રેલીંગ – પાળી – ઘક્કે – ગલ્લે - ચોકડીને પગથિયાએ કેટલી પેઢીઓ જોઇ નાંખી એની કલ્પના તો કરો!! આપણી બેઠક - આપણી જગ્યા યાને આપણી માલિકી વગરનું સરનામું. સાંજ પડે જમી કરીને ઉપડી જ જવાનું. કારણ કંઈ જ નહી પણ, મળવાનું એટલે મળવાનું. એકાદ લટકાનું વ્યસન પાછો એમાંય ભાગીદાર એક ઉદાર તો એક ઉધાર. સરકારો ઉથલાવી દે. ધર્મો સ્થાપે. બેઠાં બેઠાં શેખચલ્લીઓ નવા ધંધા વિચારેને નાણા વગર બની જાય પ્રોપરાઇટર!!
માર્કેટિંગ સ્ટેટેજી. બેંક લોન. હપ્તા - ઓફિસો. બધું જ એક જ ઠેકાણે ખયાલી પુલાવમાં ભભરાવેને પાટૅનરશીપનાં ટકા ય નક્કી કરી નાખે. કોકને પરણીય જાય ને કોઇને બેન પણ બનાવે. ખીજ પાડે. નવરી બજારો મળે એટલે જગત આખાની વાતો માંડે. કોઇક તો પાછા વિદેશ જવામાં ક્રમ પાડે. એકાદ એમાંથી ઉડી જાય તો બાકીનાં જીવ બાળે. એકાદ ચંચળ હોય તો એકાદ પ્રબુદ્ધ. આ સમય હોય છે બેફિકરાઇથી જવાબદારી તરફ વળવાનો. જે સત્ય સમજે એ સાચા માર્ગેને ન પામે એ યથાસ્થાને. વ્યક્તિ ત્યાં કેળવાય વેડફાય બેવ બને. જરૂરી હોય છે એવાં ચાર રસ્તાઓ જે તમને જીવનરાહ બતાવવામાં મદદરૂપ થતાં હોય છે. અમુક દસકાઓમાં યાતો અમુક ચસકાઓમાં પૂરાં થતાં હોય છે ત્યાં સુધીના સંબંધો. પેઢીઓ બદલાય છે નવી સર્જાય છે. આ બધા સ્થાનકો બની જતાં હોય છે મીલ કા પથ્થર જે કશે જતાં નથી પણ, મંજીલ હજુ કેટલી બાકી ને સફરમાં આપ ક્યાં છો ની પ્રતિતિ કરાવતાં જતાં.
A+વાતે આજે એવાં યાદગાર વળાંકોની વાતો કે હવે, ત્યાં આપણી નજર સુદ્ધાં રોકાતી નથી. પણ, એ ન ભૂલવું જોઇએ કે આ જ સ્થાનકો આપણું ટાઇમ ટેબલ હતાં જ્યાંથી આપણો ટાઇમ શરૂ થયો તો..! ભલે અપના ટાઇમ આયેગા થી માંડીને બુલાતી હૈ મગર જાને કા નહીં સુધીમાં ઘણું જોયું ખોયું બદલાયું પણ, આજે એક નજર માનભેર એ સ્થાનકોને કે જ્યાં ફરીવાર ન જવાયું ને જેને મળતાં'તા તેને ન મળાયું કે ફરી હતાં એનાં એ ન થવાયું. સમયને જ્યારે જ્યારે ખાલી ચઢે છે ત્યારે ત્યારે ફરીથી આપણું મન જઇને એ જગ્યાએ જઇને મળે કે.. જે રેલીંગ – પાળી – ઘક્કે – ગલ્લે - ચોકડીને પગથિયાએ કેટલી પેઢીઓ જોઇ નાંખી એની કલ્પના તો કરો!! સ્વસ્થ રહો.મસ્ત રહો.વ્યસ્ત રહો.
ગયાં વખતના સવાલનો જવાબ
૨૭ માચૅ વિશ્ર્વ રંગભૂમી દિવસ
A+ સવાલ
યમરાજાનું વાહન કયું છે?
Share – Like – Comment
positivevaato@gmail.com