મોટા ભાગના લોકોની ફરિયાદ હોય છે કે જિંદગીમાં તેમનું ધાર્યું કશું જ થતું નથી। એમની નાની સરખી ઈચ્છા પણ પૂરી થતી નથી. સાવ નાખી દેવા જેવી વાતમાં પણ તેમને સફળતા મળતી જ નથી. જાણે કે તેવો નિષ્ફળ થવા જ જન્મ્યા હોય તેવી એમની જિંદગી જઇ રહી છે આવી પરિસ્તીથીમાં આવો માણસ સાવ નાસીપાશ થઈ જતો હોય છે. અને ઘણી બધી વાર આવા માણસો આપઘાત પણ કરી લેતા હોય છે.

આવો, આજે આપણે મહાભારતની  એક કથા જોઈએ અને સમજીએ કે માનવીના મનની શક્તિ કેટલી બધી હોઇ સકે છે. એક જરાતકારું નામે  ઋષિ  હતા. તેમણે તેમના પૂર્વજોને મુક્તિ અપાવવા માટે પુત્ર પ્રાપ્તિની જરૂર હતી. તેથી વાસુકિ  નાગની બહેન મનસા સાથે લગ્ન કર્યા. તેમણે  લગ્ન વખતે શર્ત રાખી હતી કે મનસા  એમને કોઈ પણ વાતે ટોકસે નહીં. એક દિવસ જરાતકારું સૂતા હતા અને સંધ્યાકાળ થઈ ગયો સુરજ આથમવાનો સમય થઈ રહ્યો હતો. ઋષિની પત્ની મનસાને થયું કે જો પતિને ઉઠાડીશ તો તેઓ ગુસ્સે થઈ જશે અને કદાચ મને છોડી ને જતાં રહેશે અને જો નથી ઉઠાડતી તો પતિ સંધ્યાકર્મ ચૂકી જશે અને તેથી પતિને પાપ લાગસે અને બને કે ના ઉઠાડવા માટે પણ ગુસ્સે થઈ જાય. આમ બંને બાજુ જોખમ હતું.  છેલ્લે મનસાએ કચવાતા મને પતિને ઉઠાડયા, અને જેમ ધાર્યું હતું તેમ ઋષિ પત્ની પર ખૂબ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે મને ઉઠાડવાની તારી હિમ્મત કેવી રીતે થઈ ?તો મનસાએ ડરતા ડરતા કહ્યું, સ્વામિ સૂર્ય આથમવાની તૈયારીમાં હતો મને થયું કે આપ સંધ્યાકર્મ ચૂકી જશો માટે મે આપને ઉઠાડયા છે. મનસાની આ વાત પર ગુસ્સે થઈ જરાતકારુંએ કહયું, મૂર્ખ તું શું માને છે, સૂર્ય આથમે છે ત્યારે હું સંધ્યા કરું છુ કે હું સંધ્યા કરું તે પછી સૂર્ય આથમે છે? ઋષિએ કહ્યું, સૂર્યદેવ હાજર થાવ અને સૂર્યદેવ ત્યાં હાજર થયા. ઋષિએ સૂર્યને કહ્યું, બોલો તમે આથમો છો ત્યારે હું સંધ્યા કરું છું કે હું સંધ્યા કરું તે પછી તમે આથમો છો ? સૂર્યએ હાથ જોડી કહ્યું, ઋષિ મહોદય આપ સંધ્યા કરો પછી જ હું આથમી શકું. બસ અને ઋષિ પત્ની મનસાનો ત્યાગ કરી ચાલી નીકળ્યા.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

આવી જ વાત સતી અનસૂયા સાથે પણ જોડાઈ છે. સૂર્યોદય થવા પર તારા પતિનું મોત થસે, તેવા ઋષિના શાપને રોકવા અનસૂયા એ સૂર્યોદય જ રોકી દીધો હતો. પરાશર ઋષિએ પણ સૂર્યને વાદળોથી ઢાંકી દઈ રાત કરી દીધી હતી. ચાલો માની લઈએ કે આપણે સૂર્યને રોકી દેવા જેવી શક્તિ જોઈતી નથી પણ આ કથાઓ કહી જાય છે કે આપણાં મનની શક્તિ કેટલી બધી છે.

આપણે જિંદગીમાં નાની નાની ખુશીઓ જોઈએ છે. તો આપણે મહાન તપ કરવાની જરૂર પણ નથી. આપણે જગત પર રાજ કરવું નથી પણ આપણે આપણાં નાનકડા વર્તુળમાં આપણી  ઈચ્છાઓનો  પ્રભાવ પડે એવું કરવું છે. આપણી ઈચ્છા શક્તિની તાકાત વધારવી છે, તો આપણે નાના નાના પ્રયાશ કરવાની જરૂર છે સાવ નાના નાના. તમને કદાચ આ ટેક્નિક સાવ વાહિયાત અને નાખી દેવા જેવી લાગશે પણ આ ટેક્નિક મનની – ઈચ્છા શક્તિની તાકાત વધારવા માટે ખૂબ કારગત છે એની ખાત્રી રાખજો.

આના માટે આપે એક પત્તાની કેટ લેવાની છે. પત્તાની કેટમાં 54 પત્તા હોય છે. જેમાંથી 4 એકકા હોય છે. આપ ખૂબ દ્રડ ઈચ્છાશક્તિથી સંકલ્પ કરો કે પત્તા ચિપ્યા પછી પહેલા 10 પત્તામાં એક એક્કો ચોક્કસ આવશે. હવે સંભાવનાનો નિયમ કહે છે કે 13 પત્તામાં એક એક્કો આવવો જોઈએ. જ્યારે આપનો સંકલ્પ 10 પત્તામાં એક એક્કો આવે તેવો છે. એટલે સંભાવના સિધ્ધાંત કરતાં વાત થોડી અઘરી છે. બસ આપ પત્તા ચીપતા જાવ અને બાજી નાખતા જાઓ. જ્યાં સુધી 10 માથી 7 કે 8 વાર એક્કો ના આવે ત્યાં સુધી માંડ્યા રહો. તે પછી સંકલ્પ કરો કે 10 પત્તામાં બે એકકા આવે કે ત્રણ એકકા આવે. એમ થવા માંડે પછી ગેમ અઘરી કરતાં જાવ 23 થી 28ની વચ્ચે એક્કો આવે. પહેલા દસમા કાળીનો એક્કો જ આવે. વગેરે વગેરે. આજે જે મહાન ગાયકો – સંગીતકારો છે તેમણે જિંદગીમાં રોજ  પાંચથી છો કલાક રિયાજ કરી છે એટલે મને પૂછતાં નહીં કે આ મહેનત કેટલા કલાક કરવાની અને ક્યાં સુધી કરવાની.

પત્તાની કેટને બદલે આપ કોડીઓ કે પાસા પણ લઈ શકો. વાત બહુ સાદીને સીધી છે જો તમારા હાથમાં રહેલા પત્તા કે કોડીઓ કે પાસા પણ જો આપ આપની ઈચ્છા પ્રમાણે પાડી સકતા નથી, તો પછી આપ આટલી મોટી દુનિયામાં, આટલી બધી હરીફાઈ વચ્ચે તમારું ધાર્યું કેવી રીતે કરી સકવાના છો. આપ જ્યારે આ રમતમાં જોડાવ છે ત્યારે યાદ રાખજો કે સો ટકા આપણી ઈચ્છા પ્રમાણે પત્તા લાવી શકશો પણ નહીં. અને આપણે લાવવા પણ નથી જો આપ દસ દાવમથી છો કે સાત વાર જીતી જાવ છો તો પણ તે બહુ છે. જિંદગીમાં પણ આપના મોટા ભાગના નિર્ણયો સાચા પડે અને બે ચાર ખોટા પડે તો પણ તમે ખોટમાં નથી જવાના.

જિંદગીમાં બહુ મોટા કોયડાના ઉકેલ બહુ સહેલા હોય છે એટલે આપણું મન એને સ્વીકારી સક્તુ નથી. આપણાં મનને ઉકેલ પણ બહુ કઠિન અને ગૂંચવણવાળા જોઈએ છે. જો મે કહ્યું હોત કે જિંદગીમાં આપનું ધાર્યું થતું નથી તો ગિરનાર પર્વત પર જઇ 1 કરોડ ગાયત્રીના જપ કરો તો આપને બહુ આનંદ આવત. કારણ કે આ  પડકારરૂપ વાત છે. તમારા ઇગોને પોસે એવી વાત છે. એટલે આ ચેલેન્જ ઉપાડી પણ લેશો  અને થોડા સમય પછી તમે કહેસો કે ગિરનાર પર ગયો લાખ ગાયત્રીના જપ કર્યા પછી મમ્મીની તબિયત બગડી એટલે પાછા આવવું પડ્યું.

યોગ કહે છે, આત્મ સાક્ષાતકાર માટે તમારે કોઈ સન્યાસ લેવાની જરૂર નથી, હિમાલય પર જઈને રહેવાની જરૂર નથી. તમારા ઘરમાં એક આસનમાં બેસી આંખો બંધ કરી શાંતચિત્તે માત્ર ધ્યાન કરવાનું છે. પણ આપણે આટલી સરળ વાત ક્યાં કરી શકીએ છીએ. એટલે આપણે મંત્ર, તંત્ર, તપ, સાધના, પારાયણ, કેટલા ધખારા કરીયે છીયે, યાદ રાખો ઈશ્વર અને પ્રકૃતિ બહુ સરળ અને માં જેવા પ્રેમાળ છે એમની પાસે થી કશું પણ મેળવવું છે તો બાળક જેવા સરળ થઈને માંગો.

એટલે જ આ ટેક્નિક સીધી સાદી લાગતી હોય  પણ એટલી જ અકસીર છે થોડા જ દિવસોની મહેનત અને પરિણામ દેખાવા માંડશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud