તમે તમારી રીંગટોન છેલ્લે ક્યારે બદલી? આ અતિ સામાન્ય લાગતાં સવાલ જોડે ઘણી બધી વાતો જોડાયેલી છે. ઘરમાં -ઓફિસમાં કે જાહેરમાં તમારું પોતાનું આ અલાયદું આ ડિવાઇસ એનાં અવાજનાં માધ્યમે તમારી અોળખ બન્યું હશે!પણ, જ્યારે એ પેકેજમાં હતું ત્યારે એની સાથે આવતાં સ્ક્રીન સેવરસૅ-વિડિયોઝનાં અમુક પૈસા પણ ચૂકવ્યાં’તા એ યાદ હશે જ ને? open source પછી પણ,મ્યુઝિક ફોન-ગેમ ફોનને પછી કેમેરા ફોન પછી ડ્યૂઅલને પછી… ઘણું ઉમેરીને ગળ્યું થઇ શકે!!તમને મળતા ઓપ્શનની વાત નથી પણ,એ મળ્યાં પછીનાં યુટિલાઇઝેશનની વાત છે.અસીમની સામે ખપ લાગતી બાબતો એ હંમેશા મર્યાદિત રહી છે. પણ, યે દિલ માંગે more!! કેમ એવું હશે? એ વિચાર્યું છે ખરું?

હવે વાતને વિસ્તરેલી રાખવાનું મન થાય છે તો એક મણકો વધુ ઉમેરું કે કેલ્ક્યુલેટર – ઘડિયાળ – ડાયરી -પાકિટ – પેન – ઓફિસ બેગ – ટિફિન જેવી બાબતો એક ટચ સ્ક્રિન બનીને સ્લાઇડ કરતાં ટેરવા આંખોનાં પલકારે બ્લયુ ટીકમાં સમાયા છે ને વિસ્મય બની ગયાં છે ફકત રાઇટીંગ બની અટકી ગયેલું વિસ્મય અંતે કોક હસતા ઇમોજી કને બુઠ્ઠુ બની જતાં ધાર કાઢેલી પેન્સિલની અણી જેમ બટકી પડે છે ત્યારે એ ચોખંડો જમીન પર પછાડવાનું મન થાય છે ને ચૂકવેલી કિંમતનો આંકડો સ્પિડબ્રેકર બની મનમાં બોલે છે ખમ્મા ઘણી.પણ કશું બદલાતું નથી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

નવું ઝંખાતું નથી ને પછી મન ફરી જતાં ફરિયાદ બની આંખને પલકારે વિચાર બદલાતાં વાસી થૂંક જોડે નિસાસો બનતાં ગળી જવાય છે. ફોરવર્ડ – ફોરવર્ડેડ આપણને ડેડ એન્ડ તરફ ઘકેલી જાય છે ને બસ એ સમયે યાદ આવે છે બગિચો. જે હવે માત્ર લેપટોપનાં સ્ક્રીન માત્ર પર મોજુદ છે અંદર દૂર દેખાતા બાંકડા પર મૂકેલી છત્રી નીચે આપણે ક્યારેક બેસીશું ને પછી ક્યારેક તું આવજે. આપણે બન્ને બેસીને વાતો કરશું હું ચ્હાનીને તું કોફીની ચૂસકી મારજે.આપણે વાતો કરીશું ને અસ્ત થતાં સૂયૅનાં કિરણોમાં એક મેકમાં અોગળતાં જોયા કરીશું ઉડતાં પંખીઓની હાર માળા પણ,શરત માત્ર એટલી જ કે હું મારું લેપટોપ મૂકીને આવીશ ને તું તારો મોબાઈલ ભૂલીને આવજે.. એ સાંજ ક્યારે આવશે? હું રાહ જોઇશ તું રાહ જો જે. આપણી વચ્ચે વરચ્યુઅલ વગરનું સંગીત હશે ને…

A+વાતે ફરી મળીશું નવી જગ્યાએ આવતાં બુધવારે ત્યાં સુધી સ્વસ્થ રહો.મસ્ત રહો.વ્યસ્ત રહો.

ગયાં વખતના સવાલનો જવાબ

હોળીનાં દિવસે પુનમનો ચાંદ

A+ સવાલ

વિશ્ર્વ રંગભૂમી દિવસ ક્યારે હોય છે?

 

Share – Like – Comment

positivevaato@gmail.com

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud