છે… બોલવું તો અમુક માસીનું હઉ થશે, જોયું જશે, મેલ પૂડો, ચૂલામાં ગયું, ધૂળને ઢેફા જેવું બધુ વાતે વાતે બોલવું!! અમારા ઓળખીતા એક વડિલ. ‘એમાં સાયન્સ છે.. એવું કહેતા.. વાતનો તંત ન પકડાય કે વાત ને ફરી જોડવા એ બોલતા કે.. મૂળે વાત એ છેને કે… You know જેવું અંગ્રેજી ઉમેરે જેવું કે Actually, But obvious, Any ways, Overall, all together,

આખી પેઢી પાસે તકિયાકલામ હતાં.બકુ-બકી-ભઇલું-નાનુ-નાની-મોટાઇ-મોટી-બચુડી-બકુડી-બાબો-બેબી ઘેર ઘેર મળતાં સોસાયટી ફળિયે રાજુ ચિન્ટુ-મિન્ટુ-પિન્ટુ અડધી રાત્રે કામે લાગતાં કારણકે ઝાંપો જાળી ખખડાવવાનાં એ દિ હતાં ને આ ડોરબેલ ને મિસ્ડ કોલનો જમાનો છે. આપણું જય શ્રી કૃષ્ણ કે રામ રામ થાતું ને અત્યારે good morning forwarded આવે. મારો મસેજ તો જોવાનું રાખ!! ની સામે કેમ કાકા તબિયત તો સારી છે ને… જય શ્રી કૃષ્ણનો જવાબ ન આપ્યો?

અત્યારે રાત્રે ૧.૩૦ વાગ્યે પાણી પીવા ઉભા થઇએ ને જો ચોથે ઘેર લાઇટ ચાલુ હોય તો.. સીધો ફોન.. બોસ, કઇ પ્રોબ્લેમ?? આ તો લાઇટ ચાલુ જોઇ એટલે… એની સામે ફ્લેટની આ ફ્રસ્ટ્રેટેડ… stylist.. આ બાજુવાળાને કેટલીવાર કહેવાનું કે lift નો દરવાજો ધીમેથી.. ઉંધ ખરાબ કરે છે (તને ઉંઘ કેમ નથી આવતી?)

યાર આઇસ્ક્રીમ ખાતા ચાલ.. ચાલ બીજી ચમચી લે.. આવી જા ચાલુ કર… ની સામે આઇસ્ક્રીમ ખાવો હોય તો તું તારો લઇને… મને કંપની આપ!!

A+વાતે કેટલાંક સંવાદો છે વાવાઝોડાં જેવાં જે ગયાં પછી સમજાશે કે આમાંથી carry થયું છે કે forward? સાવધાન? પેઢીઓ દસકે બદલાતી હતી જે આપણી હતી અત્યારે test tube baby નાં યુગમા ને you tube નાં સમયમાં stay tuneનો ગાળો પાંચ વષૅનો છે ને આપણે આપણી જાતને Auto update પર રાખવાની છે. સ્વસ્થ રહો – વ્યસ્ત રહો – મસ્ત રહો.

Share – Like – Comment

positivevaato@gmail.com

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud